અક્ષય તૃતિયા નિમિતે

આચાર્ય લોકેશજીએ વિશ્ર્વમાં  ભારત અને સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું: રાજયપાલ ગુરમીતસિંહ

દેહરાદૂનમાં   અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય લોકેશજી, ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને રાજભવનમાં મળ્યા હતા અને અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિના પવિત્ર તહેવાર પર તેમની શુભેચ્છાઓ આપી હતી અને મહત્વનાં  રાષ્ટ્રીય વિષયો પર ચર્ચા કરી હતી.

‘અહિંસા વિશ્વ ભારતી’ અને ‘વલ્ર્ડ પીસ સેન્ટર’નાં સ્થાપક આચાર્ય લોકેશજીએ તાજેતરમાં સિંગાપોર, અમેરિકા અને બ્રિટનનાં સંવિપન વિશ્વ શાંતિ અને સદભાવના પ્રવાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.

રાજ્યપાલ ગુરમીત સિંહજીએ આચાર્ય લોકેશજીને અમેરિકાના રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કર્યા બાદ તેમનું ભારત પરત ફર્યા બાદ સન્માન કર્યું હતું અને તેમને સ્મૃતિ ચિન્હ અર્પણ કરતાં તેમણે કહ્યું હતું કે, આચાર્ય લોકેશજીએ તેમના માનવતાવાદી કાર્ય દ્વારા વિશ્વમાં ભારત દેશ અને સંસ્કૃતિને ગૌરવ અપાવ્યું છે. ભારતનાં ઋષિઓનું જ્ઞાન અને તપ વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો માર્ગ મોકળો કરે છે. અત્યારે દુનિયા ભારતીય સંસ્કૃતિ અને માન્યતાઓને સન્માનની નજરે જોઈ રહી છે.

વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકશાજીએ માનનીય રાજ્યપાલને ભગવાન મહાવીરનાં 2550માં નિર્વાણ વર્ષની ઉજવણી નિમિત્તે ઉત્તરાખંડનાં રાજભવનમાં કાર્યક્રમ યોજવાની રૂપરેખા રજૂ કરી હતી, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો અને અધિકારીઓને તેનું આયોજન કરવા સૂચના આપી હતી. અક્ષય તૃતીયાના શુભ અવસરે માનનીય ગવર્નર લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહજી અને જૈન આચાર્ય લોકશજીએ રાજભવન સ્થિત ગૌશાળામાં પોતાના હાથે ગાયોને ખવડાવીને ગાયની સેવા કરી અને ભોલેનાથ શિવ મંદિરની મુલાકાત લીધી હતી.

‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થાનાં વિનીત કુમાર શર્મા અને વર્લ્ડ પીસ સેન્ટરનાં મિલિંદ લુથરાએ જણાવ્યું હતું કે, આચાર્ય લોકેશજીનાં અમેરિકન પ્રેસિડેન્શિયલ એવોર્ડથી સન્માનિત થવાથી ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક જગતનું ગૌરવ વધ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.