મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. પાણી પછી ચા એ વિશ્વનું બીજું સૌથી લોકપ્રિય પીણું છે. ચાના સન્માનમાં આખો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. દર વર્ષે 21મી મેને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાની ખેતી ઘણા દેશોમાં આજીવિકાનું મુખ્ય સાધન છે. આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચા પીવાના ફાયદાઓ વિશે જણાવવાનો અને ચાના વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. આસામ ભારતનું પ્રથમ રાજ્ય હતું જ્યાં ચાના બગીચાઓ વાવવામાં આવ્યા હતા. ચાલો આપણે જાણીએ આંતરરાષ્ટ્રીય ચા દિવસના ઇતિહાસ, ઉદ્દેશ્ય અને મહત્વ વિશે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2022: સમગ્ર ભારતમાંથી 'ચા'ની પરંપરાઓ વિષે જાણો - Kamalam

આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે, પરંતુ અગાઉ તે 15 ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો. 2015 માં, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો સત્તાવાર પ્રસ્તાવ મૂક્યો હતો. જેને 21 ડિસેમ્બર 2019ના રોજ માન્યતા આપવામાં આવી હતી અને 21 મેને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 21 મે 2020 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો હેતુ

International Tea Day 2023: Know the importance, date and background of the day | International Tea Day 2023: જાણો આ દિવસનું મહત્વ, તારીખ અને ઇતિહાસ

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ચાનો વપરાશ વધારવાનો અને લોકોને તે પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવાનો છે. આ ઉપરાંત ચાના વેપાર સાથે સંકળાયેલા લોકોની પરિસ્થિતિથી વાકેફ કરવા માટે છે  કે પછી તે ચૂંટવું, સૂકવવું કે પેક કરવું આ બધામાં તેમની જહેમત ને સમજવાનો છે.

ચા ના ફાયદા

Why Drink Tea From A Saucer

મર્યાદિત માત્રામાં ચા પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ પીવાથી શરીર અને મન તો તાજગી રહે છે પરંતુ હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ ચા ફાયદાકારક છે. શરદી અને ઉધરસમાં રાહત આપવા ઉપરાંત, ચા ડાયાબિટીસને કંટ્રોલ  કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં પણ અસરકારક છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.