• ઝડપાયેલા શખ્સો મૂળ શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા હોવાની માહિતી

ગુજરાત ન્યૂઝ :  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર સંદીગ્ધ આતંકવાદીઓ ઝડપાયા છે. શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત એટીએસએ ચારેય સંદીગ્ધોને ઝડપ્યા છે. આતંકી કનેક્શન સંદર્ભે 4 ની ધરપકડ કરવામાં આવી છે.

એકતરફ અમદાવાદની 10 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો પર્દાફાશ કર્યો છે અને તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ પાકિસ્તાનથી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તે આઈડી ટ્રેસ કર્યું છે, જ્યાંથી મેઈલ આવ્યો હતો. જોકે, આ માટે રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ એરપોર્ટને પણ બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી ચૂક્યું છે. તે દરમિયાન ચાર શંકાસ્પદ શખ્સો અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, એટીએસએ ચાર સંદીગ્ધ આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.જો કે હાલમાં ગુજરાત એટીએસએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.તેની વિગતો પ્રાપ્ત થઈ નથી.

ચારેય સંદીગ્ધોને અજાણ્યા સ્થળે લઇ જઈ પૂછપરછ શરૂ

આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.જો કે હાલમાં ગુજરાત એટીએસએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તે અંગે હજુ કોઈ વિગતો જાહેર કરાઈ નથી.

અઠવાડિયા પૂર્વે જ અમદાવાદ એરપોર્ટ અને 10 શાળાઓને ઉડાવી દેવાની મળી’તી ધમકી

હજુ એકાદ અઠવાડિયા પૂર્વે જ અમદાવાદ એરપોર્ટ અને 10 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શાળાઓને ઉડાવી દેવાની ધમકીના મામલામાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો પર્દાફાશ કર્યો છે અને તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઇલ પાકિસ્તાનથી આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તે આઈડી ટ્રેસ કર્યું છે, જ્યાંથી મેઈલ આવ્યો હતો. જોકે, આ માટે રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી ચૂક્યું છે. તે દરમિયાન ચાર શંકાસ્પદ શખ્સો અમદાવાદ એરપોર્ટ પરથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.