• 15 દિવસ પહેલા 50 થી 60 રૂપિયા પ્રતિમણ મળતું ઘાસ આજે 80 થી 100ના ભાવે ખરીદવું પડે છે
  • એંકર માવઠાને કારણે ઘાસચારાના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે હવે ફરી એક વાર ઘાસચારાના ભાવમાં વધારો થયો છે. જેને લઈને પશુ પાલકો મૂંઝવણમાં મુકાયા છે.

માવઠાને કારણે ઉનાળુ પાક ને તો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે માવઠા ને કારણે ઉભો પાક પલળી ગયો   અને માવઠા ને કારણે ઘાસચારો પલળી ગયો અને ભારે પવન ને કારણે ઘાસચારા નું પાક ઢળી પણ પડ્યો ગત વર્ષ ની સરખામણી એ આ વર્ષ એ ઘાસચારા નું વાવેતર પણ ઓછું હતું ચેકડેમ અને કૂવામાં માં પાણી ના હોવાને કારણે ઘાસચારા નું વાવેતર ઓછુ થયુ હતું અને અચાનક માવઠું વરસ્યું જેને કારણે ઘાસચારો પલળી ગયો આમ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે હવે ઘાસચારાના ભાવમાં વધારો આવતા પશુ પાલકો ચિંતિત બન્યા છે. પશુ પાલકોનું કહેવું છે કે હજુ વરસાદ ખેંચાશે તો સ્થિતિ વધુ કફોડી બનશે.

ઘાસચારો અને ખોળ, ભુંસા અને રાજદાણામાં પણ ભાવ વધારો થતા ઢોરને શું ખવડાવવું એ ચિંતાનો વિષય

ધોરાજીના પશુપાલકે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે હાલ લીલા ઘાસચારાની અંદરમાં સતત ભાવ વધારો આવ્યો છે લીલા ઘાસચારાની કિંમતમાં બમણો વધારો થયો છે જે ઘાસચારો આજથી 15 દિવસ પહેલા 50 થી  60 રૂપિયા પ્રતિ મણ વેચાતો હતો તે ઘાસચારો હાલ 80 થી 100 રૂપિયા ના ભાવે ખરીદવા માટે થઈ અને પશુપાલકો મજબૂર બન્યા છે આમ જોઈએ તો ઘાસચારાના ભાવમાં અચાનક ઉછાળો આવતા પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે અને સાથો સાથ ખોળ અને ભુસા અને રાજદાણ ના ભાવ માં પણ વધારો થયો છે જેને કારણે પશુ પલકો ને પશુ પાલન નો વ્યવસાય કરવો પણ ખુબજ કઠણ બન્યું છે અને હાલ નદી નાળાઓ માં પાણી સુકાઈ ગયા છે પાણી ના હોવાને કારણે પશુઓ ને પાણી પીવડાવવા માટે પશુ પાલકો એ દૂર દૂર ભટકવું પડે છે.

વરસાદ ખેંચાશે તો હજુ ભાવ વધવાની સંભાવના: વેપારીઓ

‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે લીલા ઘાસચારાના વેપારીનું પણ કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ ઘાસચારા ના ભાવ માં વધારો આવ્યો છે અને ભારે પવન ને ઘાસચારા ના પાક ને નુકસાન થયું છે. જેને કારણે ઘાસચારો મોંઘો થયો છે. હાલ 70 થી 80 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે અને અછત હોઈ ત્યારે 100 રૂપિયા ભાવ હોઈ છે અને જો વરસાદ ખેંચાશે તો હજુ ભાવ વધવાની સંભાવના છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.