• કાળજાળ ગરમીમાં ઠંડા પીણા, ફુટની જેમ જ ઠંડક આપતા ઉપકરણો ખરીદવા બજારમાં ભીડ

ધોમ ધખકા તાપમાં ઉનાળાના વાતાવરણમાં અત્યારે બજારમાં ઠંડક કરનારા ઉપકરણોનો પુરતો સ્ટોક નથી, પંખા, કુલર અને એસીમાં પણ ઘણી નવી ફેસેલીટી આવી ગયા છે. પંખામાં નવી નવી ડિઝાઇન અને રીમોર્ટ વાળા આવે છે. અને પંખામાં બીએલડીસીના પંખા સારી ફેસેલીટી અને અલગ અલગ ડિઝાઇનમાં આવે છે. તેથી તેનું વેચાણ સારુ થાય છે. અને કુલરમાં પણ બજાજના કુલરનું વેચાણ વધુ છે. બજાજ સાઇલેન્ટ, ડસ્ટની સ્મેલ ન આવે અને પાણી પણ ન ઉડે એવી ફેસેલીટી આવે છે. તેથી અને કુલરના ભાવમાં આ વર્ષે  1ર થી 13 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. અને એ.સી. ની માંગમાં પણ વધારો થયો છે. લોકો એલ.જી. આઇ.એફ.બી. કંપનીના એસીના વેચાણ વધુ થઇ રહ્યાં છે. એ.સી.ના ભાવમાં 10 ટકા નો વધારો જોવા મળી રહ્યો છે. લોકો વસ્તુ કંપનીના નામના આધારે નહિ પણ વસ્તુમાં જે ફેસેલીટી આવે તેના આધારે લે છે. આ વર્ષે તાપમાનમાં વધારો થયો છે તેથી દરરોજના વેચાણમાં વધારો થતો જાય છે.

અત્યારે સિલીંગ ફેન 1050 થી 17000 સુધીના ભાવમાં અને કુલર રપ00 થી 20000 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. આમ આ વર્ષે વસ્તુના ભાવમાં વધારો હોવા છતાં પણ વેચાણમાં વધારો થયો છે.

ભાવ વધારો હોવા છતાં પંખા અને કુલરના વેચાણમાં વધારો: ચિરાગ વાઢેર (અક્ષર ઇલેકટ્રોનિકસ)

અબતક સાથે વાતચીતમાં જણાવ્યું કે, પંખામાં આ વખતે બ્રાન્ડમાં અને નોન બ્રાન્ડમાં બી.એલ.ડી.સી. સારુ ચાલ્યું છે કે જેમાં ડેકોરીટવ પંખા અને વિવિધ કલર ના 10 થી 1પ જાતના પંખા  કંપનીને બજારમાં લાવ્યા છે. તે રિમોટથી અપડેટ થાય અને ડસ્ટ ફ્રિ છે. તેના લીધે ભાવમાં 10 – 1પ ટકા વધારો છે. પણ ભાવ વધારા સામે કસ્ટમરનો કવોલીટી  જોય છે. તેથી વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. પંખામાં આ વખતે ટાવર ફ્રેન ખુબ ચાલ્યા છે. અને પંખામાં ક્રોમટન, હેવલ્સ, બજાજ, ઉષા, બી.એલ.ડી.સી.ની બધી કંપની સારી કવોલીટી અને સારી ભાવમાં આ વખતે લાવ્યા છે. અત્યારે કંપની પાસે સ્ટોક નથી કુલરમાં બજાજ હેવલ્સ, વોલયસ એ કંપનીએ સારા ફિચરસ્સ આવે છે. કુલરમાં બજાજનું વેચાણ વધારે છે. કુલરમાં ભાવમાં 1ર થી 13 ટકા વધારો છે. બજાજના કુલરમાં પાણી ઉડે નહી અને ડસ્ટની સ્મેલ આવે નહિ અને સાઇલેન્ટ કુલર આવે છે. સિલીંગ ફેનની રેન્જ 10પ0 થી 17000 સુધીના આવે છે. કુલર રપ00 થી 20000 સુધીના આવે છે. આ વર્ષે 4પ ડીગ્રી  સુધી તાપમાન હોવાથી ભાવ વધારો હોવા છતાં પણ વેચાણમાં વધારો છે.

એસીના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે: રાજુ પટેલ (કિરણ ટેલીવીઝન)

અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 45 ડિગ્રી તાપમાનને લીધે નોર્મલ પરિવાર પણ હપ્તાના આધારે એ.સી. ખરીદવા આવે છે.  રોજના રપ થી 30 એ.સી. નું વેચાણ થાય છે. ગયા વર્ષે એસીમાં 10 ટકા ભાવમાં વધારો થયો છે. એસીમાં નવી ફેસેલીટીમાં ક્ધવટેબલ એસી આવ્યા છે. અમારી પાસેથી વસ્તુ લઇ જાય તો કસ્ટમરની અમે પૂરી કાળજી રાખી છે.

લોકો હવે કંપનીના નામ પર નહિ વસ્તુની કવોલીટી જોઇ ખરીદી  કરે છે: અલ્પેશભાઇ (વીજય ઇલેકટ્રોનિકસ)

અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હિટવેવના કારણે એસી કુલર અને પંખા ના માંગમાં વધારો થયો છે. બ્રાન્ડમાં એલ.જી., પેનાસોનીક, આઇ.એફ.બી. એવી 14 થી 1પ બ્રાન્ડ રાખીએ છીએ. આ વખતે દોઢ ટન ના એસીમાં વધારો થયો છે. એસીમાં ઓટોકિલિન ફોનસન આવ્યું છે. વિરાટ મોટ જેવા ફિચરસ આવ્યા છે હવે લોકો કવોલીટી પ્રમાણે લે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.