- અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા આગેવાનોએ પ્રથમ સમુહ લગ્નોત્સવની આપી માહિતી
આંબાભાઈ માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ વોર્ડ નં 15 મેઘવાળ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવનું 23.5ના ગુરૂવારે રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેઘવાળ સમાજ 11 દિકરી દિકરીઓને સામાજિક ધાર્મિક રીત રિવાજો તેમજ પરંપરાગત સંસ્કૃતિ મુજબ સંતો મહંતોના આર્શીવાદ સાથે સામાજિક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમા નવ યુગલો દામ્પત્ય જીવનના તાંતણે બંધાશે.
અબતકની શુભેચ્છા મુલાકાતે વાસુદેવ સોલંકીએ જણાવ્યું હતુ કે, તા.22.5 બુધવાર રાત્રે 9 થી 11 દાંડીયા રાસોત્સવમાં સમુહ લગ્નોત્સવ સમિતિના દાતાઓ અને સભ્યઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. તા.23/05/2024 ના મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી ગીરીજી બાપુ તેમજ મોગલકુળ ચારણ ઋષિ કબરાઉ મોગલધામ કચ્છ ખાસ ઉપસ્થિતમા 11 નવ દંપતીઓને આશીર્વાદ આપીને સમુહ લગ્નોત્સવની શોભા વધારશે.વોર્ડ નં 15 મેઘવાળ સમાજ દ્વારા અગાવ પણ સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેમાં ચોપડા વિતરણ આયુષ્યમાન કાર્ડ કેમ્પ આર.ટી.આઈ ઓનલાઈન ફોર્મ ભરવા કેમ્પ તેમજ આંબાભાઈ માનવસેવા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કોરાના મહામારી સમય દરમિયાન વિસ્તારમાં મધ્યવર્ગી પરિવારને રાશનકિટ આપવામાં આવી ત્યારબાદ જરૂરિયાત મંદ પરીવારને એન.એફ.એસ.એલ. સહાયનો લાભ અપાવામા આવ્યો આવા અનેક સામાજિક પ્રવૃત્તિઓને પ્રથમ પ્રાધાન્યમા સફળતા મેળવવા બાદ પ્રથમ વખત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં 90 જેટલી કરીયાવરમા સામગ્રી દાતાઓ દ્વારા ઉત્સાહ અને ઉમંગ સાથે દિકરીઓને આર્શીવાદ રૂપી આપવામાં આવી.
અબતક,ની શુભેચ્છા મુલાકાતે સમુહ લગ્નોત્સવ સમિતિના મુખ્ય આયોજક અમનભાઈ ગોહેલ નરેશભાઈ પરમાર.વાસુદેવ એમ.સોલકી.પ્રકાશભાઈ ચાવડા.રમેશભાઈ વઘેરા ઉપસ્થિત રહ્યા હતા.