- ઘટનામાં સંડોવાયેલા તમામ 16 આરોપીઓ સાત દિવસના રિમાન્ડ પર
રાપરના કાનમેર રણ વિસ્તારમાં મીઠાના અગરો માટે જમીન પર કબ્જો મેળવવા કાનમેરના રણમા થયેલ હીચકારા હુમલા અને હત્યા કેસમા રીમાન્ડ પર રહેલા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળ, હાઇવે હોટલ અને કાનમેર ગામમા બનાવ અંગે આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનુ રિક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
ગત 13મે ના બપોરે ફાયરીંગ કરી ધાતક હથિયાર સાથે થયેલા હુમલામા એકનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. 17મેના ઘટનામાં સામેલ 10 ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સહિત કુલ 16 આરોપીની ધરપકડ કરી 7 દિવસના રીમાન્ડ મેળવાયા હતા. જે દરમિયાન ભચાઉ ડીવાયએસપી સહિત પોલીસ મથકના અધિકારી-કર્મચારીના મોટો કાફલા સાથે ઘટનાસ્થળ પર આરોપીઓ સાથે ઘટનાનુ રિક્ધસ્ટ્રક્શન કરવામા આવ્યું હતું. આખી ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સુચનાથી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, એલસીબી ઇન્ચાર્જ પી.આઈ એન.એન.ચુડાસમા, રાપર પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા, ભચાઉ લાકડીયા, આડેસર પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.
આરોપી સાથે રિક્ધસ્ટ્રક્શન કર્યા બાદ મિડીયાને માહિતી આપતા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યુ હતુ કે, રીમાન્ડ દરમિયાન જરૂરી તમામ કાર્યવાહી કરાઇ રહી છે.
આરોપીઓએ ઉપયોગમાં લીધેલા હથિયાર અંગે તેઓએ તપાસ બાદ વધુ વિગતો આપવાની વાત કરી હતી.