તબીબની સલાહ વિના સોડિયમ બંધ કરવાથી આડઅસર થાય
દરેક પ્રકારના મિનરલ્સ આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે ખાવાની વસ્તુ જેવામાં મીઠું ઓછું પડે તો સ્વાદવિહીન લાગશે. આવી જ રીતે શરીર પણ મીઠા વિના રહી શકે નહીં. હા એ અલગ વાત છે કે, વધારે પડતુ મીઠું ઘણી સમસ્યા કરે છે. તેમાં સૌથી વધુ હાઈપરટેન્શન અથવા બીપીની સમસ્યા થઈ શકે છે. જેનાથી હાર્ટ ડીસીઝ અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તેમાં સૌથી પહેલા હાઈપરટેન્શન અથવા બીપીની સમસ્યા વધી જાય છે. જેનાથી હાર્ટ ડીસીઝ અને સ્ટ્રોક વધી જાય છે, તો
જો કોઈ વિચાર કે તે એક મહિના સુધી મીઠું નહીં ખાય તો શરીરને વધારે હેલ્દી બનાવી . જો કોઈ એક મહિના સુધી મીઠું ન ખાય તો, શરીર પર કેટલીય નકારાત્મક અસર પડશે. જો એક મહિના સુધી મીઠું નહીં ખાવ તો, શરીરમાં કેટલાય ફેરફાર જોવા થશે. પહેલા શરીરમાં પાણી રહેશે નહીં. મીઠું અથવા સોડિયમ પાણીને બાંધી રાખે છે. કેમ કે આપણા શરીરનો મોટો ભાગ પાણીથી બનેલો રહે છે.
આહારમાં લેવામાં આવતું મીઠું 90 ટકા સોડિયમ પ્રદાન કરે છે
વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ પાંચ ગ્રામ (લગભગ એક ચમચી જેટલું) કરતાં ઓછું મીઠું લેવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, સ્પેનિશ એજન્સી ફોર ફૂડ સેફ્ટી ઍન્ડ ન્યુટ્રિશન અનુસાર, સ્પેનમાં દરરોજ સરેરાશ 9.8 ગ્રામ મીઠું ખાવામાં આવે છે.
વધુ પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે. વધુમાં, આહારમાં તેનો વધુ પડતો ઉપયોગ કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, ગેસ્ટ્રિક કેન્સર અને સ્ટ્રોક જેવી સેરેબ્રોવેસ્ક્યુલર સમસ્યાઓનું જોખમ સૂચવે છે.
આહારમાં મીઠાનું સેવન ઘટાડીને બ્લડ પ્રેશરનું સ્તર સુધારીને આપણે આ રોગોનું જોખમ ઘટાડી શકીએ છીએ.
પોટેશિયમ સોલ્ટમાં સોડિયમ હોતું નથી જોકે આ પ્રકારનું મીઠું માત્ર ડોક્ટરની ભલામણ પર જ લેવું. તેનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે તમને અમુક રોગો હોય કારણ કે તે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ ઘણું વધારી શકે છે.
વધારે પડતું મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, મીઠાના પ્રકારને પસંદ કરવા કરતાં વધુ મહત્ત્વનું તેની માત્રાને નિયંત્રિત કરવાનું છે. અન્ય કરતાં ઓછું સોડિયમ ધરાવતું મીઠુ પસંદ કરીને આપણે વાનગીઓમાં અન્ય ચીજો ઉમેરી શકીએ છીએ.
વાસ્તવમાં, યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન અનુસાર, પેકેજ્ડ અને તૈયાર ખોરાક લેવાથી આપણા આહારમાં 70 ટકાથી વધુ સોડિયમ આવે છે.
આ ખાદ્યપદાર્થોમાં આપણને મોટાભાગે કમર્શિયલ સોસ અને સોયા સોસ જોવા મળે છે. જેમકે સૂપ, અગાઉથી રાંધેલા ખોરાક, મીઠું ચડાવેલું માંસ અને સોસ, મીઠું ચડાવેલી માછલી. આપણે નમકીન (ચિપ્સ, તળેલી બદામ, પોપકોર્ન વગેરે) ખાઈએ તેમાં પણ ભારે માત્રામાં મીઠું હોય છે.
જો કે ડોક્ટરની સલાહ વિના સોડિયમ (અથવા મીઠું) બંધ કરવાથી આડઅસર થઈ શકે છે. તેનાથી ઊંઘની બિમારી, સોડિયમની ઉણપ (ખાસ કરીને વૃદ્ધ લોકોમાં) અને કિડનીમાં પથરી થવાનું જોખમ વધી શકે છે.
બજારમાં મીઠાના વિવિધ પ્રકારો ઉપલબ્ધ
બજારમાં મીઠાના વિવિધ પ્રકારો ઉપલબ્ધ છે જેને આપણે ભોજન અનુસાર પસંદ કરી શકીએ છીએ.
જેમાં સોડિયમની ઓછામાં ઓછી માત્રા હોય તે સૌથી આરોગ્યપ્રદ મીઠું છે. અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ પ્રકારનું મીઠું જોવા મળે છે.
સૌથી વધુ રિફાઇન્ડ અથવા સાદું મીઠું વપરાય છે. તેમાં 97 અને 99 ટકા વચ્ચે સોડિયમ ક્લોરાઇડ હોય છે. બહુ રિફાઇન્ડ હોવાને કારણે તેમાં અશુદ્ધિઓ હોતી નથી અને અન્ય પોષક તત્ત્વો પણ બહુ ઓછા હોય છે.
દરિયાઈ મીઠું દરિયાના પાણીનું બાષ્પીભવન કરીને પકાવવામાં આવે છે, તે શુદ્ધ નથી હોતું અને તેમાં વધુ તત્ત્વો અને ખનિજો હોય છે. વધુમાં, તે આયોડિનથી સમૃદ્ધ હોય છે જે શરીર માટે સારી બાબત છે. દરિયાઈ મીઠામાં સામાન્ય મીઠા કરતાં 10 ટકા ઓછું સોડિયમ હોય છે.
તેવી જ રીતે, હિમાલયન ગુલાબી મીઠામાં પણ સોડિયમ ઓછું હોય છે, પરંતુ તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા અન્ય ખનિજો હોય છે.
સેલ્ટિક સોલ્ટ અથવા ગ્રે સોલ્ટમાં પણ સોડિયમ ઓછું અને અન્ય ખનિજોથી સમૃદ્ધ હોય છે.
કહેવાતું લાઇટ સોલ્ટ અથવા ઓછા સોડિયમ ધરાવતા મીઠામાં સોડિયમ 50 ટકા ઓછું હોય છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ મીઠું લેવાની ભલામણ કરવામાં આવી છે
આહારમાં લેવામાં આવતું મીઠું 90 ટકા સોડિયમ પ્રદાન કરે છે
વધુ પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે
બજારમાં મીઠાના વિવિધ પ્રકારો ઉપલબ્ધ છે જેને આપણે ભોજન અનુસાર પસંદ કરી શકીએ છીએ
જેમાં સોડિયમની ઓછામાં ઓછી માત્રા હોય તે સૌથી આરોગ્યપ્રદ મીઠું છે
આપણા આહારમાં સોડિયમનો મુખ્ય સ્ત્રોત મીઠું છે. આપણા શરીરનાં ઘણાં કાર્યો માટે સોડિયમની જરૂર પડે છે. સોડિયમનું મુખ્ય કામ કોશિકાઓનું યોગ્ય કાર્ય અને પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને બ્લડ પ્રેશરના સંતુલનનું નિયમન કરવાનું છે.