કોર્પોરેશનના આસિ. ટાઉન પ્લાનર ગૌતમ જોશી આસિ. એન્જિનિયર જયદીપ ચૌધરી, માર્ગમકાન વિભાગના ના. કાર્યપાલક ઈજનેર એમ.આર. સુમા, આસિ. ઈજનેર પારસ કોઠીયા, તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વી.આર. પટેલ અને લાયસન્સ બ્રાન્ચના પીઆઈને તાત્કાલીક અસરથી ફરજ મોકૂફ કરાયા
રાજકોટમાં અગ્નિ કાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ કોઈ આકરા પગલા લે તે પૂર્વેજ રાજ્ય સરકાર દ્વારા આજે સવારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.હજી આંકડા પગલા લેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે ગુજરાત હાઇકોર્ટે પણ રાજકોટ મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી નાખી છે.
રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નીકાંડની ઘટનાની તપાસ કરવા રચાયેલી ખાસ ટીમ દ્વારા આજે અલગ અલગ ત્રણ સરકારી વિભાગના છ અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હજી આકરી કાર્યવાહી કરવાામં આવે તેવી સંભાવના જણાય રહી છે.
આજે સવારે રાજય સરકાર દ્વારા રાજકોટની અગ્નીકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી શરૂ કરી છે. અગ્નીકાંડમાં જે લોકો જવાબદાર છે તેવા અલગ અલગ સરકારી વિભાગના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખામાં ફરજ બજાવતા અને વોર્ડ નં. 10,11 અને 12માં આસિસન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, સસ્પેન્ડ કરાયા છે.
નાનામવા ગામના સર્વે નં.49, ટી.પી. સ્કિમ નં.20 (નાનામવા), પ્લોટ નં.ર માં ટી.આર.પી. મૌલ ખાતે બનાવવામાં આવેલ સ્ટ્રકચરની મંજૂરી ટાઉન પ્લાનીંગ શાખામાંથી મેળવવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવેલ છે તથા આ સ્ટ્રક્ચર (ગેમીંગ ઝોન) મંજૂરી વગર લાંબા સમયથી કાર્યરત હતું છતાંપણ આ મંજૂરી વગરના સ્ટ્રક્ચર સામે કોઇ કાર્યવાહી થયેલ જણાતી નથી. આ અંગેની જવાબદારી આસિ. ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની હોય, જે અંગેની નિયંત્રણ તથા સુપરવિઝનની કામગીરી આપના હસ્તક હોય, જે ફરજના ભાગરૂપે બેદરકારી સ્પષ્ટ જણાય છે. આ પ્રકારની ગંભીર બેદરકારી / ગેરજવાબદારી કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ ન હોય, આસિ. ટાઉન પ્લાનર ગૌતમ ડી. જોશીને તાત્કાલિક અસરથી સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સ્ટ્રેકચર (ગેમીગ ઝોન) મંજુરી વગર લાંબા સમયથી કાર્યરત હતો છતાં પણ આ મંજુરી વગરના સ્ટ્રકચર સામે કોઈ કાર્યવાહી થયેલ જણાતી નથી. આ અંગેની જવાબદારી આદિ. એન્જીનીયર કક્ષાના અધિકારીની હોય છે. બેદરકારી સ્પષ્ટ જણાય છે. આનિ. એન્જીનીયર જયદીપચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રેસ-વે એન્ટરપ્રાઈઝની એમ્યુઝમેનન્ટ પાર્ક ચાલુ કરવા અંગે બુકીંગ લાયસન્સ આપવા અંગેની અરજી પોલીસ કમિશ્નર
અરજીમાં સામેલ પ્લાન પ્રમાણે ચકાસણી કરી અભિપ્રાય આપવા એમ. આર. સુમા, નાયબ કાર્યપાલક ઇજનેર (સિ)ને જણાવ્યું હતુ. જે અંગે એમ. આર. સુમાએ તેઓની કચેરીના પત્ર નં. સીબી/સાઈટ પ્લાન/4245, તા.14/09/2023 થી અહેવાલ મોકલેલ જેમાં પ્લાન પ્રમાણેની કોઈપણ જાતની સ્થળ ખરાઈ કર્યા વગર પ્રાથમિક બાંધકામ કરવાની શરતે તેઓના વિભાગમાં રીપોર્ટ આપી ફરજમાં ગંભીર બેદરકારી દાખવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય છે. જે સબબ તેઓ સામે ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971ની જોગવાઈ હેઠળ શિસ્ત વિષયક કાર્યવાહી સૂચિત હોઈ તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઇ, ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1971 ના નિયમ 5 (1) (ક)ની જોગવાઈ હેઠળ એમ.આર.સુમા, નાયબ કાર્યપાલક ઇજનેર (સિ), વર્ગ-2ને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરાયા છે.
આ ઉપરાંત માર્ગ મકાન વિભાગના તત્કાલીન મદદનીશ ઈજનેર પારસભાઈએમ. કોઠીયાને તત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઈ. બી.આર. પટેલ અને લાયન્સ બ્રાંચના તત્કાલીન એન.આર. રાઠોડને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજી કેટલાક આકરા પગલા લેવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.
“સીટ” પ્રાથમિક રિપોર્ટ કાલ સાંજ સુધી આવી જશે
વિસ્તૃત અહેવાલ આગામી 10 દિવસ રાજય સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવે તેવી સંભાવના
રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નીકાંડની તપાસ માટે રાજય સરકાર દ્વારા આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ઘટના બન્યાની થોડી કલાકોમાં જ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન આવતીકાલે સાંજ સુધીમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ આપી દેવામાં આવશે.
અગ્નીકાંડની તપાસ કરવા માટે રચાયેલી ખાસ તપાસ ટીમમાં સીઆઈડી ક્રાઈમના પોલીસ અધિક્ષક સુભાષ ત્રિવેદીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જયારે સભ્ય તરીકે બંછાનીધી પાની, એચ.પી.સંઘવી, જે.એન.ખડિયા, એમ.બી. દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘટનાની થોડી જ કલાકોમા તપાસ ટીમ દ્વારા તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી તપાસ પર સતત નજર રાખી રહ્યા છે.
તપાસ સમિતિને 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ આપવો તેવી તાકીદ કરવામાં આવી હોય આવતીકાલે સાંજે 72 કલકાની અવધી પૂર્ણ થઈ રહી હોય કાલ સાંજ સુધીમાં પ્રાથમિક રપોર્ટ સોંપી દેવામાં આવશે. તેવી સંભાવના જણાય રહી છે. દરમિયાન વિસ્તૃત અહેવાલ આગામી 10 દિવસમાં આવી જશે.
“સીટ” ટીમ દ્વારા વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહ્યો છે જેમાં 1. કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બનવા પામેલ છે.,2. ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ, 3. ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવેલ હતી., 4. ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજુરી મેળવવામાં આવેલ હતી કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલ કે કેમ, 5. આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ હતી કે કેમ, 6. ગેમીંગ ઝોનમાં આકિસ્મક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા કરવામાં આવેલ હતી, 7. ગેમીંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝીટ માટે શુ વ્યવસ્થા હતી, 8. આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમીંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઇ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ ઉપરાંત 9. ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ લેવા જેવા પાસાઓની તપાસણી કરાશે.
ઝછઙ ગેમઝોન દૂર્ઘટનામાં લાપતા લોકોની તસવીરો જોઇ પરિવારજનોનું
હૈયાફાટ રૂદન
રાજકોટમાં બનેલો અત્યંત દુ:ખદ બનાવ એટલે ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડ.આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે,જેમાં 34 જેટલા લોકોએ તેમના પરિજનોને ગુમાવ્યા છે.એક સાથે 34 લોકોના જીવન મિનિટોમાં ભસ્મીભૂત થયા છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદયકંપી રુદનથી સિવીલની દીવાલો ધ્રુજી ઉઠી છે.લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે.બનાવના બે દિવસને અંતે તંત્ર દ્વારા મૃતકોની ઉગઅ ટેસ્ટના આધારે પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના કાલાવડ રોડનો ઝછઙ અગ્નિકાંડનો આ કરુણ બનાવ કુલ 34 જેટલા લોકોને ભરખી ગયો છે,ત્યારે તેના ચોક્કસ આંકડા વિશે હજુ સુધી સત્તાવાર કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી.બે દિવસ પૂર્વે ઘટેલા આ અગ્નિકાંડમાં અકાળે અવસાન પામેલા નિર્દોષોના મૃતદેહ એ હદે બળીને ભડથું પામ્યા છે કે તે સ્ત્રી છે કે પુરુષ છે એની ઓળખાણ થવી પણ અતિશય મુશ્કેલ થઈ પડ્યું છે.ત્યારે પરિવારના સભ્યો સાથે ઉગઅ ટેસ્ટ થયા બાદ સેમ્પ્લને ગાંધીનગર ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા અને મૃતક પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી.
આ અગ્નિકાંડમાં જીવ ગુમાવેલા હતભગીઓના પરિવારોને 48 થી 72 કલાકને અંતે આજ રોજ ઉગઅ ટેસ્ટ થયા બાદ મૃતદેહ સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ત્યારે સિવિલ હોસ્પિટલમાં પરિવારો પોતાના સ્વજનોને આ સ્થિતિમાં જોઈ શોકમાં ગરકાવ થયા છે.સિવિલ હોસ્પિટલની દીવાલો મૃતક પરિવારની રોકકળ અને વેદનાથી ગુંજી ઉઠી છે.ઘણા એવા પરિવારો કે જેના પરિજનો ક્યાં અને કઈ સ્થિતિમાં છે? તે અંગે જેઓને જાણ પણ નથી.ત્યારે પરિવારને ડરની સાથે એક આશાની જ્યોત હતી,કે મારું સ્વજન હેમખેમ હશે ત્યારે ઉગઅ ટેસ્ટ મેચ થયા બાદ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા પરિવારના સભ્યોના હૃદય કંપી ઉઠ્યા છે.આજ સિવિલ હોસ્પિટલમાં પરિવારો પોતાના પરિજનોને આ સ્થિતિમાં જોઈ સ્તબ્ધ થઈ ચૂક્યા છે.
આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 34 લોકોની યાદીમાંથી જેની કોઈ પણ જાતની ઓળખ થવા નથી પામી અને જેઓ લાપતા છે તેઓની યાદી જાહેર કરવામાં આવી છે.ત્યારે ગત રાત્રિથી પરિવારને ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ કરી મૃતદેહ સોંપવા સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે.મૃતક પરિવારના હૈયાફાટ રુદન સાથે સિવિલ હોસ્પિટલની દીવાલો કંપી ઊઠી છે.કોઈએ તેના પતિને તો કોઈએ તેના પુત્રને ગુમાવતા પરિવારોએ તેની ભાવિ પેઢી ગુમાવી છે.આ અગ્નિકાંડને ઇતિહાસના પાનામાં રાજકોટ શહેરના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવશે. એકના એક પુત્રને ગુમાવેલા કે પરિવારની છત્રછાયારૂપી પિતાને ગુમાવેલા બાળકો આજ અનાથ બન્યા છે.આજે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમે મૃતકના પરિજનો પોતાના વ્હાલસોયા સ્વજન માટે કતારમાં ઉભા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજ છ પરીજનોની ઓળખ કરી તેઓને મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.મૃતદેહ સોંપવાની કામગીરી પૂર્ણ થતાં અંદાજે એક અઠવાડિયું વિતી જવાની સંભાવના છે.તંત્રે મૃતદેહોને મૃતક પરિવારોને સોંપવાની કામગીરી હાથ ધરી છે.
છ મૃતકોની ઓળખ મેળવવી મુશ્કેલ : બાકીના મૃતકોની ઓળખ માટે ગાંધીનગરમાં તપાસનો ધમધમાટ : નવ લોકો સારવારમાં
ડીએનએ મેચ થયેલા છ મૃતદેહો પરિવારજનોને સોંપાયા
આ અગ્નિકાંડમાં કરવામાં આવેલા ઉગઅ સેમ્પલના રિપોર્ટના આધારે મૃતદેહો સોંપવામાં આવ્યા છે.એટલું જ નહિ ગાંધીનગરમાં મોકલવામાં આવેલા આ સેમ્પલના આધારે ગૃહવિભાગે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે.જેના આધારે છ મૃતકો એવા છે કે જેની ઓળખ થવી મુશ્કેલ છે અને નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું ખુલ્યું છે. એર એમ્બ્યુલન્સ દ્વારા ઉગઅ સોંપાયા છે.રાજ્યમાં આ ઘટનાને અંતે ગમગીની છવાઈ જવા પામી છે.હજુ તપાસનો ધમધમાટ જારી છે. ચોક્કસ તપાસને અંતે જ કુલ કેટલા લોકો આ બનાવમાં મૃત્યુ પામ્યા છે એ અંગે સત્તાવાર સ્તરે સચોટ આંકડો રજૂ કરવામાં આવશે.