- 2850 સભ્યોની ચૂંટણીમાં કુલ 2330 એડવોકેટોએ મતદાન કર્યું હતું: કપિલ સિબ્બલને મળ્યા 1066 વોટ
રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ગુરુવારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. છેલ્લા ત્રણ દાયકામાં તેઓ ત્રણ વખત આ પદ સંભાળી ચૂક્યા છે. 75 વર્ષીય વરિષ્ઠ વકીલ, જેમણે ગયા વર્ષે બારમાં 50 વર્ષ પૂર્ણ કર્યા, તેમણે વર્તમાન સુપ્રીમ કોર્ટ બાર એસો.ના ઉપ-પ્રમુખ પ્રદીપ રાયને હરાવ્યા. મતદાર યાદીમાં 2850 સભ્યોની ચૂંટણીમાં કુલ 2330 એડવોકેટોએ મતદાન કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કપિલ સિબ્બલને 1066 વોટ, રાયને 689 વોટ અને વર્તમાન પ્રમુખ આદિશ અગ્રવાલને 307 વોટ મળ્યા છે. 14 મેના રોજ, સિબ્બલે જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટાઈ આવે તો તે સુનિશ્ચિત કરવા માગે છે કે રાજકારણને એવા સમયે કોર્ટરૂમમાં ન લાવવામાં આવે જ્યારે અત્યંત અસ્થિર રાજકીય કેસોનો કોર્ટરૂમમાં નિર્ણય લેવામાં આવે છે. અમારી વિચારધારા ભારતના બંધારણમાં સમાવિષ્ટ કાયદાના શાસનને જાળવી રાખવાની અને નાગરિકોને રાજ્યના અતિરેકથી બચાવવાની છે. વકીલો આ માટે જ છે, નહીં? વિશ્વના ઈતિહાસમાં દરેક સરકારે હંમેશા કાયદા દ્વારા નિર્ધારિત સત્તાઓનો ઉપયોગ કર્યો છે. અને વકીલો
નાગરિકોની સુરક્ષા માટે છે. આ એકમાત્ર વિચારધારા છે અને આમાં રાજકારણ ન લાવવું જોઈએ.
લગભગ 25 વર્ષ પછી ચૂંટણી લડવા પર સિબ્બલે કહ્યું કે તેઓ ન્યાયતંત્ર અને સંસ્થા પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ મારું જીવન છે, તમે જાણો છો. મેં આ કોર્ટમાં 50 વર્ષ વિતાવ્યા છે, તે ઘણો લાંબો સમય છે. હું સામેલ છું અને હું ઈચ્છું છું કે કોર્ટનો વિકાસ થાય. હું ઈચ્છું છું કે આ દેશના દરેક નાગરિકને આ સંસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ હોય, એમ તેમણે કહ્યું. સિબ્બલ 1995-1996, 1997-1998 અને 2001-2002 વચ્ચે સુપ્રીમ કોર્ટ બાર એસો.ના પ્રમુખ હતા.