ચેન્નઈથી આ શિપ હાઈફા જવા રવાના થયું હતું, જેમાં 26.8 ટન હથિયાર લોડ કરવામાં આવ્યો હતો

ઈઝરાયલને હથિયારોની સપ્લાય ન થાય તે માટે અમેરિકા ભરપૂર પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે ભારત ઈઝરાયલની મદદ કરીને કારગિલનું ઋણ ઉતરાવા માંગતું હતું. પરંતુ સ્પેને ભારતીય શિપને પરમિશન આપી ન હતી અને આગળ વધવા ન દીધું.

ભારતથી ઈઝરાયલ રવાના થયેલા એક ડેનિશ ફ્લેગવાળી શિપને સ્પેને તેના બંદર પર રોકવાની મંજૂરી આપી ન હતી. આ શિપમાં હથિયાર લઈ જવામાં આવી રહ્યા હતા. સ્પેનના વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસે કહ્યું હતું કે ’આ પહેલીવાર છે જ્યારે અમારા દેશે આવું પગલું ભર્યું છે.’ સ્પેનિશ મીડિયાના જણાવ્યાનુસાર, સરકારે મરિયાને ડેનિકા નામના શિપને મંજૂરી આપી ન હતી.

ચેન્નઈથી રવાના થયેલું આ શિપ હાઈફા જવા રવાના થયું હતું. જેમાં 26.8 ટન હથિયાર લોડ કરવામાં આવ્યો હતો. આ શિપને ભારતીય કંપની સિદ્ધાર્થ લોજિસ્ટિક્સે ઈઝરાયેલને કાર્ગો લોજિસ્ટિક્સ માટે મોકલવામાં આવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે સ્પેને ઈઝરાયલ માટે હથિયાર લઈ જતા શિપને અટકાવ્યું છે.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ’ભારતને જાણ થઈ છે કે સ્પેનના બંદર પર એક શિપને રોકાવાની મંજૂરી આપવામાં આવી નથી. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જો કે તેમણે આ અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.’

કારગીલ યુદ્ધમાં ઇઝરાયેલે ભારતને ભરપૂર મદદ કરી હતી

ઈઝરાયલ ભારત પાસેથી મોટી માત્રામાં હથિયાર ખરીદે છે. અમેરિકાના ઝટકા બાદ ઈઝરાયલે હથિયારોની માંગ વધારી દીધી છે. ઈઝરાયલની કંપનીઓ ભારતમાં હથિયાર બનાવી રહી છે. કારગિલ યુદ્ધ દરમિયાન ઈઝરાયલે ભારતને ખુલ્લેઆમ મદદ કરી હતી અને ગાઈડેડ બોમ્બ મોકલ્યા હતા. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત ઈઝરાયલની મદદ કરીને કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું નથી.

મધ્ય પૂર્વને શાંતિની જરૂર છે, નહીં કે વધુ હથિયારોની : સ્પેન

આ શિપની મંજૂરી ન આપ્યા બાદ સ્પેને કહ્યું છે કે ’મધ્ય પૂર્વને શાંતિની જરૂર છે, નહીં કે વધુ હથિયારોની. આ પહેલીવાર જ્યારે હથિયારોના ક્ધસાઈનમેન્ટ લઈને કોઈ શિપ આ માર્ગથી ઈઝરાયલ જઈ રહ્યું છે. આ તેમની જૂની નીતિ છે કે જે શિપ ઈઝરાયલ માટે હથિયારો લઈ જઈ રહ્યા છે તેમને બંદર પર રોકવા દેવામાં આવશે નહીં.’ ઉલ્લેખનીય છે કે શિપને 21મી મેએ બંદર પર રોકવાની મંજૂરી માંગી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.