• ટીઆરપી આગકાંડમાં ભોગ બનેલા 13 મૃતકોના ડીએનએના આધારે કરાઇ ઓળખ

રાજકોટમાં બનેલો અત્યંત દુ:ખદ બનાવ એટલે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ.આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે,જેમાં 34 જેટલા લોકોએ તેમના પરિજનોને ગુમાવ્યા છે.એક સાથે 34 લોકોના જીવ મિનિટોમાં ભસ્મીભૂત થયા છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદયકંપી રુદનથી સિવીલની દીવાલો ધ્રુજી ઉઠી છે.લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો એટલી હદે બળ્યા હતા કે તેમની ઓળખ થવી અતિ મુશ્કેલ છે. મૃતકોના પરિવારજનોના ડીએનએ મેચ કર્યા બાદ મૃતદેહો સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.કુલ મૃતદેહોમાંથી છ મૃતદેહો એવા છે કે જેની ઓળખ કરવી પણ અતિ મુશ્કેલ છે.ગાંધીનગર એર એમ્બ્યુલન્સના માધ્યમે એફ.એસ.એલ ને ઉગઅ રીપોર્ટના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા.એ સેમ્પલ જેમ જેમ મૃતકના સ્નેહીજનોના ઉગઅ સાથે મેચ થતાં ગયા એ મુજબ મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે.ગાંધીનગર એફ.એસ.એલ.માંથી ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18 થી વધુ સભ્યોની એફ.એસ.એલ. ટીમ રાત દિવસ કામગીરી કરી રહી છે.મોટરમાર્ગે સમય ના બગડે તે માટે તત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા.

આજ આ ગોઝારી ઘટનાને ત્રણ દિવસ પૂર્ણ થયા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે રાખેલા મૃતદેહોમાંથી 13ની ઓળખ થઈ ચૂકી છે અને 8 મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપાયા છે.જેના નામો નીચે મુજબ છે.

એફએસએલ નું રિપોર્ટ આવે ત્યારે પોલીસ દ્વારા દર્દીઓના સગાઓનો સામેથી સંપર્ક કરીને બોલાવી તેમને વિધિવત રીતે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. મૃતદેહની ચોપડી કરવાથી લઈને અંતિમવિધિ સુધીની પ્રક્રિયામાં મદદ માટે એક નાયબ મામલતદાર અને પીએસઆઇ સહિતની પોલીસ ટીમ સાથે રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મૃતકોની ઓળખ કરી પરિવારને મૃતદેહ સોંપાય ચૂક્યા હોય એ હતભાગીઓની યાદી

1) જીગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી ( ઉ.વ. 34)

2) સ્મિત મનીષભાઈ વાળા (ઉ.વ. 22)

3) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.વ. 21)

4) સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.વ. 30)

5) આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.વ. 19)

6) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 36)

7) વિશ્વરાજસિંહ જસુભા જાડેજા (ઉ.વ. 24)

8) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર (ઉ.વ. 20)

9) સુરપાલસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા (ઉ.વ.22)

10) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ.19)

11) જયંત અનિલભાઇ કોરેચા (ઉ.વ. 45)

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.