ગોવામાં રમાયેલ મલ્ટી સ્પોટર્સ ચેમ્પીયનશીપમાં
ગોવા ખાતે તા. 27 થી 29 એપ્રિલ દરમિયાન મલ્ટી સ્પોટર્સ-2024 નું ભવ્ય આયોજન થયું હતું. જેમાં મહારાષ્ટ્ર- ગોવા -રાજસ્થાન-કાશ્મીર-મધ્યપ્રદેશ-ઉત્તરપ્રદેશ – બિહારના 450 થી વધારે બાળકો આ કોમ્પિટિશન માટે ગોવા આવ્યાં હતાં.
ગુજરાત તરફથી ગુજરાત સ્ટેટ રોલર બાસ્કેટબોલ એસોસિએશનના બેનર નીચે પૂજા હોબી સેન્ટરના 14 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સ્પીડ સ્કેટિંગમાં બોયઝ તથા ગર્લ્સ માં અંડર-6 1-ગોલ્ડ, 1-બ્રોન્ઝ અને 2-સિલ્વર, 6 થી 8 માં 1-સિલ્વર, 1-બ્રોન્ઝ, 8 થી 10 1-સિલ્વર, 1-બ્રોન્ઝ, 10 થી 12 માં 1-સિલ્વર આ બાળકોએ મેડલ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
રોલર બાસ્કેટબોલમાં બાળકોએ મધ્યપ્રદેશ તથા ગોવાની ટીમને પરાજિત કરી અન્ડર-14 માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તથા અન્ડર-11 માં તેલંગણા તથા પંજાબને હરાવી બાળકોએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ રોલર સ્કેટિંગમાં ટોટલ 16-ગોલ્ડ, 3-સિલ્વર, 2-બ્રોન્ઝ મેડલ બાળકોએ મેળવ્યા હતા.
આ સાથે જ નેશનલ ડાન્સ કોમ્પિટિશન 2024 ના ભવ્ય આયોજનમાં બાળકોએ સ્કેટિંગ ડાન્સ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. જેમાં 11-ગોલ્ડ મેડલ આ ઉપરાંત સોલો ડાન્સમાં આસ્થા અમીપરા, રાહી નાગવેકર, ફલક પારેખ, પ્રેમ ગાંધી એ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતા. સોલો ડાન્સમાં સિલ્વર મેડલ તીર્થા લીમ્બાસિયા, કબીર દુધાત, શીખા પાબારી, પ્રિયાંશી મંડલી, હદીસ શેખ પ્રાપ્ત કર્યા હતા તથા સોલો ડાન્સમાં બ્રોન્ઝ મેડલ ભક્તિ વૈધ, કેસર વૈધ.
આ ઉપરાંત ડયુએટ ડાન્સમાં રાહી-આસ્થા, ભક્તિ-ફલક તથા શિખા-રાહી ગોલ્ડ મેડલ મેળવેલ છે. સિલ્વર મેડલ તીર્થા – કેસર તથા વેદાંશ- ચાર્મી એ મેડલ મેળવેલ છે. સૌપ્રથમવાર મમ્મીના ડયુએટ ડાન્સમાં દયા મંડલી, રૂકસાર શેખ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ તમામ કોમ્પિટિશનમાં 11 થી વધારે રાજ્યોના બાળકોએ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ગ્રુપ ડાન્સમાં સ્કેટિંગ ડાન્સમાં 11 બાળકોએ ઉત્તમ પર્ફોર્મન્સ કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. ડાન્સિંગમાં અલગ અલગ એઈજ ગ્રુપમાં પૂજા હોબી સેન્ટરના 14 બાળકોએ 20-ગોલ્ડ, 9-સિલ્વર તથા 4-બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.