- માધવપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો
- SOG એ મળેલી બાતમીના આધારે ડિગ્રી વગરનો ડોક્ટરને ઝડપી પાડ્યો
પોરબંદર ન્યૂઝ : પોરબંદર તાલુકાના માધવપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. પોરબંદર જિલ્લા SOG ને મળેલી બાતમીના આધારે માધવપુરમાંથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો છે. લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર તબીબને ઝડપી લઇ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બોગસ તબિબ સામે પોરબંદર SOG ની કાર્યવાહી
ગુજરાત મેડીકલ પેકટીશનર એકટ 1963 ની કલમ- 30 મુજબ આરોપી ભગવાનજી કારિયા કોંઇપણ જાતના ડોકટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડીગ્રી ન હોવા છતા બોગસ ડોકટર તરીકે મેડીકલ પ્રૅક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનો વગેરે દવાઓ આપી પ્રૅક્ટિસ કરી કેપ્સ્યુલ તથા ટેબ્લેટ તથા ઇન્જેક્શનો તથા મેડીકલ તપાસણીના સાધનો સ્થળ મળી આવ્યા હતા. કુલ કિંમત રૂ.97978 તથ રોકડ રૂપિયા 2830/- મળી કુલ રૂપિયા 100808/- નો મુદામાલ આરોપી બોગસ તબીબે પોતાના કબ્જામાં રાખી અન અધીકૃત રીતે અન્ય વ્યકિતની શારીરિક સલામતી જોખમમાં મુકાય એવી રીતે બેદરકારીથી મેડીકલ પ્રૅક્ટિસ કરતો મળી આવતા પોરબંદર SOG એ બોગસ તબિબ વિરુધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.