- ત્રીજી વખત મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યું
- ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ રહ્યા હાજર
Loksabha election 2024 : દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન થવાનું છે. દરમિયાન પીએમ મોદી આજે એટલે કે 14મી મેના રોજ નોમિનેશન ફાઈલ કર્યું છે.
પીએમ મોદીએ અગાઉ 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ઉમેદવાર બન્યા છે. PM મોદીના ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા છે. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે.
પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી
પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. પીએમએ માતા ગંગાના આશીર્વાદ લીધા હતા.
PM મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા
પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં દર્શન કર્યા હતા . તે લગભગ 10-15 મિનિટ સુધી મંદિરમાં રહ્યા હતા .
PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કરી
વારાણસીમાં લોકસભા ચૂંટણી માટે નામાંકન કરતા પહેલા PM મોદીએ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા પૂજા કરી હતી .
છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.