રકતદાન કેમ્પ સંદર્ભે યોજાઇ બેઠક: વધુમાં વધુ રકતદાન કરવા હાંકલ
જસદણના કમળાપુર ગામ અગામી રવિવારના રોજ સાકરીયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખું ગામ બન્ને સમય ધુવાડાબંધ એક પંગત પર પ્રસાદ ગ્રહણ કરશે ત્યારે સાકરીયા પરિવારના સભ્યોને વિચાર આવ્યો કે માતાજીનું કામ સમુસુતરું પાર પડશે જ પણ હાલ ગરમીનાં દિવસો ચાલી રહ્યો છે ત્યારે રક્તનો પુરવઠો ઓછો છે જેમાં રક્ત જરૂરિયાત મંદ થેલેસેમિયા પીડિત બાળકોને રકત મેળવવા માટે ભારે તકલીફ પડી રહી છે ત્યારે રકતદાન કેમ્પ યોજીએ તેમનાં આ વિચારે તાત્કાલિક અસરથી એક મિટિંગનું આયોજન કરાયું જેમાં દરેક ઉપસ્થિતનો જોરદાર હકારત્મક પ્રતિસાદ મળેલ હતો આ અંગે ઉધોગપતિ અને સમાજનાં દરેક લોકોનાં સુખદુ:ખમાં સાથે ચાલનારા હિરેનભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એક હજાર કરતાં પણ વધુ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ છે તેમને સતત રક્તની જરૂરિયાત રહે છે રવિવારે કમળાપુર ગામે ચામુંડા માતાજીના માંડવામાં અનેક મહાનુભવો અને જુદા જુદા જન પ્રતિનિધિઓ પધારવાના છે ત્યારે થેલેસેમિયાગ્રસ્તો માટે એક રકતદાન કેમ્પનું આયોજન માટે મિટિંગ યોજાઇ હતી. જેમાં કમળાપુરના ગ્રામ્યજનોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે ત્યારે દરેકને રકતદાન કરવાની જાહેર અપીલ આયોજકોએ કરી છે.