- અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી
- 19 વર્ષથી 70 વર્ષની સ્ત્રીઓએ ટ્રેડીશનલ, ઇન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન પરિધાન અને વિવિધ થીમ સાથે ફેશન શો યોજાયો
- જ્યારે કોઇપણ વ્યક્તિ કેન્સર થયાનું નિદાન સાંભળે ત્યારે ચિંતિત બની જાય. ક્યારેક હતાશામાં ગરકાવ થઇ જાય. આવી zપરિસ્થિતિમાં દર્દીઓને ’કેન્સર એટલે કેન્સલ નહીં’ની પ્રેરણા આપવા રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો.સયાજી હોટેલ ખાતે દાતાના સહકારથી કેન્સર ક્લબ દ્વારા આયોજિત આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ 80 વીરાંગના મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં 19 વર્ષથી 70 વર્ષની સ્ત્રીઓએ ટ્રેડીશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસચ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કર્યું હતું.
આયોજક રૂપલબેન કોટક ગુજરાતમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે.
કાર્યક્રમમાં ઝરણાં નામના લેખકના “કિંત્સુગી ટેલ્સ” અને (વ્યસન કેન્સર) “લાઇફ સ્ટોરી” નામના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે અને આર.જે. હિરવાએ કર્યું હતું.ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, કેન્સર ક્લબના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી, ગ્રીવા ફાઉન્ડેશનના સભ્યો, દાતાઓ તેમજ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ, સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા
કેન્સર એટલે કેન્સલ નહિં: જયોતિ શાસ્ત્રી
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ર020 થી કેન્સર કલબ ચલાવીએ છીઅ. કલબના ફાઉન્ડરને જયારે કેન્સર થયું હતું ત્યારે તે કેન્સરમાંથી બહાર નીકળ્યા પછી તેને કેન્સર કલબની સ્થાપના કરી. અમે કેન્સર વોરિયસને મોટીવેર કરવા હિંમત દેવા જતાં ઘણી વાર મહિલાઓ કેન્સર થયા પછી લક્ષણો દેખાય તો ડોકટર પાસે થવા સંકોચ અનુભવતા હોય છે. ત્યારે તે મહિલાઓ ને સમજાવી ને હિંમત આપીએ કે કેન્સર એટલે કેન્સલ નહી. આ કાર્યક્રમ પણ કેન્સર વોરિયર મહિલાઓને પ્રોત્સાહીત કરવા માટેનો યોજયો છે. આ વખતે 75 જેટલી કેન્સર વોરિયર મહિલાઓએ ભાગ લીધો. આ કાર્યક્રમની તૈયારી છેલ્લા બે મહિનાથી કરવામાં આવી રહી છે. આ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સમાવેશ કરવાની કાયવાહી કરાશે.
સકારાત્મક વિચારો અને પરિવારનો સાથ એ મારી હિંમત બની હતી: જયોતિબેન જોષી
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને 2023માં કેન્સર થયું હતું. જેમાં મે ખુબ ટ્રિટમેન્ટ લીધી. થોડા દિવસ દુ:ખ લાગ્યુઁ પણ સકારાત્મક વિચારો, પરિવારનો સાથ અને સારી ટ્રીટમેન્ટના લીધે મને ડિસેમ્બરમાં કેન્સર મટી ગયું. કેન્સર સામે ફાઇટ કરવી અધરી હતી. તેની ટ્રિટમેન્ટ ખુબ તકલીફ દાયક હતી. પણ હિંમત અને સકારાત્મક એ જ મને કામ લાગી અને મારા પતિએ કહ્યું કે લગ્નના 44 વર્ષ સુધી તે મન સાચવ્યો હવે હું તને સાચવીશ.
કેન્સર ન થાય તે માટે વ્યસનથી દૂર રહેવું : નંદિની માકળીયા
અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે કેન્સર એટલે શરીરમાં જયારે વધારે પડતા જરુર વગરના સેલ્સ વધી જાય છે. ત્યારે કેન્સર થાય છે. બીજા બધા નોર્મલ રોગની જેમ જ કેન્સર રોગ છે. જો ખબર હોય કે આ વ્યસન કરવાથી કેન્સર થાય તો તે વ્યસન ન કરવું જોઇએ મારા પરિવારનો મને ખુબ સપોટ મળ્યો છે. મને હિંમત મળી છે.