કરીના-સૈફનો ગલગોટા જેવો બાબો આજે એક વર્ષનો થયો
સુપરસ્ટાર કિડ તૈમુરનો આજે ૨૦મી ડિસેમ્બરે બર્થ ડે છે. જી હા, બોલીવુડ કપલ સૈફ અલિ અને કરીના કપુરનો ગલગોટા જેવો બાબો આજે એક વર્ષનો થઈ ગયો છે.
અત્યારે શાહરુખ ખાનનો પુત્ર અબરામ ખાન, ઐશ્ર્વર્યા-અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન, આમીર ખાનનો પુત્ર આઝાદ રાવ ખાન સ્ટાર કિડસ તરીકે જાણી છે. એમાંય અબરામ, આરાધ્યાએ તો તેની સ્કૂલના એન્યુઅલ ફંકશનમાં પ્રથમ સ્ટેજ પર્ફોમન્સ પણ આપ્યું.
આમ છતાં આ બધામાં તૈમુર એવો પ્રથમ સ્ટાર કિડ છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ છવાયેલો છે. એટલે તેને સુપર સ્ટાર કિડ કહેવો પડે છે. સ્વાભાવિક રીતે જ તૈમુરના જન્મદિન નિમિત્તે સૈફ અલિનો પૈતૃક બંગલો પટૌડી પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. આજે અહીં જશ્ન મનાવાઈ રહ્યો છે. નાની બબિતા, માસી કરીશ્મા કપૂર, ફોઈ સોહા અલિ, ફૂઆ કુણાલ ખેમુ, ઓરમાન ભાઈ-બહેન સારા અને ઈબ્રાહિમ અલિ તથા કરીનાની બહેનપણીઓ મલાઈકા અરોરા, અમૃતા અરોરા, ડીઝાઈનર મનિષ મલ્હોત્રા, કપૂર ખાનદાનમાંથી નાના રણધીર કપૂર તથા અન્ય કપૂર્સ પટૌડી પેલેસ પહોંચી રહ્યાં છે.
ટૂંકમાં આજે પટૌડી રીયાસતનો સૌથી છોટે નવાબ તૈમુર અલિ ખાન જાણે એક દિવસનો ‘રાજા’ બની ગયો છે.