- નાળિયેર પાણીના સેવનમાં મર્યાદા જરૂરી અતિરેકના ગેરકાયદા પણ જાણવા જરૂરી
- ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે. તેમાં રહેલા પોષણ શરીરને સ્વાસ્થ્યની સાથે સાથે નારિયેળ પાણી ત્વચા અને વાળ માટે પણ ખુબ જ હેલ્થી છે.
- તે શરીરમાં ઇલેકટ્રો લાઇટની માત્રાને જાળવી રાખવામાં મદદ કરી છે. પરંતુ નારિયેળ કે શ્રીફળ એક ફળ છે.
- નાળિયેરના વૃક્ષ ઉગે છે. ફળ હજી લીલુ હોય ત્યારે વધુ પડતું મીઠું લાગે છે. અને મલાઇ નીકળે છે.
પાકી ગયેલું નાળિયેર કથ્થાઇ રંગનું હોય છે. તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. અંદરની મલાઇ કડક અને ઘાટી થઇ જાય છે. જેને ટોપરુ કહે છે જેનો ઉપયોગ રસોઇ કરવામાં અને સુકા નારીયેળનું તેલ બનાવવામાં આવે છે જેને કોપરેલ કહે છે.નાળિયેર આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવના દર્શન કરાવે છે વૈભવ એટલે શ્રીએ દ્રષ્ટિથી નારીયેળને શ્રીફળથી ઓળખાય છે.
હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી દેવતાઓને નારિયેળ વધેરવામાં આવે છે. હિંદુ ધર્મમાં નારીયેળને પવિત્ર ફળ માનવામાં આવે છે. ઘણાં ધાર્મિક, સામાજીક પ્રસંગોમાં નેતો ઉપયોગ થાય છે.
નાળિયેર પાણી પીવાના ફાયદા:-
* વજનને નિયંત્રિત રાખે છે:- નારિયેળ પાણીમાં ઓછું ફેટ અને કોલરી છે તેથી તે મેટાબોલિઝમને ઘટાડે છે. તેથી નારિયેળ પણ વજનને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે.
* ડાયાબિટિસને અંકુશમાં રાખે છે:- નારિયેળ પાણી બ્લેડ ગ્લુકોઝના લેવલને નિયંત્રણ કરે છે. જેમાં ડાયાબીટીસ વિરુઘ્ધ ગુણ હોય છે. જેમાં મેગેનેશિયમ ઇન્સુબિન હોય છે. આમ ડાયાબીટીસ અને નિયંત્રીત કરે છે.
* પથરી મટાડવા ઉપયોગી:- ઓછું પાણી પીવાને કારણે પથરી થાય છે. અને નારિયેળ પાણીમાં 94 ટકા પાણી હોય છે. તેથી પથરી દરમિયાન પાણી પીવાથી પથરી મટાડવા ઉપયોગી થાય છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ સાઇટ્રેટ હોય છે. જેનાથી પથરી પેશાબ વાટે બહાર નીકળે છે.
* ત્વચાને મુલાયમ રાખે:- નારિયેળ પાણી દરરોજ પિવાથી ત્વચા મુલાયમ બને છે. નારીયેળ પાણી ત્વચા પરના ડાઘાને પણ દુર કરે છે. અને નયણા કોઠે પિવાથી ત્વચામાં નિખાર આવે છે.
પાચન ક્રિયા સુધારે:- તારિયેળ પાણીમાં ઘણા પોષક તત્વો છે જે શરીરને ઠંડક આવે છે. અને તાપમાનને નિયંત્રણ રાખે છે. જે પાચનક્રિયામાં મદદરુપ થાય છે. આયુર્વેદમાં પણ નારિયેળ પાણીને ઉત્તમ માન્યું છે.
માનસિક તાણમાં મદદરૂપ:- નારિયેળ પાણી માનસિક સ્વસ્થ્ય માટે મદદરુપ છે. જે શરીરના તાપમાન ઘટાડે તેથી માનસિક તાણ પણ ઘટે છે.
* પેટની તકલીફમાં ફાયદાકારક:- પેટના રોગો એસિડીટી, પાચનમાં તકલીફ જેવી સમસ્યાને મુળથી મટાડવામાં મદદરૂપ છે. નારીયેળ પાણી શરીરમાં વધુ પ્રમાણમાં ડાઇડ્રેટ રાખે છે.
* રોગ પ્રતિકારક શકિત વધારે છે:- નારિયેળમાં લૌરિક એસિડ હોય છે જે ફંગલ, વાયરલ અને બેકટેરીયા સામે રક્ષણ આપે છે. તેથી રોગપ્રતિકારક શકિત વધારે છે. અને બિમારી સમયે નારીયેળ પાણી પિવાથી નબળાઇ દુર થાય છે.
* બ્લડ પ્રેસરને નિયંત્રણ રાખે છે:- નારિયેળ પાણી ચહેરાને નિખારે છે. નારિયેળ પાણીમાં ડિહાઇડ્રેકશનની સમસ્યાથી દુર રાખે છે. અને નારિયેળ પાણીમાં રહેલા તત્વો વિટામીન-સી અને પોટેશિયમ બ્લડ પ્રેસરને નિયંત્રણ રાખવા મદદરુપ થાય છે.
નાળિયેર પાણીના ગેરકાયદા:-
* ઠંડી લાગે:- જેને વધુ પડતી શર્દી ખાસી થતી હોય છે જેને વધુ પડતી ઠંડી લાગતી હોય જેને શર્દીની તાસીર હોય તેને નારીયેળ પાણી ન પીવું જોઇએ નકર ઠંડી વધુ લાગે છે.
ડાયરિયા થઇ શકે:- નારિયેળ પાણી વધુ પ્રમાણે ન પીવું જોઇએ. તેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધે છે. જેનાથી ડાયરિયા થાય છે.
* લો બ્લડ પ્રેસર:- જેને લો બ્લડ પ્રેસર છે તેને નારિયેળ પાણી વધુ સેવન ન કરવું નારીયેળ પાણીથી બ્લડ પ્રેશર ઘટી શકે છે.