- સોરઠીયાવાડી સર્કલ સહિત અનેક વિસ્તારોમાં લોકો લઇ રહ્યા છે છાશ વિતરણનો લાભ
- આકારા તાપમાં લોકોને ઠંડક મળે તે માટે સેવાયજ્ઞ
રાજકોટનું તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે. 45 ડિગ્રી જેટલું તાપમાન થયું ે. ત્યારે વોર્ડ નં. 14 ના જાગૃત કોર્પોરેટર નીલેશભાઇ જલુ દ્વારા છેલ્લા છ દિવસી છાશ વિતરણ સેવા યજ્ઞ કરાય રહ્યો છે. જેમાં 1500 કિલો ઘોરવુંનો ઉપયોગ થયો જેનો 25000 થી વધુ લોકોએ લાભ લીધો.
આ સેવા સોરઠીયાવાડી, ભકિતનગર સર્કલ, જિલ્લા ગાર્ડન ચોક, જલારામ ચોક વગેરે જગ્યાએ છાશ વિતરણ કરાયું. જેમાં ધારાસભ્યો અને કોર્પોરેટર કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો.
કર્યો: નિલેશ જલુ
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે છેલ્લા છ દિવસથી વોર્ડ નં. 14 ના સાત મુખ્ય વિસ્તારમાં સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ, જિલ્લા ગાર્ડન ચોક, મિલપરા, જલારામ ચોક અને વૃંદાવન ડેરી પાસે છાશ વિતરણ કાર્યક્રમ રાખેલ છે. આ એક સેવાયજ્ઞ છે જેમાં અત્યાર સુધી 1પ00 કિલો ઘોરવું જેમાં રપ000 થીવધુ લોકોએ સેવાયજ્ઞ નો લાભ લીધો આ સેવાયજ્ઞ આવા આકારા તાપમાં લોકોને ઠંડક મળે તે માટે છે.
25000 થી વધુ લોકોએ લીધો લાભ: ધારસભ્ય રમેશ ટિલાળા
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા આ છાશ વિતરણ સેવાયજ્ઞ ચાલુ છે. જેમાં ધારાસભ્યઓ અનેકોર્પોરેટરના કાર્યકર્તાઓએ સહકાર આપ્યો. 25000 થી વધુ લોકો એ ભાગ લીધો. આ 45 ડિગ્રી આકાશી તાપમાં આ સેવાયજ્ઞ કરે છે તે માટે અમારો સાથ સહકાર રહેશે.