કોર્પોરેશનને રૂ.19.36 કરોડની આવક: વેરા વળતર યોજનાનો 30,784 લોકોએ લાભ લીધો

જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરપાઈ કરનારા આસામીઓને વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાના છેલ્લા 1પ દિવસ બાકી રહ્યા છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા તા. 17 એપ્રિલ થી દોઢ માસ માટેની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેને એક માસ પૂર્ણ થઈ ચૂક્યો છે. તા. 16 એપ્રિલથી તા. 1પ મે-ર0ર4 સુધીના એક માસના સમયગાળામાં 30,784 લોકોએ લાભ લીધો છે અને રૃા. 19.76 કરોડની રકમ ભરપાઈ કરી છે .તથા  રૂ. 0ર.14 કરોડનું વળતર પ્રાપ્ત કર્યું છે. હવે આ યોજનાના છેલ્લા 1પ દિવસ બાકી રહ્યા છે. આથી લોકો મિલકત વેરા અને પાણી ચાર્જની રકમ એડવાન્સ ભરીને આ યોજનાનો લાભ મેળવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ર006 પહેલા રેન્ટ બેઈઝ મુજબ મિલકતવેરા અને પાણી ચાર્જમાં 100 ટકા અને ર006 પછી કારપેટ બેઈઝ મુજબ બાકી રકમ ઉપર પ0 ટકા વ્યાજ માફીની યોજના હાલ અમલમાં છે.

આ માટેના પૈસા ભરવા મહાનગરપાલિકાના કચેરીના મુખ્ય કેશ કલેક્શન સેન્ટર, ત્રણેય સિવિક સેન્ટર (ગુલાબનગર, રણજીતનગર અને સરૃસેક્શન રોડ) શહેરની એચ.ડી.એફ.સી, કોટક, નવાનગર,. આઈડીબીઆઈ બેંક ની કોઈપણ શાખામાં પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન, અથવા ઓનલાઈન પણ વેરો ભરપાઈ કરી શકાય છે. તેમ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ  દ્વારાજણાવાયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.