- અબતકની શુભેચ્છા મુલાકાતે ગૌ મૂત્ર અર્કથી થતાં લાભ અંગે યોગ કક્ષા ફાઉન્ડેશન સભ્યોએ આપી વિગત
યોગકક્ષા ફાઉન્ડેશન સ્વસ્થ ભારત સશકત ભારત અભિયાન હેઠળ સર્વે ભારતવાસીઓનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે અને ભારતનો નાગરીક યોગ, આર્યુવેદ તેમજ નૈસર્ગિક ઉપચારની પઘ્ધતિ તરફ વળે તે માટે દરેકને ગૌમુત્રના અર્કનું નિ:શુલ્ક વિતરણ દરરોજ સવારે 10 થી 1 સુધી યોગ કક્ષા ફાઉન્ડેશન રાધેક્રિષ્ના, 1/4 પુનમ સોસાયટી, પટેલ બોડીંગ પાસે, મવડી પ્લોટ, રાજકોટ ખાતે કરવાની શરુઆત કરવા જઇ રહ્યા છીએ. જેમાં બી.એ.પી.એસ. સંસ્થાની ગૌશાળા રાજકોટનું યોગદાન મળેલ છે. જેમાં દરેક વ્યકિતને રોગ અનુસાર અર્કની માત્રા તેમજ ગૌમુત્રના અર્કનું સેવન કોણે કરવું અને કોણે ન કરવું તેની તમામ માહીતી યોગકક્ષા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે.
અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિશાલ સોજીત્રાએ જણાવ્યું હતું કે, ગૌ મુત્રના અર્કના સેવન માત્રથી અનેક પ્રકારના શારીરિક રોગોથી મુકિત મેળવી શકાય છે. આજનો વ્યકિત પોતાના પરિવારના સભ્યોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા ઘણા બધા નાણાનો વ્યય કરે છે. ગૌ મુત્રના અર્કના સેવનથી રોગ પ્રતિકારક શકિત વધારી શકાય છે અમુક પ્રકારના વિટામીન્સ અને ખનીજ દ્રવ્યોની પૂર્તિ થઇ શકે છે. અને સ્વસ્થ જીવન જીવી શકે છે. અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ કરી શકે છે. તેના માટે આ એક નવતર પ્રયાસ કરી રહ્યા છીએ.
અબતકની શુભેચ્છા મુલાકાતે વિશાલભાઇ સોજીત્રા, યોગ ગુરુ કિશોરભાઇ પઢીયાર, ટ્રસ્ટી નિશાબેન ઠુમર, સભ્ય નયનાબેન પીપડીયા, નીમીશાબેન આહિર, અંજુબેન પટેલ વગેરે સંગીતાબેન ખારેચા, હર્ષાબેન વસોયા ઉ5સ્થિત રહ્યા હતા.