- પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
- આંધ્રપ્રદેશમાં પોલિંગ એજન્ટો પર હુમલો
Loksabha election 2024 : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ઉત્તરપ્રદેશ સહિત 10 રાજ્યોમાં મતદાન થઈ રહ્યું BJP and TMCછે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે. મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં બબાલના સમાચાર છે.
બીજેપી-ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ
#WATCH Durgapur, West Bengal: A clash broke out between BJP and TMC workers in Durgapur.#LokSabhaElections2024 pic.twitter.com/alSiQy6ldv
— ANI (@ANI) May 13, 2024
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન ટીએમસી નેતા રામ પ્રસાદ હલ્દરે આરોપ લગાવ્યો કે સવારે 6 વાગ્યાથી જ ભાજપના લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેનો વિરોધ કર્યો, મતદારોએ પણ તેનો વિરોધ કર્યો. તેઓ બહારથી પોલિંગ એજન્ટ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં વિસ્તારના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ ઘોરઈનું કહેવું છે કે ટીએમસીના ગુંડાઓએ વારંવાર અમારા પોલિંગ એજન્ટોને દુર્ગાપુરની ટીએન સ્કૂલ સ્થિત પોલિંગ બૂથમાંથી ભગાડી દીધા. બૂથ નંબર 22 પરથી અલ્પના મુખર્જી, બૂથ નંબર 83માંથી સોમનાથ મંડલ અને બૂથ નંબર 82માંથી રાહુલ સાહનીને વારંવાર બહાર ફેંકવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશમાં બબાલ, પોલિંગ એજન્ટો પર હુમલો
આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર 7 પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.