- પ્રથમ દિવસે જ 25 હજારની ક્ષમતા ધરાવતો ડોમ રામભક્તોથી ભરાઇ ગયો
- ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે રામાયણી પુ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ કરાયો હતો. કથાનાં પ્રથમ દીવસે જ 25 હજાર ની ક્ષમતા સાથેનો ડોમ શ્રોતાઓ થી ભરચક બન્યો હતો.
મોરારીબાપુ એ કથાનાં પ્રારંભ માં આયોજક વડવાળી જગ્યા લોહલંગધામ અંગે કહ્યુ કે અહી પુ.લોહલંગરીબાપુ ની ચૈતન્ય સમાધી છે.ગોંડલ ની ભુમી પ્રગટ અપ્રગટ ચેતનાઓ થી ભરેલી પાવન ભુમી છે. સિધ્ધપુરુષોની ભુમી છે. આ સાથે મોરારીબાપુ એ વ્યાસપીઠ પર થી ગોંડલ નરેશ સર ભગવતસિહ ને યાદ કરી રાજતંત્ર માં મોટું લોકતંત્ર કામ કરતું હતુ.તેવું કહી સર ભગવતસિહને બત્રીસ લક્ષણો રાજવી કહી નમન કર્યુ હતું.
તેમણે ગોંડલની રામકથાને માનસ રામકથા નામ આપી કહ્યુ કે રામચરીત માનસ નો સાર રામ છે. તે વેદમય છે.બૃમ્હમય છે.રામકથા માં આત્માની કલા રહેલી છે.દુનિયાનાં પ્રાણી માત્રનું જીવન દર્શન રામાયણ માં છે.તુલશીદાસજી એ રામાયણ ને સાત ભાગ માં ગોઠવી છે.
તેમણે લોહલંગધામ માં ચાલી રહેલા અંદાજે પાંચસો વર્ષ જુના અન્નક્ષેત્ર નો ઉલ્લેખ કરી દ્રષ્ટાંત સાથે કહ્યુ કે બ્રાહ્મણ ની ઓળખ તેના ચહેરા અને વાણી થી, ક્ષત્રીય ની ઓળખ તેની ભુજાઓ થી વૈષ્ય ની ઓળખ તેના પેટ થી અને સાધુની ઓળખ તેની સેવાથી થાય, સાધુ જીવન નાં ગાડા ખેચેછે.
તેમણે કહ્યુ કે હું અહી પારેવા ને ચણ નાખવા આવ્યો છુ. યુગાન્ડા નાં મનોરથી ચેતનભાઈ સાંગાણી એ સઘળી ચિંતા અને વ્યવસ્થા સંભાળી લીધી છે.ત્યારે ગોંડલ ઘુવાળાબંધ જમવા આવે એવી મારી લાગણી છે.
પુ.મોરારીબાપુએ લોહલંગધામ અન્નક્ષેત્રમાં રૂ.સવાલાખનું દાન જાહેર કરી વ્યાસપીઠ પરથી સવાલાખનું તુલશીપત્ર અર્પણ કરુ છુ. તેવું જણાવ્યું હતુ.
કથા નો પ્રારંભ કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલા,સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા,પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતોએ દિપ પ્રાગટ્ય દ્રારા કરાવ્યો હતો.કથા પુર્વે બપોર એક વાગ્યે ભગવતપરા લોહલંગધામ થી સંતો મહંતો અને શહેરીજનો ની વિશાળ હાજરી વચ્ચે પોથીયાત્રા નીકળી હતી.જે રાજમાર્ગોપર ફરી કથા સ્થળ દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે પંહોચી હતી. બાદમાં પુ.બાપુની કથાનો પ્રારંભ થયો હતો. 43 ડીગ્રી તાપમાન વચ્ચે પણ લોકો રામકથા શ્રવણ માટે ઉમટી પડ્યા હતા.
માનસ રામકથા નાં બીજા દીવસે પુ.મોરારીબાપુ એ કથાને મર્મ સમજાવતાં કહ્યુ કે રામકથા બૃમ્હ છે.તુલસીદાસજી ની રામકથા અરણી મંથન છે. રામકથાને કોઈ સીમા નથી તે અનંત છે.
તેમણે આજે પણ મહારાજા ભગવતસિંહને યાદ કરી ભગવદ ગૌમંડલ અંગે કહ્યુ કે શબ્દ નાં અનેક પર્યાય ભગવદ ગૌમંડલ માં લખાયા છે.આપણે કોટી શબ્દ નો પ્રયોગ કરતા હોઇએ.ભગવદ ગૌમંડલ માં કોટી એટલે હજાર, ગતી,જથ્થો,સમુહ, જાતી,પદવી,પ્રમાણ, શ્રેષ્ઠતા,સંજ્ઞા સહિત અર્થ દર્શાવાયા છે.
મોરારીબાપુ એ કહ્યુ કે હું અહીયા પ્રણામ કરવા આવ્યો છુ.પ્રવચન કરવા નહી.ગોંડલ નાં બેતાળા ને કાઢવા 42 વર્ષે રામકથા આવીછે.
હું અહી જ્ઞાનનાં ઓરડા સાફ કરવા અને પોતા મારવાં આવ્યો છુ.ગોંડલ ની કથા કર્ણોત્સવ છે.વર્ણોત્સવ છે.
મોરારીબાપુ એ સત્ય,પ્રેમ અને કરુણા અંગે કહ્યુ કે સત્યને સપથની જરૂર નથી. પ્રેમને અર્થ ની જરુર નથી અને કરુણાને ગરજ ની જરુર નથી.લોકોને પ્રેમ નાં પ્રકાર ની ખબર છે પણ પ્રેમ ની ખબર નથી.પ્રેમ તો જુનાગઢ નો નરસૈયો કરી જાણ્યો.
તેમણે કહ્યુ કે જે માતા પિતાને દેવ માને, ગુરુને દેવ માને તેને ત્યાં અતિથિ આવે.કારણ ત્યાં અતિથી દેવોભવ ની પરંપરા નિભાવાય છે.
ભગવાને આપણને જે વેષ આવ્યોછે તે ભજવવાનો જ છે.પણ આપણે તે ભજવતા નથી.પછી તે દુખનું કારણ બનેછે.કાળ ક્રીડા કરેછે.રમવા આવેછે. જો હારી ગયાતો પુરુ.જે રામ ભજન કરેછે.તે કાળ સામે રમી શકે છે.
ગુરુ પરંપરા અંગે તેમણે કહ્યું કે જો ગુરુ પરંપરા ને માનતા હોતો અહંકાર ના કરવો,ગુરુની આજ્ઞા માનવી અને ખોટું નાં બોલવું.નહીતો આ ત્રણ અપરાધ છે.મોરારી બાપુએ રામચરીત માનસ અંગે કહ્યુ કે યુગો પહેલા ભગવાન શિવજી એ રામચરીત માનસ ની રચના કરી હતી.માનસ એટલે હદય.તેમણે રામકથા હદયસ્થ કરી હતી. આદીથી અંત સુધી કેવળ રામ છે.શિવજી નો મહામંત્ર અને બીજમંત્ર રામ છે.વાલ્મીકી આદી કવિ છે.તો શિવજી અનાદિ કવિ છે.પુ.મોરારીબાપુ એ ગોંડલ ને તપોભુમી કહી આજે ફરી વંદન કર્યા હતા. ગોંડલ ની વિશિષ્ટતા સાથે ગોંડલ નાં મરચા ને પણ યાદ કરી મનોરથી ચેતનભાઈ ને કહ્યુ કે ભાવીકોને ભોજન માં મરચાનાં ભજીયા ખવરાવજો.રામકથાનાં બીજા દીવસે પણ વાતાનુકુલિત ડોમ શ્રોતાઓથી ભરચક બન્યો હતો.
મોરારીબાપુની રામકથા સાંભળવા દેશ-વિદેશથી પાંચ હજાર ભાવિકો ગોંડલ પહોંચ્યા
પ્રખર રામાયણી પુ.મોરારીબાપુની રામકથાનો શ્રોતાવર્ગ દેશ વિદેશમાં પથરાયો છે. ત્યારે ગોંડલ ખાતે પુ.બાપુની 936 મી કથાનુ રસપાન કરવા છેક નૈરોબી,અમેરીકા,આફ્રીકા, લંડનથી એનઆરઆઈ પરીવારો ઉપરાંત કલકત્તા, દિલ્હી,મુંબઈ, પંજાબ, વલસાડ, મહેસાણા,ડીસા,હિંમતનગર,કચ્છ સહિત ભાવિકો પરીવાર સહિત ગોંડલ ઉમટી પડ્યા હોય ગોંડલની હોટેલો, જ્ઞાતિઓની વાડીઓ, સ્કુલો, પ્રાઇવેટ બંગલાઓ ઉપરાંત રાજકોટ, વિરપુર, જેતપુર ઉતારાની વ્યવસ્થા કરાઇ છે. કથાસ્થળ દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે વિશાળ પંડાલ માં ભોજનાલય ધમધમી રહ્યુ છે. જ્યાં સવારે ચા-નાસ્તો અને બપોરે તથા રાત્રે ભોજનની અલાયદી વ્યવસ્થા કરાઇ છે. હાલ હીટવેવ સાથે કાળઝાળ ગરમી સાથે આકરો તાપ વરસતા હોય કથા મંડપ તથા ભોજનાલય મળી કુલ સવાસો જેટલા એરકંડીશનર કાર્યરત કરાયા છે.મુખ્ય ડોમ જ્યાં અંદાજે પચ્ચીસ હજાર શ્રોતાઓ કથા શ્રવણ કરી રહ્યા છે તે ડોમ માં 1200 ટન નાં એ.સી.ડોમ ને વાતાનુકુલિત કરી રહ્યા છે. ગોંડલનાં અનેક યુવક મંડળો અને જ્ઞાતિમંડળોનાં યુવાનો અલગ-અલગ વિભાગમાં સેવા આપી રહ્યા છે.