Jacqueline Fernandez Cannes: જેકલીન ફર્નાન્ડીઝ પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. ફ્રેન્ચ રિવેરામાં રેડ કાર્પેટ પર ચાલતી વખતે જેકલીન ફર્નાન્ડિઝ સોનાના ચમકદાર ગાઉનમાં તબાહી મચાવી રહી હતી. ચાહકોને જેકલીનનો કાન્સ 2024નો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
Jacqueline Fernandez Stuns In Cannes 2024: ઐશ્વર્યા રાય બચ્ચન, કિયારા અડવાણી, અદિતિ રાવ હૈદરી, ઉર્વશી રૌતેલા અને શોભિતા ધુલીપાલા પછી, જેકલીન ફર્નાન્ડીઝ પણ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. જેકલીન સોમવારે રાત્રે એટલે કે 21મી મેના રોજ ઓટોમોટિવ બ્રાન્ડ BMW માટે રેડ કાર્પેટ પર ચાલી હતી. અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના પ્રથમ દેખાવ માટે ગોલ્ડન ચમકદાર ગાઉન પસંદ કર્યો હતો.
જેકલીન ફર્નાન્ડિઝે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન્સ ફિલ્મ 2024 ફેસ્ટિવલ રેડ કાર્પેટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડીઝ ગોલ્ડન ચમકદાર સ્લીવલેસ ગાઉનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેકલીનનું આ કસ્ટમ મેડ ગાઉન ફ્લોર સુધી પહોંચી રહ્યું હતું. જેકલીન ફર્નાન્ડીઝ આ બોડી શીમરી ગાઉનમાં સુંદર લાગી રહી હતી.
જેકલીન ફર્નાન્ડીઝનો લુકધમાકેદાર રહ્યો
જેકલીન ફર્નાન્ડીઝના આ ગોલ્ડન ચમકદાર ગાઉનને માઈકલ ડી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં 38 વર્ષની અભિનેત્રીના લુકની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને જેકલીને તેના ચાહકોને જરાય નિરાશ કર્યા ન હતા. જેક્લિને આ આઉટફિટ સાથે હસનઝાદે જ્વેલરી લેબલ જ્વેલરી પહેરી હતી. રેડ કાર્પેટ પર જેકલીન ફર્નાન્ડીઝનો ફર્સ્ટ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
જેકલીન રેડ કાર્પેટ પર વોક કરવા માટે ઉત્સાહિત હતી
કેન્સ 2024 જતા પહેલા, જેકલીન ફર્નાન્ડિઝે આ ઈવેન્ટમાં જવા અંગેની પોતાની લાગણીઓ શેર કરી હતી, “હું BMW સાથે મળીને આ વર્ષે ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું તેની રાહ જોઈ શકતી નથી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ચાલવું એ સન્માનની વાત છે, જ્યાં ઘણા મહાન લોકો પહેલેથી જ ચાલી ચૂક્યા છે.