- અબતકની મુલાકાતે આવેલા ચુવાળીયા કોળી જંજવાડીયા પરિવારના આગેવાનોએ ધર્મ સાથે શિક્ષણના સમન્વય જેવા યજ્ઞની આપી વિગતો
ધર્મ સાથે શિક્ષણ સેવાને આવરી લઈ સમા`જ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ પહેલમાં રાજકોટમાં જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે યોજાનારા બહુચરાજી માતાજીના નવરંગ માંડવા ની રકમ નો 50% હિસ્સો શિક્ષણ પાછળ વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
અબ તકની મુલાકાતે આવેલા ચુવાળીયા કોળી સમાજના આગેવાનો દેવાંગભાઈ કુકાવા, રાજવીર ભાઈ જંજવાડીયા, ધર્મરાજભાઈ જંજવાડીયા, રાજેશભાઈ ગાંગાણી ,વિવેકભાઈ જોશી, અને ધનજીભાઈ સુરેલાએ જણાવ્યું હતું કે ચુવાળીયા કોળી જંજવાડીયા પરિવાર દ્વારા કુળદેવી બહુચરાજી માતાજીના 24 કલાકના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે આ આ માંડવાની રકમ માંથી 50% રકમ વેલનાથ ધામ ક્ધયા છાત્રાલયના નવ નિર્માણ માં અર્પણ કરવામાં આવશે.
જંજવાડીયા પરિવાર દ્વારા તારીખ 18 5 24 સવારે શુભ ચોઘડીએ કોઠારીયા રોડ રામનગર બે બહુચરાજી ચોક હુડકો ચોકડી ખાતે બહુચરાજી માતાજીના નવરંગ માંડવાનું મુહૂર્ત કરવામાં આવશે, માંડવામાં સાંજે ભાવિકો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે માંડવા માં આવનાર સંતો મહંતો અને ભુવાઓનો ભવ્ય સામૈયુ કરવામાં આવશે. આ માંડવામાં વિવિધ સમાજના પંચના ભુવાઓ ખાસ ઉપસ્થિત રહેશે અને રાવળદેવ સંદીપભાઈ માતાજીના ગુણગાન ગાશે, માતાજીના માંડવા ની એકત્રિત થયેલી રકમમાંથી 50% રકમ વેલનાથ ધામ ક્ધયા છાત્રાલયના નવનિર્માણમાં અર્પણ કરવામાં આવશે .બહુચરાજી માતાજીના ભુવા રમેશભાઈ જંજવાડીયા, રાજુભાઈ જંજવાડીયા, એ સમાજને માતાજીના માંડવા ના આયોજકોને ક્ધયા છાત્રાલય બનાવવા માટે અમુક ટકા રકમ શિક્ષણ માં આપવા અપીલ કરી હતી શનિવારે તારીખ 18 5 યોજાનારા આ બહુચરાજી માતાજીના નવરંગ માંડવા નો લાભ લેવા માતાજી ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે