• એઈમ્સ હોસ્પિટલમાં 107 વર્ષના વૃદ્ધાની કરાઈ સફળ સર્જરી 
  • સાથળના હાડકાનું ઓપરેશન કરાયું ,પરિવારજનો દ્વારા તબીબ અને ટીમને આભાર વ્યક્ત કરાયો

રાજકોટ ન્યૂઝ : સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની ભાગોળે આવેલી એઈમ્સ ખાતે પ્રથમ વખત વયોવૃદ્ધ દર્દીને સફળ સર્જરી કરી તબીબ અને સ્ટાફે માવતર ની જેમ હુંફ આપી વૃદ્ધ મહિલાને આજે ડિસ્ચાર્જ કરવામાં આવતા પરિવારજનોએ એઈમ્સ સત્તાવાળાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

શહેરના મહુડી ચોકડી નજીક ઉદ્યાનગરમાં રહેતા સમજુબેન જાદવજીભાઈ પંચાસરા નામના 107 વર્ષીય વયો વૃદ્ધાને ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે ઇજા પહોંચી હતી.હાડકામાં ગંભીર ઇજા થઈ હોવાથી વૃદ્ધાને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યુ કે, વૃદ્ધાની ઉંમર 107 વર્ષ હોવાથી ખાનગી હોસ્પિટલના હવાલે રિસ્ક લેવું અમને યોગ્ય જણાયું નહિ,જેથી રાજકોટના પડધરી ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલ પર ભરોસો કરી વૃદ્ધાને અત્રે દાખલ કર્યા.Screenshot 8

એઇમ્સ હોસ્પિટલના તબીબે વૃદ્ધાને જોઈ તપાસી યોગ્ય રિપોર્ટ કરી સર્જીરી કરવા કહ્યું,જેથી વૃદ્ધાનું ઓપરેશન કરવામાં આવ્યું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, વૃદ્ધાને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર આપી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવતું હતું.એઇમ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા મેજર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પરિવારે સફળ ઓપરેશન બદલ એઇમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

આ સર્જરીને સફળ બનાવવા માટે એઈમ્સ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના શ્રેષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું,જેમાં સર્જન ડૉ. અક્ષત ગુપ્તા તેમજ આસિસ્ટન સર્જન ડૉ. રિષિત,અનેસ્થેટીક ડૉ. કીર્તિ ચૌધરી અને ડૉ. સુમિત બંસલ તથા સિનિયર નર્સિંગ ઓફિસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા યોગદાન ખડેપગે યોગદાન આપવામાં આવ્યું. એઇમ્સ હોસ્પિટલમાંથી સુખદ સારવાર લીધા બાદ 107 વર્ષના વૃદ્ધાને ખુશખુશાલ રજા આપવામાં આવી.

પાર્થ ભટ્ટી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.