• સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
  • રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એશો.નો 9માં વર્ષમાં મંગલ પ્રવેશ
  • કે ક્રંચી હોટેલમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોની ઉપસ્થિત: કાર્યોની વિગત આપવા સંસ્થાના હોદ્ેદારોએ લીધી ‘અબતક’ની મુલાકાત
  • રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસીએશન દ્વારા ગત તા.9 મે ના રોજ 09 માં વર્ષમાં મંગલ પ્રવેશ કાર્યક્રમ રાજકોટની પ્રખ્યાત હોટલ કે ક્રંચીમાં યોજાયેલ. જેમાં બહોળી સંખ્યામાં પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

સને 2016 થી શરૂ થયેલ આ સંસ્થા આજે વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહી છે. નાનામાં નાના પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ મિત્રને એક પ્લેટ ફોર્મ પુરું પાડી તેનો બિઝનેશ ગ્રોંથ થાય અને બિલ્ડર્સ મિત્રો અને પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ મિત્રોના સંબંધોને કડીરૂપ બની આગળ વધતી સંસ્થા એટલે રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એસોસીએશન.

હાલમાં આ સંસ્થા રાજકોટ ઉપરાંત જુનાગઢ અને જામનગરમાં કામ કરી રહી છે.

કાર્યક્રમની શરૂઆત નેશનલ એન્થમથી કમિટિ મેમ્બર પ્રકાશભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ ચાલુ વર્ષના કમિટિ મેમ્બરનું ઈન્ટ્રોડક્શન શૈલેષભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ હતું.

કાર્યક્રમને આગળ ધપાવતા સંસ્થાના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત દરેક મેમ્બર્સને સંસ્થાની પ્રતિજ્ઞા લેવડાવેલ અને જણાવેલ કે સમગ્ર સૌરષ્ટ્રમાં અમો ધીમે ધીમે વિસ્તૃતીકરણ કરી રહ્યા છીએ. રાજકોટ ઉપરાંત જુનાગઢ, જામનગર, મોરબી, અમરેલી, જેતપુર, ગોંડલ દરેક એરીયામાંથી પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ મિત્રો અમારી સાથે હેન્ડશેક કરવા આવી રહ્યા છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

એસોસીએશન જેટ ગતીએ આગળ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં 300 થી વધુ મેમ્બર્સ અમારી સંસ્થાના મેમ્બર હશે.

પ્રમુખ અર્પિત શાહે એસોસીએશનની યશોગાથા વર્ણવતા જણાવેલ કે અમારા એસોસીએશનમાં વાર્ષિક ફી ભરીને ફક્ત મેમ્બર થવાથી કંઈ પુરુ થતું નથી. દરેક મેમ્બર્સનો પર્સનલ ગ્રોથ થાય તે અમારી નેમ છે. અમારી સંસ્થામાં જોડાયેલ મેમ્બર્સ વધુમાં વધુ અમારી સંસ્થા થકી બિઝનેશ કરીને ગ્રો કરે તે પણ મહત્વનું છે.

ટ્રેઝરર નિરજભાઈ ખંભાતીએ એસોસીએશનના નિતી નિયમો સમજાવેલ અને દરેક મેમ્બર્સનો આ સંસ્થા થકી ખુબ જ ગ્રોથ થાય તેવી શુભેચ્છા પાઠવેલ.

એસોસીએશનમાં જોડાયેલ અને ઉપસ્થિત તમામ મેમ્બર્સનું સ્થળ પર જ પર્સનલ બેઇઝ પહેરાવીને તથા પર્સનલ કોર્પોરેટર ગીફ્ટ આપી સન્માન કરવામાં આવેલ હતું. જેને દરેક મેમ્બર્સએ હર્ષભેર વધાવેલ.

‘અબતક’ સાથેની વાતચિતમાં સંસ્થાના સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું હતું કે 2016માં રાજકોટ પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટ એશો.ની સ્થાપના કરવામાં આવી હતી. આઠ વર્ષની સફળતાના અનુસંધાને 7 મેના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમારા એશો.નો ઉદ્ેશ્યના બ્રોકરોને બિલ્ડર સાથે મુલાકાત કરાવી. તેમના બિઝનેસનો ગ્રોંથ કરવાનો છે. અમારી સાથે 100થી વધુ બિલ્ડરો જોડાયેલા છે. અમારી સંસ્થા રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં કાર્યરત છે. જેમાં 125થી વધુ સભ્યો જોડાયેલાં છે. અમારો ઉદ્ેશ્ય સૌરાષ્ટ્રભરના નાના-મોટા પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટસીના બિઝનેસ સાથે જોડાયેલા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. આગામી સમયમાં અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સંસ્થાનો વ્યાપ વધારવાના પ્રયાસ કરીશું.

અમે જે લોકોને પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટમાં બિઝનેસમાં આવવું હોય તો તેમને પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટનું નોલેજ રેરાનું માર્ગદર્શન આપવામાં આવે છે. બિલ્ડરો સાથે મુલાકાત કરાવી છીએ.

સંસ્થાના પ્રમુખ અર્પીત શાહ, ઉપપ્રમુખ જસ્મીન શેઠ, સેક્રેટરી કેતન મહેતા, ખજાનચી નિરજ ખંભાતી, કમીટી મેમ્બર્સ પ્રકાશ શાહ, વિજય જાની, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.