- ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવાન પૂ. ડુંગરસિંહજી મ.સા.ની કાલે 204મી પૂણ્યતિથિ
- અબતક ચેનલ અને ડીજિટલ પ્લેટફોર્મ પર ધર્મ પે ચર્ચા કાર્યક્રમ નિહાળી શકશો
જૈન દર્શનમાં સમયક્ જ્ઞાનની વાત હોય કે શ્રદ્ધાની,ચારિત્રની વાત હોય કે તપની દરેક બાબતોમાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓનું નામ સૌ ધમે પ્રેમીઓના મુખપર પ્રથમ આવે.સમગ્ર ભારતભરમાં કાલાવડ હોય કે કોલકત્તા,ગોંડલ હોય કે ગાંધીનગર,જેતપુર હોય કે જમશેદપુર દરેક ક્ષેત્રોમાં ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ – સાધ્વીજીઓ પગપાળા વિહાર કરી તિન્નાણં – તારયાણં,સ્વ – પરના કલ્યાણાર્થે જિનાજ્ઞા મુજબ વિચરતા – ધર્મ લાભ આપતા દ્રશ્યમાન થાય છે.ગોંડલ સંપ્રદાય વટ વૃક્ષ બન્યો છે.ગોં.સં.ના સાધુ – સાધ્વીજીઓ ગોંડલથી લઈને ગાંધીનગર અરે ! છેક વાઘા બોર્ડર સુધી જૈન ધર્મનો જય જયકાર કર્યો છે તેના બીજ જેઓએ રોપ્યા છે તે મહા પુરુષ એટલે પૂ.ડુંગરસિંહજી મ.સા.આગામી વૈશાખ સુદ પૂનમના રોજ તેઓની 204 મી પૂણ્ય તિથી સમગ્ર દેશમાં તપ – ત્યાગ સાથે ઉજવાશે. ત્યારે અબતકના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતા સાથે ગોંડલ સંપ્રદાયસંઘ પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી તેમજ રાજકોટ સ્થાનકવાસી મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા તથા રોયલપાર્ક સ્થાનકવાસી મોટાસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ તેમજ જૈન સમાજ ભિષ્મપિતામહ જેવા રજનીભાઈ બાવીસીએ સાથે ઉપકારી પૂ. આચાર્ય ભગવંતના જીવનમાં ડોકયું કરીએ.
વિ.સં.1792 માં માંગરોળની પાવન ભૂમિ ઉપર સંસ્કાર સંપન્ના રત્નકુક્ષિણી માતા હીરબાઈ તથા ધર્મ નિષ્ઠ પ્રેમાળ પિતા કમળસિંહભાઈ બદાણી પરીવારના ખાનદાન ખોરડે કોહીનૂર અને કમળ જેવા એક ભૂલકાનું અવતરણ થયું. માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત સાથે કેસરી સિંહને નજદીક આવતા નિહાળેલ તેથી જન્મ થનાર બાલૂડાનું નામ
” ડુંગરસિંહ ” રાખ્યું. ચાર – ચાર બહેન અને બે ભાઈઓ સહિતના વિશાળ પરીવારમા આ બાળકનો લાડકોડથી ઉછેર થયો.
બદાણી પરીવાર એટલે પૂ.સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ અને સદા ચતુર્વિધ સંઘની ખેવના કરનારો પરીવાર.નિત્ય જિનવાણીનું શ્રવણ કરનારો આ બદાણી પરીવાર.એક વખત પરીવાર સાથે યુવાન ડુંગરસિંહ પણ ગયાં. જિન શાસનના અણમોલ રત્ન સમાન પૂ.ગુરુદેવ રત્નચંદ્ગજી મ.સા. ” માનવ ભવની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છે,સંસારમાં રહીને દૂર્લભ ભવને વેડફશો નહીં.” વૈરાગ્ય સભર પ્રવચન સાંભળી આ યુવાનમાં ટર્નીગ પોંઈટ આવ્યો.મનોમન નક્કી કર્યું કે બસ…હવે આ સંસારમાં રહેવું જ નથી.માવિત્રો તેમજ પરીવારની સવિનય અનુજ્ઞા પ્રાપ્ત કરી વિ.સં.1815 કારતક વદ દશમના દિવ બંદરની દિવ્ય ભૂમિ ઉપર પૂ.રત્નચંદ્ગજી મ.સા. પાસે ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્વીકાર કરી બીજો મનોરથ પૂર્ણ કર્યો.ડુંગરસિંહમાથી નૂતન દીક્ષિત પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયા. પૂ.ડુંગરસિંહજી મ.સા.ના પગલે – પગલે તેઓના માતુશ્રી હીરબાઈ,બહેન વેલબાઈ,ભાણેજ હીરાચંદભાઈ,ભાણેજી માનકુંવરબહેને જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનમાં ડંકો વગાડી દિધો અને પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે તિન્નાણં – તારયાણં અર્થાત્ પોતે સંસાર સાગરમાથી તર્યા અને અન્યોને પણ તાર્યા સૂત્રને તેઓશ્રીએ ચરિતાર્થ કર્યું.
- પૂ.ડુંગરસિંહજી મ.સા.કહેતા કે સાધુ બન્યા પછી સાધના જ કરવાની હોય…
- મન ને શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ….
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.ડુંગરસિંહજી મ.સાહેબે સતત સાડા પાંચ વષે સુધી નિદ્ગાનો ત્યાગ કરી તત્વ જ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો.તેઓ કહેતા કે સાધુ બન્યા પછી તપ અને સાધના જ કરવાની હોય.
વિ.સં.1845 મહા સુદ પાંચમ ગોંડલ સ્ટેટ ખાતે ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયની સ્થાપના થઈ. ગોં.સં.ના સંસ્થાપક આચાર્ય તરીકે પૂ.ડુંગરસિંહજી મ.સા.ઘોષિત થયાં.ચતુર્વિધ સંઘમાં આચાર વિશુધ્ધી લક્ષે વિ.સં.1861 માં પૂ.સાધુ – સાધ્વીજીઓનું સંમેલન કરી નિયમો એટલે કે સમાચારી બનાવી.તેઓ વારંવાર કહેતા કે *આચાર્ય એટલે સ્વયં પંચાચારનું પાલન કરે અને ચતુર્વિધ સંઘમાં પાલન કરાવે.સાધુ તો વિચરતા ભલા એ ઉકિત અંનુસાર તેઓ પોરબંદર, દીવબંદર,સૌરાષ્ટ્ર,કચ્છ,
કાઠીયાવાડ,ઝાલાવાડ સહિત અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન – બાન અને શાન વધારી.શરીર અટક્યુ ત્યારે 1871 ચૈત્ર સુદ 15 થી ગોંડલમાં શ્રાવકોની વિનંતીને સ્વીકારી સ્થિરવાસ સાથે આત્મ રમણતામાં લાગી ગયાં. તેઓ વિનય,વિવેક,વિચક્ષણતા, કરૂણા,સમય સૂચકતા સહિત અનેક સદ્દગુણોના સ્વામી હતા.
મૌન અને મુનિની પરીભાષા સમજાવતાં આચાર્ય ભગવંત કહેતાં કે મનનું શૂન્ય થવું એ મૌન અને જેનું મન શૂન્ય થાય તે મુનિ.તેઓ તેઓના મનનીય પ્રવચનમાં ફરમાવતા કે સાધુ એને કહેવાય કે સમાજ પાસેથી ખોબા જેટલું (ગોચરી – પાણી ) લે અને દરિયા જેટલું જ્ઞાનાદિ પીરસી પરત કરે.આગમ વિશે તેઓ કહેતાં કે અરિહંતના આગમ એ અમૂલ્ય વિરાસત છે.આ વિરાસત અને ધરોહરને સાચવવી એ ચતુર્વિધ સંઘનું પરમ કર્તવ્ય અને ફરજ રહેલી છે.આગમ એ તો જિન શાસનને જીવંત રાખનારી સંજીવની છે.
આચાર્ય ભગવંત કહેતા કે જન્મ ભલે સૂતા – સૂતા થાય પરંતુ મૃત્યુ તો બેઠા – બેઠા સમાધિ ભાવમાં થવું જોઈએ. તેઓને પોતાનું મૃત્યુ નજદીક દેખાતા વિ.સં.1877 ફાગણ સુદ તેરસના સોનેરી સૂર્યોદયે અનશન વ્રત અંગીકાર કરી અંતિમ મનોરથને હાંસલ કર્યો.
વૈશાખ સુદ પૂનમ ના ચત્તારી શરણં પવજ્જામિના ભાવ સાથે સમાધિભાવમાં લીન થઈ પંડિત મરણને પ્રાપ્ત કરી દેવલોક તરફ પ્રયાણ કર્યુ. તેઓએ 84 વર્ષની ઉંમરમાં છ દાયકા ઉપરાંત સંયમ જીવનનું રૂડી રીતે પાલન કરી 32 વર્ષ આચાર્ય પદને દીપાવી ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયની ગરીમા અને ગૌરવ વધારી સ્વ – પરના કલ્યાણ સાથે જિન શાસનનું નામ ઉજ્જવલ કર્યું.
આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી મ.સા.ની 204 મી પૂણ્ય તિથી ગોંડલ સહિત ભારતભરમાં તપ – ત્યાગ પૂર્વક અનંત ઉપકારી આચાર્ય ભગવંતના ગુણોના સ્મરણ સાથે ઉજવવામાં આવશે.
ગોંડલ સંપ્રદાયના સાધુ -સાધ્વીઓ સમગ્ર ભારતમાં વિચરણ કરી રહ્યા છે: રાજકોટ મોટા સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા
રાજકોટ મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું હતુ કે, ગોંડલ સંપ્રદાયના સાધુ સાધ્વીઓ સમગ્ર ભાર્તમાં વિચરણ કરી રહ્યા છે. ચેન્નયમાં ધ્યાન પ્રેમી પૂજય જશરાજસિંહ મહારાજ સાહેબ ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠ સંત છે ગોંડલ ગચ્છ શિરોમણી તેઓનો લાભ લેવા જેવો છે આ ઉપરાંત પૂ. ધીરજમૂનિ મહારાજ સાહેબ કલકતા બિરાજે છે. તેમજ પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ મુંબઈ બિરાજમાન છે. દરેક સાધુ સંતો અને દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ અને સુશાંત મહારાજ સાહેબ રાજકોટમાં બિરાજમાન છે. સર્વે સાધુ સંતો જયા પણ બિરાજમાન છે. તેમને વૈશાખ સુદ પુનમના દિવસે તપ-ત્યાગનું આયોજન થયા છે. તેમને ગુણાજીવાદ પાઠવામાં આવે છે.
પૂ. ડુગરસિંંહજી મ.સા. સમસ્ત જીન શાસનની મોંઘેરી મૂડી સમાન હતા રજનીભાઈ બાવીસી
સ્થાનકવાસી મોટા સંઘના પૂર્વ ટ્રસ્ટી અને ભિષ્મપિતામહ રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે ગોંડલ સંપ્રદાયએ ગોરવવંતો કહેવાય છે.જે આચાર્ય ભગવંત પૂ. ડુંગરસિંહ મહારાજ સાહેબ તેમનું વ્યકિતત્વ અલગ પ્રકારનું હતુ તેઓ ગોંડલ સંપ્રદાય નહિ પરંતુ સમસ્ત જીન શાસનની મામૂલ્ય મોઘેરી મૂડી સમાન હતા પૂ. સાધુ સંતોની સેવા વૈયાવચ્ચ કરવી એવા સંસ્કાર ચર્તુસંઘને આપતા અનેક ક્ષેત્રમાં વિચરણ કર્યું અને છેલ્લે ગોંડલમાં અનસનવ્રતની આરાધના કરી 61 દિવસ સંથારો ચાલેલો જે આજે પણ વિક્રમ છે.
ડુંગરસિંહજી મ.સા. સૌ કોઈના કલ્યાણમાં સિમિત બની રહ્યા: ગોંડલ સંપ્રદાય સંઘ પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી
ગોંડલ સંઘ પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી જણાવ્યું હતુ કે ગોંડલ સંપ્રદાયમાં આધ્યસ્થાપક ગૌરવવંતા આચાર્ય ગુરૂભગવંત પૂ. ડુગરસિંહજી મહારાજ સા. સમગ્ર ભારતમાં તેમના સાધુ સંતો વિચરણ થઈ રહ્યું છે. મહારાજ સાહેબ સૌ કોઈના કલ્યાણમાં નિમિત રહ્યા છે. ગુરૂદેવ ડુંગરસિંંહ મહારાજ સાહેબ જૈન સંપ્રદાય પર અને અનેક ક્ષેત્ર પર મહાન ઉપકારના કાર્ય કર્યા છે.
સંતો અને શાસ્ત્રો જિન શાસન મૂડી: રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ
રોયલ પાર્ક મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ જણાવ્યું હતુ કે ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવત ડુંગરસિંંહજી મહારાજ સાહેબ એક સરળતા અને નખાલસતા ભારોભાર પ્રવર્તતીતો આગમને ખૂબ મહત્વ આપતા તેઓ કહેતા કે આકાળમાં આપણી પાસે આગમ અને અણગાર અને સંતો અને શાસ્ત્રો એ જિનશાસનની મૂડી છે. અને તેમના અનુસંધાને લીલમબાઈ મહાસતીએ પ્રાધાન સંપાદિકા વૃંદ આદિ ગુરૂપ્રાણ આગમ બત્રિસી સંપાદન કાર્ય કર્યું તેનું દેશ વિદેશમાં પાઠન થઈ રહ્યું છે.