જીબીઆના જેટકોના પુર્વ જનરલ સેક્રેટરી સ્વ.રઘુભાઈ સાવલીયાનું ટ્રેનિંગ સેન્ટર નિર્માણનું સ્વપ્ન સાકાર થયું : ચીફ ઈજનેર એન.જે. રાઠોડનો નિવૃત વિદાય સમારોહ પણ યોજાયો
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ 132 કેવી વાજડી સબસ્ટેશન ખાતે જેટકો દ્વારા નિર્માણ પામેલ અધ્યતન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન જેટકોના મેનેજીંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડેના હસ્તે કરવામા આવ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર નિર્માણ પામે તેવું સ્વપ્ન જીબીઆના જેટકોના પુર્વ જનરલ સેક્રેટરી સ્વ.રઘુભાઈ સાવલીયાએ સેવ્યું હતું. જે સાકાર થયું છે.
આ આધુનિક ટ્રેનિંગ સેન્ટરમાં ઓડિટોરીયમ, ક્લાસ રૂમ, કોમ્પ્યુટર લેબ, વિશાળ લાયબ્રેરી, બોર્ડ મિટીંગ રૂમ તેમજ કોન્ફરન્સ રૂમ 2 તેમજ વિવિધ સગવડતા સાથેની 40 રૂમની અધ્યતન હોસ્ટેલ અને વિશાળ ડાયનિંગ હોલ સહિતની સવલતો છે.
આ પ્રસંગની સાથે સાથે રાજકોટ ઝોન જિબીઆ જેટકો પરીવાર દ્વારા ચિફ ઈજનેર એન. જે. રાઠોડ વય મર્યાદાના લિધે તા.31 મેના રોજ નિવૃત થઈ રહ્યા હોય અને જેના અનુસંધાને ફેરવેલ પાર્ટી આયોજીત કરવામા આવેલ હતી. આ તકે એન. જે. રાઠોડ દ્વારા ભુતકાળમા જિબીયાના ઓફિસ બેરર તરીકે વિવિધ પદો ઉપર ફરજ બજાવીને જિબિઆને મજબુતી પ્રદાન કરેલ તેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ તેઓના ચિફ ઈજનેર ટ્રાંસમિશનના સમય કાર્યકાળ દરમિયાન ટ્રાંસમિશન ક્ષેત્રે સારી એવી કામગીરી કરેલ તેની આ પ્રસંગે સૌએ નોંધ લીધેલ હતી.
આ ફેરવેલ પાર્ટીના પ્રસંગે જિબીઆના પુર્વ સેક્રેટરી જનરલ બી. એમ. શાહ તેમજ પુર્વ વીપી લિગલ જીબિઆ એ. ડી. હુલાણી અમદાવાદથી જીબિઆના આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલ હતા. જેટકોના ચિફ ઈજનેરો એ. જે. ચાવડા, એ. બી. રાઠોડ, કે. એચ. રાઠોડ તેમજ પીજિવિસીએલના ચિફ ઈજનેર આર. જે. વાળા, જિબિઆના ઇન્ચાર્જ વિપી લિગલ એસ. ડી. પટેલ તેમજ જીએમ એચઆર જીયુવીએનએલ જે. ટી. રાય, એજીએમ કે. એમ. પરમાર, એસ એ પટેલ તેમજ રાજકોટ ઝોનલના વડા એસ. જી. કાંજિયા, મેહસાણા ઝોનલના વડા એ. એચ. મકવાણા, તેમજ જેટકોના એજીએસ ગામી અને એમ. જી. ટાટમિયા સાહેબ, પીજીવિસીએલના જિબિઆના ઓફિસ બેરર કાતરીયા, ભારદ્વાજ, નિમાવત, ડિ. એમ. પટેલ આ ઉપરાંત રાજકોટ ઝોનલના તમામ અધિક્ષક ઈજનેરો તેમજ જેટકો જિબિઆના ઓફિસ બેરર્સ અને જિબિઆ મેમ્બરો ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમની સાથે સાથે એન. જે. રાઠોડનો જન્મ દિવસ પણ હોય તેથી કેક કાપીને તેમનો જન્મદિવસ ઉજવવાની સાથે સાથે ફેરવેલ પાર્ટી પણ યાદગાર બનાવેલ. આ કાર્યક્રમમા સંગીત સંધ્યા દ્વારા કાર્યક્રમને શાનદાર બનાવેલ. આ કાર્યક્રમને અંતે સૌ સુમધુર ભોજન લઈને છુટા પડેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન એન.એમ. પટેલ સર્કલ સેક્રેટરી સુરેન્દ્રનગર તેમજ આભારવિધિ એમ.જે. ગામી એજીએસ રાજકોટ ઝોન દ્વારા કરવામાં આવેલ. અંતે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જેટકો જીબીઆ રાજકોટ ઝોન પરીવારને તેમજ રાજકોટ ઝોનના વડા કાંજીયા તેમજ ટ્રેનિંગ સેન્ટરના હેડ એસ. એ. પટેલ તથા ગોંડલ સર્કલની સિવિલ વિંગની ટીમ તેમજ કોન્ટ્રાક્ટરની ટીમને સૌએ બિરદાવ્યા હતા.