• સાઉથ અને હિન્દી ફિલ્મને ટકકર મારે તેવી
  • ફિલ્મના કલાકારો ખાસ હાજરી આપીને દર્શકો સાથે કરી વાતચિત

આજે હિન્દુ ફિલ્મોની સાથે અર્બન ગુજરાતી મુવિનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે ગત શુક્રવારે રીલીઝ થનાર સમંદર ફિલ્મનો ભવ્ય પ્રિમિયર શો યોજવામાં આવેલ હતો. જેમાં ફિલ્મના કલાકારો સાથે આમંત્રિતો હાજર રહ્યા હતા. સાઉથના મુવિને પણ ટકકર આપે તેવી આ ફિલ્મની કથા વસ્તુ આપણા 1600 કિલોમીટરનાં દરિયાની આસપાસની છે. નિર્માતા નિર્દેશક અને સંગીતની સુંદર માવજત સાથે ફિલ્મનું નેચરલ લોકેશન સાથે કલાકારોનો સુંદર અભિયન ઉડીને આંખે વગળે તેવો છે. આજનો યુવાન ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષાયો છે. ત્યારે આ પ્રકારની ફિલ્મો સફળતા મેળવી રહી છે.

હેપી એન્ડ યુડી મોશન પિકચર્સની નવુ અને ખુબ ચર્ચાયેલી ગુજરાતી ફિલ્મ સમંદરનો પ્રિમીયરમાં દિગ્દર્શન વિશાલ વડાવાલા, નિર્માતા કલ્પેશ પલાણ, ઉદયરાજ શેખવા, સંગીતકાર કેદાર – ભાર્ગવ સાથે કલાકારો મયુર ચૌહાણ, જગજીવનસિંહ વાઢેર, ચેતન ધનાણી, ધર્મેન્દ્ર ગોહિલ, દિક્ષા જોશી, રીવા રાચ્છ અને મમતા સોની ખાસ હાજર રહ્યા હતા.સમંદર ફિલ્મ વિશે અબતકને ખાસ દર્શકોએ પોતાના પ્રતિભાવોમાં પ્રથમ ગુજરાતી ફિલ્મ કંઇક નોખી અને અનોખી છે. દરિયા કિનારાની વાતો સાથે આ ફિલ્મ સાઉથ અને હિન્દી ફિલ્મોને ટકકર મારે તેવી છે. આજના યુવાનો હવે ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે, ત્યારે આ ફિલ્મથી એક અનોખો ટ્રેન્ડ જોવા મળશે.

ફિલ્મના કલાકારોએ અબતક સાથેની વાતચીતમાં જણાવેલ કે આ ફિલ્મનો અભિનય અમારા માટે ચેલેન્જરુપ હતો. સમગ્ર ટીમના સુંદર સહયોગથી શ્રેષ્ઠ ફિલ્મ નિર્માણ થઇ છે. બધા કલાકારોએ ખાસ યુવા વર્ગને સંદેશ આપતા જણાવેલ કે આપણી ગુજરાતી ફિલ્મો હવે સમગ્ર વિશ્ર્વમાં સરાહના મેળવી રહી છે. ત્યારે આવી સમંદર  જેવી ફિલ્મ યુવા વર્ગને ગમશે જ. આ ફિલ્મ નું પ્રીમિયર મેનેજમેન્ટ અમદાવાદ ની તીહાઇ કંપનીના અભિલાષ ઘોડાએ સંભાળ્યું હતું

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.