- 1 જુન સુધીના અમૃતવચન બાદ ઓનલાઇન સત્સંગનો અપાશે લાભ
- સૌરાષ્ટ્રના પાટનગર સંસ્કાર ધામ રાજકોટમાં વૈષ્ણજનો માટે મંગલ અવસર જેવા આમ્રકુંજ મનોરથનો ભાવિકોએ ભાવભેર ધર્મલાભ લીધો હતો.
રાજકોટની સુપ્રસિઘ્ધ નાથધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદયની મંગલ સાનિઘ્યમાં શ્રી ઠાકોરજીના સુખાર્થે આમ્રકુંજ મનોરથ દર્શન તેમજ શહેરીજનો બ્રહ્મસબંધ દીક્ષા લઇને કૃતાર્થ થયા હતા.
નાના મવા સ્થિત શ્રી નાથધામ હવેલી ખાતે વ્રજરાજકુમારજીની મંગલ ઉ5સ્થિતિમાં ઠાકોરજીના સુખાથે ભવ્યતિભવ્ય આમ્રકુંજ મનોરથ દર્શનનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ પ્રાપ્ત કર્યો તેમજ 300 થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસબંધ દીક્ષા આપી તેમજ ભાવિક ગજનોએ ઠાકોરજી પુષ્ઠ કરાવ્યા. તેમજ પુજયશ્રીના સ્વમુખેથી દરરોજ સવારે 7 થી 7.30 તેમજ રાત્રે 9.30 થી 10 કલાક હરિનામ સંકીર્તન લાભ શહેરીજનો લઇ રહ્યા છે શનિવાર તા.1 જુન સુધીના સંકિર્તન બાદ ઓનલાઇન ર્કિતન નો ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.