ભારત અને શ્રીલંકાના ટ્રેડ ફ્રિ એગ્રીમેન્ટનો ગેરલાભ ઉઠાવી લાખો રૂપિયાની ડયુટીની ચોરી કરતા શખ્સો ઝડપાયા

ડી.આ.આઇ.ના અધિકારીઓ દ્વારા પ કરોડના મુલ્યનો સોપારીનો જથ્થો જપ્ત કયો હતો માલને આયાત કરતી વખતે આયતકારી દ્વારા ડયુટી ફ્રી ટ્રેડીંગનો લાભ લઇ દેશને નુકશાન કરવાનું કૌભાંડ પ્રકારના આવ્યું હતું. ભારતે શ્રીલંકા સાથે ડયુટી ફ્રિ ટ્રેડીંગના કરાર કરેલા છે. આયાતકારી આ સુવિધાની ઉપયોગ પોતાના આર્થિક લાભ માટે દુરુપયોગ કરતા હોવાનું ઘટસ્ફોટ થયેલ છે.

મળતી વિગતો મુજબ ભારતમાં ઇન્ડોનેશીયાથી સોપારીની આયાત કરવામાં આવે છે પરંતુ ઇન્ડોનેશીયાથી આયત કરેલ સોપારી પર ૧૦૦ ટકા ડયુટી લાગે છે. જે ડયુટી બચાવવા માટે ભારત-શ્રીલંકાના ડયુટી ફ્રી ટ્રેડીંગનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે.

બેંગ્લોરમાં બે ડમી કંપનીઓ ઉભી કરી ત્યાંથી ઇન્ડોનેશીયાથી માલ, ઇન્ડોનીશેયા નહી પણ શ્રીલંકાથી આવેલા તે પ્રકારના બોગસ ડોકયુમેન્ટ બનાવી મુંબઇના ન્હાવાએવા બંદરે આ માલ ઉતારી લેવામાં આવે છે. આ બોગસ કંપનીએ બેંગ્લોરમાં ઉભી કરવામાં આવી હતી અને ઇર્શાદ અને લલીત કરણ નામના બે શખ્સ  દ્વારા આ કં૫નીઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં શ્રીલંકાનો વતની અનિશ પણ મદદ કરતો હતો. જયારે ભારતના કસ્ટમ હાઉસમાં કામ કરતા વિનોદ શર્માની પણ સંડોવણી ખુલ્લી છે.

ડી.આરા.આઇ.ના અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે. કે આયાતકારી દ્વારા ખોટા એકરારનામા કરીને આ આખું કૌંભાડ આચરતા હતા. અમદાવાદની ટીમ દ્વારા બેંગ્લોરના અધિકારીઓને જાણ કરતાં તેમણે વધુ તપાસ હાથ ધરાઇ હતી અને આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત તપાસ અધિકારીઓને વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. બેંગ્લોર સ્થીત કંપનીનું સંચાલન કકરતા બન્ને શખ્સોએ દાણચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.