- માઁ સરસ્વતીની ઉપાસના ફળી
- 99 પી.આર. સાથે 18 વિદ્યાર્થીઓ અને 95 પી.આર. સાથે 39 વિદ્યાર્થીઓ તેમજ 100 માંથી 100 માર્કસ મેળવતા ર0 વિદ્યાર્થીઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ તા.9-5-2024 ના રોજ જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી ચાવડા આયુષી અને રાખોલીયા ક્રિશએ 99.98 પી.આર. મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું અને ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઝાલા મિત 99.94 પી.આર. મેળવી બોર્ડમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ 99 પી.આર. ઉપર 18 વિદ્યાર્થીઓ છે 95 પી.આર. ઉપર 39 વિદ્યાર્થીઓ છે જયારે 90 પી.આર. ઉપર ગંગોત્રી સ્કૂલના 65 વિદ્યાર્થીઓ છે. એ ઉપરાંત અલગ અલગ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવતા 20 વિદ્યાર્થીઓ છે.
આવું જ ઉત્તમ પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં પણ આવ્યું છે જેમાં રૈયાણી મહેકએ 99.95 પી.આર. સાથે એ-1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજ ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવેલ છે. માનસરા રેનીશએ 99.93 પી.આર. સાથે એ-1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં સાતમું અને ગોંડલ કેન્દ્રમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.આમ 99 પી.આર. ઉપર 04 વિદ્યાર્થીઓ છે, 95 પી.આર. ઉપર 18 વિદ્યાર્થીઓ છે જયારે 90 પી.આર. ઉપર ગંગોત્રી સ્કૂલના 30 વિદ્યાર્થીઓ છે.
તા.11-5-2024ના રોજ જાહેર થયેલ ધોરણ 10 બોર્ડના પરિણામમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા રીક્ષા ચાલકના પિતાના પુત્ર પઠાણ રિઝવાનએ 99.98 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં દ્વિતિય સ્થાન અને ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. સરવૈયા પ્રિતએ 99.96 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જયારે ભાલોડી વેદ અને સોલંકી આયુષએ 99.94 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરેલ છે. વેકરીયા કાવ્યાએ 99.93 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત બોર્ડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરેલ છે. દોઢિયા સુમૈયાએ 99.91 પી.આર. સાથે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરી નવમું સ્થાન મેળવેલ છે. આમ 99 પી.આર. ઉપર 20 વિદ્યાર્થીઓ છે, 95 પી.આર. ઉપર 56 વિદ્યાર્થીઓ છે જયારે 90 પી.આર. ઉપર ગંગોત્રી સ્કૂલના 89 વિદ્યાર્થીઓ છે. એ ઉપરાંત અલગ અલગ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવતા 35 વિદ્યાર્થીઓ છે.
તા.13-5-2024 ના રોજ ધોરણ 12 કોમર્સ અને હ્યુમાનિટી સી.બી.એસ.ઇ. બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના પરિણામમાં વાળા યશરાજએ 99.60 ટકા પ્રાપ્ત કરી ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, આડતીયા મિહિર 91.80 ટકા મેળવી ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે અને સદીકોટ મુસ્તુફાએ 89.40 ટકા મેળવી ગોંડલ કેન્દ્રમાં તૃતીય સ્થાન મેળવેલ છે.
આવું જ ઉત્તમ પરિણામ વિજ્ઞાન પ્રવાહ સી.બી.એસ.ઇ. બોર્ડમાં પણ આવ્યું છે જેમાં ધીંગાણી જાનકીએ 94.80 ટકા મેળવી ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને ઢોલરીયા કાવ્યાએ 93.40 ટકા સાથે ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે જયારે ડોબરીયા આર્વી અને ડાભી બંસરીએ 91.80 ટકા મેળવી ગોંડલ કેન્દ્રમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
ધોરણ 10 સી.બી.એસ.ઇ. બોર્ડમાં હરખાણી ક્રિષ્ટીએ 95.16 ટકા પ્રાપ્ત કરી ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગજેરા સ્મિતએ 93.60 ટકા સાથે ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ઉત્તરોત્તર આવા સુંદર પરિણામોની વણઝાર સર્જતાં વિદ્યાર્થીઓએ જોશભેર આનંદ, ઉમંગથી પરિણામની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદીપ છોટાળાએ વિદ્યાર્થીઓને હાર પહેરાવી, મોં મીઠું કરાવી ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓને આવા ધમાકેદાર પરિણામના અભિનંદન પાઠવ્યા હતા. સ્કૂલના પરિણામને બિરદાવવા દરેક વિદ્યાર્થી ઉત્સાહમાં આવી ડીજેના તાલ સાથે જુમી ઉઠ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓના વાલીઓ પણ આવા શ્રેષ્ઠ પરિણામથી ખુબજ આનંદિત અને સંતુષ્ઠ જણાતા હતા. વાલીઓએ ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ સર અને પ્રિન્સિપાલ કિરણ મેડમને આવા ભવ્ય પરિણામની શુભેચ્છા પાઠવી હતી. ઘણા સમયથી ગોંડલની આસપાસના નાના-નાના ગામડાઓને એક સારી સ્કૂલની શોધ હતી ત્યારે ગોંડલમાં ગંગોત્રી સ્કૂલએ આવા ઉત્તમ પરિણામની હારમાળા સર્જતાં દરેક વાલીઓને પોતાના બાળકના સપનાઓ સાકાર થતા હોય તેવું દેખાઈ રહ્યું છે.
ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદીપ છોટાળા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાલીઓનો અતૂટ વિશ્વાસ, વિદ્યાર્થીઓની પદ્ધતિ સરની મહેનત, મેનેજમેન્ટ અને શિક્ષકોની મહેનતથી જ અમે બોર્ડના આવા સર્વશ્રેષ્ઠ પરિણામો આપી શક્યા છીએ અને હવે જયારે ટૂંક સમયમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગઊઊઝ નું પરિણામ આવનાર છે ત્યારે તેમાં પણ અમે આવું જ ઉત્તમ પરિણામ મેળવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રીક્ષા ચલાવતા ગરીબ પિતાના પુત્ર પઠાણ રિઝવાને ધોરણ 10 માં મેળવ્યા 99.98 પી.આર.
ધોરણ 10 નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતો પઠાણ રિઝવાનએ 99.98 પી.આર. સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં દ્વિતીય સ્થાન મેળવી એક રીક્ષા ચાલક પિતાના પુત્રએ સફળતાનું શિખર સર કર્યું છે. પઠાણ રીઝવનાએ એક ગરીબ પરિવારનો પુત્ર છે. તેના પિતા રીક્ષા ચલાવે છે તેમના માતા પણ સાફ – સફાઈનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.
સરવૈયા પ્રીતએ ધો.10ની પરીક્ષામાં મેળવ્યું સર્વશ્રેષ્ઠ પરિણામ
ધોરણ 10 નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતાં સરવૈયા પ્રીતએ 99.96 પી.આર. સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં ચોથું સ્થાન મેળવ્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એવા સરવૈયા પ્રીતના ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. સરવૈયા પ્રીતએ ધોરણ-10 માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે મહેનતુ દિકરાએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી શ્રેષ્ઠ નામ કરી બતાવ્યું છે.
હવે સરવૈયા પ્રીત આગળ સાયન્સનો અભ્યાસ કરી સોફ્ટવેર એન્જીનિયર બની પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.
ગોંડલમાં હીરા ઘસતા પિતાનો પુત્ર ઝાલા મિતે કોમર્સમાં મેળવ્યા 99.94 પી.આર.
ધોરણ 12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતા ઝાલા મિતએ 99.94 પી.આર. સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠું સ્થાન મેળવી હીરા ઘસનાર પિતાના દીકરાએ સફળતાનો ડંકો વગાડ્યો છે. ઝાલા મિત એક ગરીબ પરિવારનો દીકરો છે. તેના પિતા હીરા ઘસવાનું કામ કરે છે. અભ્યાસમાં તેજસ્વી એવાં મિતનાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ સામાન્ય છે. ધોરણ 12 કોમર્સમાં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે હીરા ઘસનાર પિતાના પુત્રએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. ઝાલા મિતના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે.
રાખોલિયા ક્રિશએ ધો.12 કોમસમાં 99.98 પી.આર. સાથે ઉતીર્ણ
ધોરણ-12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતો રાખોલીયા ક્રિશ રતિલાલએ 99.98 પી.આર. સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી સફળતાનો ડંકો વગાડ્યો છે. એક વેપારી પરિવારના દીકરાએ ધોરણ-12 માં વર્ષભરનું આયોજનપૂર્વક શૈક્ષણિક કાર્ય ખૂબ જ નિયમિતતા, ઉત્સાહ અને એકાગ્રતાથી પૂર્ણ કર્યું છે. તેમણે ધોરણ 12 માં દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપી તેમની નાનામાં નાની બાબત પણ ખૂબ જ ધ્યાનપૂર્વક શીખી છે. રાખોલીયા ક્રિશ હવે ધોરણ 12 પછી બીસીએ કોર્ષમાં અભ્યાસ કરી આગળ પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા માગે છે.
એક શિક્ષકની દીકરીએ ધો.12 કોમર્સના પરિણામમાં 99.98 પી.આર. મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન
ધોરણ 12કોમર્સનું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતી ચાવડા આયુષીએ 99.98 પી.આર. મેળવી સમગ્ર ગોંડલ પંથકમાં સફળતાનો ડંકો વગાડ્યો છે. તેમજ ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતી દીકરીએ રોજની 8 થી 9 કલાક મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી છે. આ શિક્ષકની દીકરીનું સ્વપ્ન સી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી પરિવારનું, સ્કૂલનું અને સમાજનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.
રૈયાણી મહેકે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં મેળવ્યું ઉત્કૃષ્ટ પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી રૈયાણી મહેકએ 99.95 પી.આર. સાથે ગણિત અને રસાયણ વિજ્ઞાન બંને વિષયમાં 100 માંથી 100 માર્ક્સ તથા ગુજકેટ જેવી પરીક્ષામાં પણ ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષયમાં 40 માંથી 40 ગુણ મેળવ્યા છે તેમજ સમગ્ર ગુજરાત બોર્ડમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રૈયાણી મહેકએ ધોરણ-12 માં નિયમિત 14 થી 16 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે આ મહેનતું દીકરીએ આજે વિજ્ઞાન પ્રવાહમાં સર્વોત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પરિવારના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે.