- કોઈના વાંકે અન્ય માસુમોની જિંદગી કેમ છીનવાઈ છે…!!!
- જિંદગી આપનારને બસ એક જ પ્રશ્ર્ન…
રાજકોટના કાલાવડ રોડ પરનાં ટી.આર.પી. ગેમઝોનમાં આગમાં 33 જેટલા લોકો બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આગ બાદ આ ગેમઝોનના સમગ્ર માળખાનું ડિમોલીશન કરાયું હતુ. આખી રાત આ માળખુ તોડવાની કામગીરી ચાલી હતી. જે દરમિયાન માનવદેહના કેટલાક બળેલા અવશેષો મળતા અરેરાટી વ્યાપી ગઈ હતી. ટી.આર.પી. ગેમઝોનમાં આગ બાદ બુલડોઝથી રસ્તોસાફ કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ તેમા સફળતા મળી નહોતી, આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્કયુ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેેનેજમેન્ટ શાખાના પાંચ બુલડોઝર દોડાવ્યા હતા. અને ધીમેધીમે શેડ તોડવામાં આવ્યો હતો. ટી.આર.પી. ગેમ ઝોન જમીનદોસ્ત કરતી વખતે બળેલા માનવદેહના ટુકડા મળી આવ્યા છે. પોલીસે માનવદેહના ટુકડા એકત્ર કરી પોટલામાં બાંધી સિવીલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ટી.આર.પી. ગેમઝોનને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમઝોનની જગ્યા સંપૂર્ણ મેદાનમાં ફેરવાઈ ગઈ છે.
3176 હતભાગીઓને આગ ભરખી ગઇ ! ગુજરાતમાં પાંચ વર્ષમાં
ગુજરાત રાજ્ય માં આગથી થતા અકસ્માતમાં થતા મૃત્યુ ના આંકડાઓ ચોંકાવનારા અને ચિંતાજનક છે. એનસીઆરબી દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માત ની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તક્ષશિલા કાંડ સુરત થી ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત જોયા છે અને અનેક પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે. સરકાર દર વખત એ સીટ ની રચના કરી ને ચમરબંધીને છોડવા માં નહિ આવે તેવા રાગ આલાપતા રહ્યા છે અને હરણી બોટ કાંડના આરોપી બહાર પણ આવી ગયા છે. કોન્ટ્રાકટર, કર્મચારીઓ અને સિકયુરિટી ગાર્ડ ને જેલ ભેગા કરી શકાય પણ જે સરકારી કર્મીઓ , કોર્પોરેશન ના કર્મીઓ , ફાયર વિભાગ ના કર્મીઓ જેમની ફરજ માં જે આવે છે તે ફરજ નથી નિભાવતા અને તેમની ફરજ બેદરકારી ના લીધે ગંભીર અકસ્માતો બને છે. આ પ્રકાર ની જાહેર જગ્યાઓ જ્યાં નાના ભૂલકાઓ, બાળકો, મહિલાઓ તેમના પરિવાર સાથે જતા હોય તેવી જગ્યાઓ ની સુરક્ષા ની સરકાર રાખવા ની ફરજ તંત્ર ની નથી? આવા સ્થળો ઉપર ફાયર સેફ્ટી ના સાધન છે કે નહિ તે કોણ તપાસસે ? લાંચિયા સરકારી કર્મચારીઓ ઉપર ક્યારે પગલાં લેવાશે?શું તક્ષશિલા કાંડ, મોરબી બ્રિજ કાંડ , હરણી કાંડ માં થી ક્યારેય શીખ નહિ લઇએ? આ પ્રકાર ના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેમ નથી ચલાવતા? તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમ ને આમ નિર્દોષો ના જીવ જશે? શું તંત્ર ને જવાબદારી નું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?
સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજકોટ આવી અગ્નિકાંડનો તાગ મેળવ્યો
મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું.
સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી, તેનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.
મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુ:ખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્યમંત્રીએ આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું કે આગની ઘટનાની ખબર મળતાં જ રાજકોટ મહાપાલિકાની ફાયર ટીમો અને પોલીસ તંત્રએ સ્થળ પર પહોંચી બચાવ-રાહતની કામગીરી ત્વરાએ હાથ ધરી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવા તથા આ આગમાંથી લોકોને બચાવવાને અગ્રતા આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ આગની ઘટનામાં મોટાપાયે બર્ન્સના કેસોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં પી.ડી.યુ. ખાતે 100 બેડની ક્ષમતાવાળો બર્ન્સ વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, ઈજાગ્રસ્તોની સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે પી.ડી.યુ. રાજકોટ ખાતે અન્ય તબીબો તેમ જ પેરા મેડિકલને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બર્ન્સ ઈન્જરી સારવારના એક્સપર્ટ સર્જન અને ટ્રેઈન્ડ નર્સિસને જામનગર, અમદાવાદ, મોરબી, જુનાગઢ, ભાવનગરથી તાત્કાલિક રાજકોટ બોલાવી લેવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ત્વરિત સઘન સારવાર વ્યવસ્થા મળી રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન ઝડપી બનાવવા 20 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારે એર એમ્બ્યુલન્સની સેવાઓ પણ આ દુર્ઘટનામાં લીધી છે અને તમામ મૃત દેહોની ઓળખ માટે તેમના ડી.એન.એ. સેમ્પલ અને પરિવારજનોના રેફરલ સેમ્પલ એર એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર એફ.એસ.એલ.માં પહોંચાડવામાં આવ્યા છે, તેનું પરીક્ષણ યુદ્ધના ધોરણે ચાલુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર ઘટનાના કારણોની તપાસ માટે રચેલી એસ.આઈ.ટી.ના વડા અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદી અને સભ્યો પણ શનિવારે મોડી રાત્રે જ રાજકોટ પહોંચ્યા હતા તથા ઘટનાના કારણોની તપાસ કરી તેનો પ્રાથમિક અહેવાલ ત્રણ દિવસમાં રાજ્ય સરકારને સોંપશે.
રાજકોટ શહેર પોલીસ તંત્રએ અગમચેતીનાં પગલાં રૂપે શહેરના તમામ ગેમઝોન બંધ કરવાનો આદેશ કર્યો છે, તેમ જ ફાયર સેફ્ટી સહિતના સલામતી પગલાંઓની ચકાસણી કરવામાં આવી રહી છે, તેમ પણ બેઠકમાં મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મહાનગરપાલિકાઓ, સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમઝોનની તપાસ અને સુરક્ષા-સલામતિના પગલાંઓ ચકાસવા માટે આદેશો આપવામાં આવ્યા છે.તદઅનુસાર, આવી ચકાસણી માટે પોલીસ, રેવન્યુ, ફાયર સેફ્ટી, મહાનગરપાલિકા-નગરપાલિકાના ઈજનેરની ટીમ બનાવવામાં આવી છે.
આ ટીમોએ પણ કામગીરી શરૂ કરી છે અને પોતાના વિસ્તારોમાં તાત્કાલિક ચકાસણી કરીને ફાયર એન.ઓ.સી. કે અન્ય કોઈ પણ સંબંધિત પરવાનગી વિના ચાલતા ગેમઝોન સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરીને ઝોન બંધ કરવામાં આવશે.
ટીઆરપી ગેમ ઝોનમાં એનડીઆરએફનું સર્ચ ઓપરેશન
રાજકોટના ગેમઝોન ખાતે સર્જાયેલી કરુણ આગ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વયં ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરતા ઉચ્ચ અધિકારીઓને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપી હતી. ત્યારબાદ બનાવ સ્થળ પર વડોદરા ખાતેથી એનડીઆરએફની ટીમ નં.6 રાજકોટ આવી પહોંચી હતી. એનડીઆરએફની ટીમને દુર્ઘટનાગ્રસ્ત ગેમઝોન પરના કાટમાળને હટાવી સર્ચ ઓપરેશન હાથ ધરવા જણાવાયું હતું. 7 થી 8 કલાક દરમિયાન ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફના 57 જવાનો જોડાયા હતા અને તમામ કાટમાળ હટાવી રૂબરૂ તેમજ સ્નીફર ડોગ દ્વારા પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ગેમઝોન અગ્નિકાંડ મૃતકોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા કોંગ્રેસ – આપની કેન્ડલ માર્ચ
કાલાવડ રોડ પર તંત્ર વાહકોની ઘોર બેદરકારી અને અક્ષમ્ય લાપરવાહીને પગલે સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાને લઈ ઇન્ડિયા ગઠબંધન દ્વારા તમામ મૃતકોને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ માટે રાજકોટના રેસકોર્સ ના બહુમાળી ભવન પાસેના સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર અને આગેવાન, રાજકોટ શહેરના નગરજનો દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા આજના કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં ગુજરાત પ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા, હવે કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, રાજકોટ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ઇન્દ્રનીલ રાજગુરુ, રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા અને બિપેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઈ વસોયા, ઋત્વિકભાઈ મકવાણા, લલીતભાઈ કગથરા, હીરાભાઈ જોધવા, હિતેશભાઈ વોરા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઈ રાજપુત, અજીતભાઈ લોખિલ, નિદતભાઈ બારોટ, દિલીપભાઈ આસવાણી, ઇન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પરેશભાઈ શિંગાળા, પ્રભાતભાઈ ડાંગર, કેશવજી પરમાર, મીનાબેન જાદવ, ઇમરાન કામદાર, હિરલબેન રાઠોડ, કૌશિક ભાઈ મકવાણા, પ્રફુલાબેન ચૌહાણ, નારણભાઈ ખેર, ગીરીશભાઈ પટેલ, આર.કે બાબરીયા, અશોકસિંહ વાઘેલા, સંજયભાઈ અજુડીયા, દિલીપભાઈ પરમાર, કેતનભાઇ તાળા, વિજયસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, યૂનુસભાઇ જુણેજા, અમિતભાઈ કટારીયા, જય કારિયા, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો રાજકીય સામાજિક કાર્યકરો અને શહેરની જનતા બહોળી સંખ્યામાં કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહી હતી.
રાજ્યના તમામ ગેમિંગ ઝોનની ચકાસણી કરી 28મી તારીખ સુધીમાં ગૃહ વિભાગને રિપોર્ટ મોકલાનો રહેશે.
આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી જયાં જયાં ગેમીંગ ઝોન સંચાલન કરવામાં આવતુ હોય તે સંબંધમાં નીચે દર્શાવેલ બાબતો અંગે તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી આવશ્યક બની રહે છે. એટલું જ નહીં
ટેમ્પરરી સ્ટ્રક્ચર જે ઊભું કરવામાં આવ્યું હોય તે માત્ર ગેમ ઝોનમાં જ નહીં પરંતુ વિવિધ રેસ્ટોરન્ટ, હોટલ, સ્કૂલ, ક્લાસ ની પણ તપાસ થવી જોઈએ અને તેમાં ફાયરના સાધનો અથવા તો ફાયર એનર્જી છે કે કેમ તે પણ જાણવું ખૂબ જરૂરી છે. ગેમિંગ ઝોનમાં આ મુદ્દે તપાસ થાય તે જરૂરી – ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ,- ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવે છે,
– ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં છે કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ- આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ છે કે કેમ,- ગેમીંગ ઝોનમાં ફાયર સેફટી તેમજ આસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા ઉપલબ્ધ છે,
– ગેમીંગ ઝોનમાં ઈમરજન્સી એક્ઝીટ માટેની વ્યવસ્થા,- સંબંધિત ઓથોરીટી દ્વારા સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે કે કેમ.
જ્યાં ટેમ્પરરી છાપરા લગાવવામાં આવ્યા
હોય ત્યાં તપાસ કરવી ખુબ જ જરૂરી
ગેમ ઝોનનાં હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પવા મુખ્ય બજારો અડધો દિવસ બંધ
સોની બજાર,ધર્મેન્દ્ર રોડ,દાણાપીઠ,લાખાજીરાજ રોડ,ગુંદાવાડી સહિતની બજારોએ બંધ પાળી શોકસભા યોજી
રાજકોટમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગમ શનીવારે લાગેલી આગમાં 28 લોકોના મોત નિપજયા હતા આ ઘટનાથી રાજયભરમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અગ્નીકાંડમાં મોતને ભેટેલે હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પવા માટે આજે રાજકોટમાં મુખ્ય બજારોએ અડધો દિવસ બંધ પાળ્યો હતો.ટીઆરપી ગેમઝોનમાં બનેલી જીવલેણ દુર્ઘટનાથી રાજકોટ ચૌધાર આશ્રુએ રડી રહ્યું છે. આજે સવારથી ડીએનએ મેચ કરી પરિવારજનોને તેઓના સ્નેહીજનોના મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. સીટની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોર્ટ પણ આ અંગે આજે સુનાવણી હાથ ધરવાની છે.દરમિયાન ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નીકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પવા માટે રાજકોટ હોલસેલ ટેકસટાઈલ મર્ચન્ટ એસોસિએશન, રાજકોટ રિટેલ રેડી મેઈડ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન, લાખાજીરાજ રોડ વેપારી એસો., ગુંદાવાડી ઓલ મર્ચન્ટ એસો., સોની બજાર સહિતની મુખ્ય બજારોમાં આજે સવારથી બપોરે 1 વાગ્યા સુધી વેપારીઓ બંધ પાળ્યો હતો. ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સવારે 11 કલાકે વેપારીઓએ લાખાજીરાજ રોડ અને ગુંદાવાડી મેઈન રોડ પર શોકસભા યોજી હતી.અગ્નીકાંડની ઘટના બાદ રાજકોટ ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયું છે. રાજયભરમાં ઠેર ઠેર શોકસભા યોજાઈ હતી.