- વળાંક સુઘરે તો અક્ષર આપો આપ સુધરશે
આજે તો વિઘાર્થી સિવાય બહું જ ઓછા લોકો લખે છે, છાત્રોના અક્ષરો જેટલા સારા તેટલા જ તમે પરીક્ષકને પ્રભાવિત કરી શકો, આજે કોમ્પ્યુટર યુગ આવતા આપણે ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી ટાઇપ કરીને જ કામ ચલાવી લઇએ છીએ, લેખન કલા બધા જ ભૂલતા જાય છે
સારા અક્ષર શ્રેષ્ઠ કેળવણીની નિશાની છે. પૂ. મહાત્મા ગાંધી પોતે કબુલતા કે મારા અક્ષરો ખરાબ થાય છે. ડોકટરના અક્ષરો તો મેડીકલ સ્ટોર વાળા જ ઉકેલી શકે છે. ઘણા તો પોતે લખેલ પોતે પણ ન વાંચી શકે એટલી હદે ખરાબ અક્ષર હોય છે. હાથે લખેલ ઉપરથી ટાઇપીંગ કરતા લોકોને જ સારા અક્ષરનું શું મહત્વ છે, તે બરોબર સમજાય છે
- આજના યુગમાં હવે છાત્રો, શિક્ષકો, પત્રકારો, લેખકો વિગેરે જેવા લોક જ હાથે લખે છે.
- બાકી કોઇને લખવાનો મહાવરો જ નથી
શાળાઓમાં સુંદર લેખન, શ્રૃત લેખન જેવું શિક્ષક દરરોજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના ફરા લખાવતા ને સારા અક્ષર હોવ તેને નંબર આપતા, આવી સ્પર્ધા પણ થતી, આ યુગ ચાલ્યો ગયો આજે પેપર ચેક કરતાં શિક્ષકોને ખબર છે કે છાત્રોના અક્ષર કેવા થાય છે. એક વાત નકકી છે કે જો તમે પેપરમાં ખુબર સારા અક્ષરે લખો તો તમો પરિક્ષક ઉપર પ્રભાવ પાડી શકો છો. વિઘાર્થી જીવનમાં પ્રાથમિક શાળા કે હાઇસ્કુલ, કોલેજ કે ઉચ્ચ શિક્ષણમાં લેખન મહાવરા સાથે મોતીના દાણા જેવા અક્ષરોનું વિશેષ મહત્વ છે. આજે સમાજમાં હજારોમાં એક-બે ના આવા સુંદર અક્ષરો જોવા મળે છે.
પહેલાના જમાના સગાઇ થતી ત્યારે પત્નીને બંધ કવર માં સુંદર પ્રેમ પત્રો સાથે વિવિધ ચિત્રો સાથે શ્રેષ્ઠ લેટર મોકલતા એ યુગ પુરો થયો ને હવે શોર્ટ મેસેજથી બધુ આંગણીના ટેરવે તૈયાર ભાણે મોબાઇલમાં જ મળી જતાં અક્ષરો બધાના બહુ જ બગડવા લાગ્યા છે. અક્ષરો સુધારવા સાવ સામાન્ય બાબત છે. જો તમારા વળાંક સૃુધરે તો જ તમારા અક્ષર સુધરે એ વાત નકકી છે. આજે તો ગોળ રાઉન્ડ પણ સરખુ કરી શકતા નથીને સીધી લીટીમાં કોઇ લખી પણ શકતું નથી, ત્યાં સારા અક્ષરની વાત કયાં કરવી.
અક્ષર સુધારવા આજે ઓનલાઇન કલાસ ચાલે છે. તમે ઘરે બેસીને જોડાય શકો સાથે કેલિગ્રાફીના કલાસમાં જોડાયને પણ અક્ષરો સુધારવાના પ્રયાસ કરી શકો છો. સૌથી અગત્યની બાબતમાં સતત પ્રેકિટસ સાથે તમારો ઉત્સાહ જ આમા સારા પરિણામો આપી શકશે, સંગીતકારો જેમ દરરોજ રિયાઝ કરે તેમ તમારે તમારા વિવિધ વળાંકો ઉપર ઘ્યાન કેન્દ્રીત કરીને પ્રેકિટસનો મહાવરો રાખવો પડે.
વિવિધ વળાંક માટે રફ પેપર કે અખબાર જેવા નકામા પેપરમાં પ્રેકિટસ કરી શકો છો. અક્ષરો ખરાર હોય છે એટલે શિક્ષકો માતા-પિતા આપણે પ્રેકિટસ કરવા બેસાડી દે પણ તે ઝડપથી ના સુધરે તેમાં ધીરજ સાથે સમય પણ આપવો પડશે, પેન પકડવાની સ્ટાઇલ પણ બદલવી પડે કારણ કે સંશોધકો કહે છે કે ત્રણ આંગણી વડે જ પેન પકડેલી હોવી જોઇએ, એટલે પહેલી આંગણી, બીજી આંગણી અને અંગુઠો અંગુઠો અને પહેલી આંગણી પેન પકડે ને બીજી આંગણી તેને સપોર્ટ આપે છે. આ રીતે લખવાની વિજ્ઞાનીક રીત છે. આ રીતે દરરોજ એક પાનુ લખો પછી તો ગ્રીપ પકડાશે એટલે આપોઆપ અક્ષરો સુધરવા લાગશે.
ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે. સારા અક્ષરો બીજા વ્યકિતના ઘ્યાનનું આકર્ષિત કેન્દ્ર સાથે આપણે આપણાં વ્યકિતવ્ય છાપ ઉપસાવે છે. આપણી બોલવાની છટા સાથે સારા અક્ષરો થતાં હોય તો તમે ગમે તેને ઇમ્પ્રેસ કરી શકો છો. અભ્યાસમાં સુંદર અક્ષરનું વિશેષ મહત્વ છે, સુંદર અક્ષર એ વિદ્યાદેવી માઁ શારદાનું આવશ્ય અંગ છે. અભ્યાસની સર્વ બાજુ આપણી શ્રેષ્ઠ હશે પણ અક્ષરો સારા નહીં હોય તો આપણી સર્વ સિઘ્ધીઓને ઢાંકી દેશે, સુંદર અક્ષર જ હાથનું ધરેણું છે. અમુક છાત્રોના કોમ્પ્યુટર કરતાં પણ સારા અક્ષરો થતાં હોય છે. એક વાત આજના યુગની કે મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ વધારે થઇ ગયાં છે. જેને કારણે બાળકોને તેના પર લખવું સરળ લાગે છે પણ નોટબુકમાં લખવું ગમતું નથી, આ કારણે પણ ઘણા છાત્રોના અક્ષરો બગડી ગયા છે. હેન્ડ રાઇટીંગ સુધારવાને કારણે ઘણો ફાયદો છાત્રોને મળતો હોય છે. અક્ષર સુધારણા માટે તમે જે ટેબલ પર લાખો છો તેની ઉંચાઇ પણ બરોબર હોવી જરુરીછે. તમારા સંતાનો રાઇટીંગ પ્રોજેકટ આપો જેમાં તે તેના મિત્રો કે પરિવારમાં અન્યને પત્ર લખે જેને કારણે લેખન મહાવરો આવતા તેમાં સુધાર લાવી શકાય છે.
અક્ષરો સારા હોય પણ બે શબ્દો વચ્ચેની જગ્યાના રાખે તો પણ અર્થનો અનર્થ થઇ જાય છે. સારા, સુઘડ, સુવાચ્ય, મરોડકાર અને સ્વચ્છ અક્ષર પ્રતિભાશાળી વ્યકિતત્વનો અરીસો છે. આ સુંદર અક્ષરોની શરુઆત બાલ્યકાળથી કરાય તે ખુબ જ અનિવાર્ય છે. શાળાઓમાં આ બાબતો વિશે કાળજી લેવાય જેમાં વળાંકો અને આકારો સાથે લખાણને પુરતું પ્રોત્સાહન મળે તો છાત્રોની લેખનકળા સુધરે, સરકારે ગત વર્ષે જે અક્ષર સુધારણા પ્રોજેકટ શાળા કક્ષાએ શરુ કર્યો હતો. અક્ષરો વ્યકિતની કોઇપણ ઉંમરે સુધરી શકે જરુર છે. માત્ર શીખનારનાં શ્રેષ્ઠ પ્રયત્નોની આજે તો ઘણા શિક્ષકોના જ અક્ષરો બોર્ડના બહુ જ ખરાબ જોઇને છાત્રો પણ એજ ગાડુ ગબડાવે જાય છે.
જીવન અને અભ્યાસમાં સુંદર લેખનની ઉપયોગીતા
* સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.
* સારા પરિણામ માટે
* સારા વ્યકિતત્વ માટે
* અર્થનો અનર્થ ન થાય તે માટે
* સુંદર લેખિત અભિવ્યકિત માટે
* લેખન કાર્યમાં સુઘડતા આવે તે માટે
* લેખનની ચોખ્ખાઇ માટે
* સારી કેળવણીની છાપ પડે તે માટે
*સારા, સુઘડ, સુવાચ્ય, મરોડદાર અને સ્વચ્છ અક્ષર પ્રતિભાશાળી વ્યકિતત્વનો અરીસો
*જીવન અને અભ્યાસમાં સુંદર લેખનની ઉપયોગીતા
સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.