- લો-પ્રેશર વાવઝોડામાં સક્રિય થશે તો 24-25 મેના ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના
ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે, પરંતુ બુધવાર સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ તેવી શક્યતા છે. અને ત્યારબાદ જો આ લો-પ્રેશર વાવઝોડામાં સક્રિય થશે તો 24-25 મે ના ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના છે.જો કે, આ નીચા દબાણનું ક્ષેત્ર મોસમના પ્રથમ પ્રી-મોન્સુન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે. પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર, નવી દિલ્હીએ સોમવારે તેની હવામાન આગાહીમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સવાર સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે. બુધવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઇ જશે.હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું, કે નીચા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે અને આ સમયગાળા દરમિયાન આ પ્રેશર ચોમાસાની શરૂઆત કરવામાં મદદરૂપ થઇ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ ઉલ્લેખનિ છે કે, કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મેના રોજ એક લો-પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને ક્યાં વિસ્તારને અસર કરશે તે મુદ્દે હવામાન વિભાગે હજુ સુધી કોઇ સ્પષ્ટ આગાહી કરી નથી પરંતુ આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે.