• વસુધૈવ કુટુમ્બકમ
  • સંયુકત પરિવારમાં સૌનું સુખ સમાયું છે: તૂટતા પરિવારો વચ્ચે પણ ભારતીય સમાજ વ્યવસ્થા શ્રેષ્ઠ ગણાય છે: ભારતમાં પ્રાચિન કાળથી કુટુંબ વ્યવસ્થા સાથે તેની પરંપરા ચાલી આવી છે
  • પરિવારએ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા: પરિવાર સાર્વત્રિક હોવા છતાં તેના સ્વરૂપ, રચના અને કાર્યમાં તફાવત જોવા મળે છે: સંયુકત, વિભકત, માતૃસત્તાક અને પિતૃસત્તાક જેવા કુટુંબના પ્રકારો છે: આ વર્ષની થીમ પરિવાર અને આબોહવા પરિવર્તન છે

આજે વિશ્ર્વ કુટુંબ દિવસ છે, ત્યારે આપણાં જીવનથી મૃત્યુ સુધી પરિવાર સાથેનું જોડાણ એટલે આપણો કુટુંબ પરિવાર, પરિવાશ શબ્દની સાથે જ પ્રેમ, હુંફ, લાગણી, શ્રઘ્ધા, વિશ્ર્વાસ અને સહયોગ જેવા શબ્દો જોડાયેલા છે. દરેક પરિવારની પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવે છે. પરિવારના રિત રિવાજો સાથે પરિવારની સાખ મહત્વની ગણાતી હોય છે. અમુક પરંપરાગત વસ્ત્રોથી પણ પરિવારની ઓળખ ગણાય છે. કુટુંબ સાર્વત્રિક હોવા છતાં તેના સ્વરૂપ રચના અને કાર્યમાં તફાવત જોવા મળે છે. વિભકત,  સંયુકત, માતૃસત્તાક અને પિતૃસત્તાક કુટુંબ જેવા તેના પ્રકારો છે. પરિવારએ સગપણ, સંબંધનું જુથ છે, પતિ-પત્ની વચ્ચેના જોડાણનો સંબંધ છે, અને માતા-પિતા, ભાઇ-બહેન વચ્ચેના લોહીના સંબંધ છે.

આપણાં દેશમાં પ્રાચિન કાળથી પરિવારોમાં સંયુકત પ્રથાથી વડીલ કે પરિવારના વડાને કોઠા સુઝથી પરિવાર ગમે તેવી મુશ્કેલીમાં અકબંધ રહેતો હતો. બદલાયેલ જીવનશૈલી, વિદેશી કલ્ચરનું અનુકરણ સાથે ઘટતી સહન શકિતને કારણે પરિવર્તનના નવા દોરે કુટુંબને તોડી નાખ્યા પણ વિશ્ર્વમાં આજે પણ ભારતની પરિવાર વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એક વાત તો સૌ સ્વીકારે છે કે, સંયુકત પરિવારમાં જ સૌનું સુખ સમાયેલું છે. તૂટતા પરિવાર વચ્ચે પણ આપણી સમાજ વ્યવસ્થા વિશ્ર્વમાં પ્રથમ સ્થાને આવે છે.

આજનો દિવસ આપણને સમગ્ર વિશ્ર્વ એક પરિવાર છે, નો સંદેશ આપે છે. પરિવારનો અર્થ જયાં મનને હલકું કરવા, આરામ આપવા અને એકબીજાના સુખ-દુ:ખમાં સૌ સાથે ભાગ લે તે છે. પરિવાર સૃષ્ટિનો પાયો છે, અને પરિવાર વગર માણસની કે સમાજ વ્યવસ્થાની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણને કોરોના કાળમાં પરિવારનું મહત્વ બરોબર સમજાઇ ગયું હતું. પરિવાર બનાવવા સૌ એ હળી-મળીને રહેવું જરુરી છે. પણ આજના યુગમાં ભાઇ-ભાઇ કે બહેન કે માતા-પિતા વચ્ચેના કલેશ ખટરાગને કારણે ઘણા પરિવારો છિન્ન ભિન્ન થતાં જોવા મળે છે.

પૃથ્વી આપણાં સૌની માતા છે અને આપણે તેના સંતાનો દિવસે વધુ ધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવી જરુરી છે. મતભેદોને મનભેદોમાં ન પરિણમીને શાંતિ અને એકતા જાળવવી જરુરી છે. આપણે જુના યુગો કે ધાર્મિક ગ્રંથોની માન્યતા વધારે જોઇએ તો રામાયણ, મહાભારતના સમયમાં પરિવારિક સમસ્યા સર્જાઇ હત. આજે પરિવારનું તૂટવું સામાન્ય બની ગયું ે. ત્યારે બે દેશો વચ્ચેના મતભેદો, યુઘ્ધોની કયાં વાત કરવી. પારિવારિક માહોલ તમને ડિપ્રેશનથી દુર રાખીને સામાજીક સમસ્યાઓમાં રક્ષણ આપે છે.

આ વર્ષની વૈશ્ર્વિક ઉજવણી થીમ પરિવારો અને આબોહવા પરિવર્તન છે, જેનો હેતુ પરિવાર ઉપર આબોહવા પરિવર્તન કેવી અસર કરે છે, તે અંગે જાગૃતિ લાવવાનો છે. કુટુંબ અને સામુદાયિક પહેલ દ્વારા શિક્ષણ માહીતીની પહોંચ, તાલીમ અને સમુદાયની ભાગીદારી સાથે આબોહવા ક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. આજનો દિવસ દરેક પરિવાર માટેનો મહત્વનો છે, એટલે પરિવારનો સામુહિક આનંદ ઉત્સવ સાથે ઉજવવો જરુરી છે. સમાજમાં પરિવારોના મહત્વની વૈશ્ર્વિક ઉજવણી તરીકે ગણી શકાય, વ્યકિત અને સમુદાયોને ઉછેરવામા, સામાજીક સંકલન સાથે એકંદર સુખાકારી આપવા કુટુંબ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ વર્ષે 30મી વર્ષ ગાંઠ વિશ્ર્વ ઉજવી રહ્યું છે. 1993 થી આ દિવસ ઉજવાય છે. પરિવારો પર અસર કરતી સામાજીક, આર્થિક અને વસ્તી વિષયક પ્રક્રિયાનું જ્ઞાન વધારે છે. પહેલા તો પરિવારમાં પાંચ-છ ભાઇ-બહેનનો પરિવાર રહેતો જે આજે એક સઅથવા બે પર સમિતિ થયો છે. આજે સૌ નાનુ કુટુંબ – સુખી કુટુંબ ઇચ્છે છે, વિશ્ર્વની સાથે આપણા દેશના પરિવારો પણ ગરીબી, સ્થળાંતર અને આરોગ્ય સંભાળ અને શિક્ષણની પહોંચ પર ભાર મુકે છે. આજે આપણે ત્યાં પણ મિલ્કત માટે સંતાનો પિતા ઉપર કેસ કરી દે છે. પરિવારની એકતા અખંડિતા સાથે મજબુત કરવા પરિવારના દરેક સભ્યોની અથાગ મહેનત હોય છે. અગાઉનો લગ્ન વેવિશાળ પણ પરિવારની સાખ જોઇને થઇ જતાં હતા.પરિવાર આપણાં જીવનમાં હુંફ અને હાસ્ય સાથે આનંદ આપે છે. શુભ પ્રસંગોએ પરિવારનો આનંદ – ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. તો દુ:ખ કે મુશ્કેલી સમયે એકબીજાને સધિયારો આપવાની ભાવનાથી જ ભારતીય પરિવારને ખાસ આપણાં ગુજરાતી પરિવારોની વ્યવસ્થાની વૈશ્ર્વિક સ્તરે સરાહના થાય છે. સમુદાયો વિશ્ર્વની સમાજ વ્યવસ્થાની કરોડરજજુ છે. આ ઉજવણીનો ઇતિહાસની સફર 1980 થી શરુ થયેલ બાદમાં 1989માં યુએન નો ઠરાવ બાદ 1993 થી આ દિવસ ઉજવાય છે. સમાજના પાયાના એકમ તરીકે પરિવારની મુખ્ય ભૂમિકા છે.

સંબંધોને એક સાથે લાવીને કૌટુંબિક સંબંધો મજબૂત કરો

પરિવાર માટે સમર્પણ એ રોજીંદા જીવનનો એક મહત્વ પૂર્ણ ભાગ છે, પરિવારના દરેક સભ્યે પારિવારિક સંબંધોને એક સાથે લાવીને સંબંધો મજબુત કરવા કાર્ય કરવું જરુરી છે. આજ દિવસે પ્રેમ-હુંફ અને લાગણી દિવસ ગણાય પણ આવી બધી વાતો સમગ્ર વર્ષ ચાલુ રાખીને પરિવાર અકબંધ રાખો. કુટુંબના મોભીના નેતૃત્વ હેઠળ સમગ્ર પરિવારની સંસાર  યાત્રા સુખરુપ પસાર થાય છે. આજના યુગમાં આપણે પરિવારોના ભોજન સમારોહ, બહાર ફરવા કે પીકનીક ઉપર સમુહમાં જઇને આનંદોત્સવ કરીએ છીએ. જાુના દિવસો પરિવારના આનંદના દિવસો હતા, જે આજે બહ યાદ આવે છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.