- 2 હિંદુ અને 25 મુસ્લિમ યુગલ લગ્નગ્રંથિથી જોડાયા
હિન્દુ-મુસ્લિમ સર્વધર્મ સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો હતો. જેમાં બે હિન્દુ જોડકાએ પ્રભુતામાં પગલાં માંડ્યાં અને 25 મુસ્લિમ જોડકાએ નિકાહ દ્વારા પોતાના જીવન સાથી સાથે ધાર્મિકવિધિ સાથે લગ્નગ્રંથિમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં દાતાઓના સહકાર પ્રાપ્ત થયા હતા. કારવાં ગોષીયા કમિટીની ટીમ અને એકતા કમિટી ભચાઉના આગેવાનો, કાર્યકરોના પરિશ્રમ થકી સમૂહલગ્ન મહોત્સવ ઉજવાયો હતો.
જેમાં પીર સૈયદ હાજી અલી અકબરશા, મુફતી એ કચ્છ પીર સૈયદ હાજી અલી અસગશા, પીર સૈયદ લતીફશા, પીર સૈયદ શેર અલીશા, સૈયદ અમીરશા, ડો.હુસેન પરીટ, હાજીગફુર ફકીર, સતાર પરીટ, વલીભાઈ કોરેજા, જાડેજા શૈલેન્દ્રસિંહ, કિરણ આહીર, કાસમભાઈ કુંભાર જાડેજા શિવરાજસિંહ, મનજી રાઠોડ વગેરે સાબિર દરેક સમાજના અગ્રણી, રાજકીય આગેવાનો, ધર્મગુરૂઓ, મૌલવીઓએ હાજરી આપી હતી.
નિકાહ પીર સૈયદ હાજી અમીનશા, હાજી અહેમદશા બુખારી ફરઝદે મુફતી એ કચ્છ દ્વારા પઢાવાયા અને હિન્દુ જોડકાની લગ્નવિધિ ભૂદેવો દ્વારા કરાઈ હતી. સંચાલન ડો. હુસેનભાઈએ કર્યું હતું. બંને કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો જોડાયા હતા.
રિપોર્ટ ગની કુંભાર