- આપણાં જીવનનો મહત્વનો ભાગ એટલે આપણો ભાઇ: તેના વિશે સેંકડો પુસ્તકો, ફિલ્મો, ચિત્રો, કવિતાઓ અને નાટકોએ પ્રેરણા આપી છે: રાઇટ બંધુએ પ્રથમ એરોપ્લેનની શોધ કરી હતી
- મેરા ભાઇ તું મેરી જાન હે… આજે વર્લ્ડ બ્રધર્સ ડે
- દુનિયામાં ઘણા સગાભાઇઓની સાથે મળીને મેળવેલી સફળતાનો ઇતિહાસ છે: માર્કસ બ્રધર્સે તેમની પ્રથમ ફિલ્મ રજુ કરી હતી: આપણાં જીવનનો સુખ-દુ:ખનો સાથી એટલે આપણો સગોભાઇ
માનવ જીવનમાં આપણે જન્મથી જ ઘણાં સંબંધો સાથે બંધાય જઇએ છીએ, પણ લોહીના સંબંધ વાત કરીએ તો આપણાં જન્મ દાતા મા-બાપ પછી આપણાં ભાઇ-બહેન સીધા આપણાં જીવનમાં આવે છે. આજે ઘણાં દેશોમાં આ ભાઇઓના દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે બન્ને ભાઇ સાથે મળીને સફળતા મેળવી હોય તેવા રાઇટ બ્રધર્સ યાદ આવે છે, જેને એરોપ્લેનની શોધ કરી હતી. આપણે ત્યાં સંયુક્ત કુટુંબ પરિવારમાંથી આજે વિભક્ત કુટુંબો થયા છે ત્યારે અન્ન જુદા તેના મન જુદા જેવી વાતો જોવા મળે છે. અપવાદરૂપ ભાઇ-ભાઇને સુખ-દુ:ખમાં મદદ કરતો હોય ત્યારે ‘ભાઇ હોતો ઐસા’ જેવો શબ્દ નીકળી જાય છે. ભાઇના સંબંધો વિશે સેંકડો પુસ્તકો, ફિલ્મો, ચિત્રો, કવિતાઓ અને નાટકોએ આપણને પ્રેરણા આપી છે.
માર્ક્સ બ્રધર્સે તેમની પ્રથમ ફિલ્મ રજુ કરી હતી, તો રામાયણમાં રામ-લક્ષ્મણની જોડીની વાત જાણીતી છે. વર્ષોથી આપણાં પરિવારની પરંપરામાં મોટાભાઇનું માન જાળવવાનું સમજાવાયું છે. આજના યુગમાં જર-જમીનને જોરૂને કારણે ભાઇ-ભાઇ વચ્ચે ઝગડાઓ, પોલીસ કેસ કે કોર્ટ કચેરી સુધી પહોંચી ગયા છે. સંયુક્ત પરિવારમાં નબળો ભાઇ બધા વચ્ચે સચવાઇ જતો હતો. 2001થી આ રાષ્ટ્રીય ભાઇ દિવસ ઉજવાય છે, જેનો આરંભ પણ ડેનિયલ સેડ્સ દ્વારા તેમના ભાઇની યાદમાં સ્થપાયો હતો. આ દિવસ ઉજવવો સરળ છે, કારણ કે આપણાં પરિવાર ભાઇ-બહેન સગા હોવાના જ, ઘણા તો એક જ ભાઇ હોય તો અન્ય પરિવાર કે બહારનાં મિત્ર સાથે ભાઇ કરતાં પણ વધુ સંબંધ પ્રસ્થાપિત થયો હોય છે.
દૂરદૂર રહેતા ભાઇ-બહેનો તહેવારોમાં કે દુ:ખદ કે સુખદ પ્રસંગે ભેગા થતાં હોય છે. આજે સોશિયલ મીડિયાના યુગમાં વીડિયો કોલના માધ્યમથી સતત જોડાયેલા રહેવાનો મોકો મળી ગયો છે. જીવનમાં ભાઇ સાથે ઘણી બધી વસ્તુંઓ કરવાનું ચુકી ગયા હોય તો આજે મોકો છે, ભાઇને ગળે લગાડીને એક ભાઇચારાની ભાવના સાથે સહાયભૂત થવાનું પ્રોમિસ આપજો. ‘હેશ ટેગ બ્રધર્સ ડે’નો ઉપયોગ કરીને ભાઇને સરપ્રાઇઝ આપી શકો છો. નાના કે મોટા ગામ કે શહેરમાં રહેતા પરિવારજનો ભલે દરરોજ ન મળતાં હોય પણ, રવિવારે બધા સાથે મળીને ભોજન લો અને બહાર પીકનીક ગોઠવીને ભાતૃભાવનો પ્રેમ તમારા મા-બાપની સાથે તથા ભાઇ-બહેન સાથે બાંટો એજ જીવન છે.
શું આજે તમારા જીવનસાથી સાથે પારિવારિક ભાવનાની વાત કરીને ફરી જૂની શૈલીમાં ઉજવણી કરવાની ઇચ્છા થાય તો જ તમે સાચુ જીવન જીવી રહ્યા છો. ભાઇને સુંદર ગીફ્ટ કાર્ડ કે તેના જન્મદિવસે સરપ્રાઇઝ વસ્તું આપીને પ્રેમમાં વધારો કરી શકો છો. પહેલા તો રાત્રે બધા ભેગા મળીને કેવો નિજાનંદ કરતાં હતા, આજની ભાગદોડ વાળી જીંદગીમાં બધુ વિસરાય ગયું છે. આજના ચેટીંગ યુગમાં તમે ભાઇ-બહેન સાથે નિયમિત વાત કરો છો? તમે તેની સાથે કનેક્ટ છો, કે માત્ર કનેક્શન ધરાવો છો તેવા પ્રશ્ર્નો તમારા હૃદ્યને પૂછજો. ભાઇનો સથવારો હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થઇ જવાય છે. ભાઇ એટલે માત્ર સગોભાઇ નહી પણ કાકા કે માસી-મામા-ફઇબાના સંતાનો પણ આપણાં ભાઇ જ ગણાય છે.
ઘણાં કિસ્સામાં જોડીયા સંતાનોમાં પણ ભાઇ-ભાઇ કે બહેન તેના 100 ટકા ડીએનએથી જોડાયેલા હોય છે. આજનો દિવસ તમામ પ્રકારનાં ભાઇચારાની ઉજવણી કરવા માટે અસ્તિત્વમાં છે. ભાઇ-બહેનનું બંધન સ્વાભાવિક રીતે ખૂબ જ મજબૂત હોય છે, જેમાં સાથે રમવું-જમવું-ભણવું-ઉછરવું-મુશ્કેલીમાં પડવું-રમતો રમવી હોવા છતાં એકભાઇ બીજા કરતા આગળ નીકળી જાય છે. ભાઇ તેના નાનાભાઇના અભ્યાસ માટે પોતે ભણવાનું પણ મુકીને સંપૂર્ણ જીવન ન્યુછાવર કરી દે છે. આપણાં પ્રાચિન ગ્રંથોમાં ભાઇઓ વચ્ચેના સંબંધો, પ્રેમનું વર્ણન જોવા મળે છે. આપણાં ભાઇ-બહેનો વચ્ચેના જન્મથી સંબંધો શરૂ થાય, અને મૃત્યું સુધી અકબંધ રહે છે, પણ આજના યુગમાં તકલાદી બની ગયા છે.
ભાઇ-ભાઇ કે બહેન એક જ પેઢીના હોવાથી વિચારો સાથે સમજદારીમાં ઘણું સામ્ય જોવા મળે છે. ભાઇબીજ, રક્ષાબંધન જેવા તહેવારો પણ આપણી હિન્દુ સંસ્કૃત્તિમાં જોવા મળે છે. માતા-પિતા સામે એકબીજાની ભૂલો છુપાવવા કે મદદ કરવામાં ભાઇ-બહેન પહેલા આગળ આવે છે. આપણાં બાળગીતોમાં આ સંબંધોની ઘણી વાતો વણાયેલી છે. ગત વર્ષે વી.આઇ.પી. લોકો, ફિલ્મ સ્ટારો, ટીવી સ્ટારોએ આ દિવસની ઉજવણીની વિવિધ પોસ્ટ શેર કરીને ફોટા અપલોડ કર્યા હતા. જોડીયા સંતાનોનો સંબંધ તો માતાના ગર્ભમાંથી જોડાયેલો હોય છે.
ભાઇ-ભાઇ કે બહેનના સંબંધો ભલે ખટ્ટા-મીઠા કે લડતા-જગડતા હોય, પણ બંને વચ્ચે અતૂટ નાતો જોડાયેલો હમેંશા રહેવાનો છે. આ એકમાત્ર સંબંધ છે, જે પ્રારંભથી સુખ-દુ:ખ-આનંદ સાથે પારિવારિક માહોલમાં ઉછર્યો હોય છે. નાનાભાઇ માટે મોટોભાઇ પિતાતુલ્ય હોય છે. આ સંબંધોમાં પ્રેમ-હૂંફ-લાગણી-સમજદારી-સહનશિલતા વિગેરે જોવા મળે છે. ઘણીવાર છોકરીને ભાઇ ન હોય તો ધર્મના ભાઇ પણ હોય છે. આવા મહાન ભાઇચારાના સંબંધોમાં ઘણીવાર એવા કિસ્સા સમાજમાં જોવા મળે છે, ત્યારે શરમથી માથુ ઝુકી જાય છે. કોઇ છોકરી જ્યારે કોઇને ભાઇ કહ્યા પછી એની ઉપર સલામતીનો ભરોસો બેસી જાય છે. પહેલાના જમાનામાં એટલે કે પાંચ દાયકા પહેલા ભાઇ-ભાઇના સંબંધોનું મહત્વ કંઇક અનેરૂં હતું. આજે બદલાયેલા યુગમાં આ સંબંધો પણ બદલાય ગયા છે, ને મનભેદ-મતભેદ કે સ્વાર્થવૃત્તિને કારણે તકલાદી બન્યા છે.
ભાઇઓને ‘જીવવાની સાચી રીત’ ભેટ આપીને ભાઇચારો ફેલાવીએ
વર્લ્ડ બ્રધર્સ ડે એ તમારા ભાઇઓ માટે પ્રેમ-લાગણી વ્યક્ત કરવાની સાથે ભાઇચારો ફેલાવવાનો દિવસ છે. આજે ભાઇઓને ‘જીવવાની સાચી રીત’ ભેટ આપીને આજની જીવનશૈલીમાં બદલાવ લાવીને ફરી પારિવારિક પ્રથાનો ભાઇનો પ્રેમ લાવવાની જરૂર છે. આ દિવસ અમેરિકામાંથી વિકસિત થયો છે, ત્યારે આપણા દેશે ટેકનોલોજીના વિકાસ વચ્ચે હજુ પણ કુટુંબને અકબંધ રાખવા માટે યોગ્ય જીવનશૈલીની જરૂર છે. માનવજાતમાં ક્રાંતિ લાવવા માટે લખાયેલ ‘વે ઓફ લિવિંગ’ એક શ્રેષ્ઠ પુસ્તક છે. ભાઇ શબ્દ લેટિન મૂળ ફ્રેટર અને પ્રોટો-જર્મેનિક બ્રોથાર પરથી આવ્યો છે, જે પોતે પ્રોટો-ઇન્ડો-યુરોપિયન મૂળ ચાર્ટરમાંથી આવ્યો છે. ભાઇ ગુનામાં ભાગીદાર, સમર્થનના સ્ત્રોતો અને અનન્ય રીતે સમજનારા વિશ્ર્વાસુ તરીકે આપણાં જીવનમાં ભાઇની ભૂમિકા મહત્વની હોય છે.