સ્કુલની આગવી શિક્ષણ પધ્ધતી વિદ્યાર્થીઓ માટે બની સફળતાનો સરળ માર્ગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચે યોજાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10નું રેકોર્ડબ્રેક 82.56% પરિણામ આવ્યું છે.
જે ગત વર્ષ કરતા 17.94% પરિણામ વધ્યું છે. 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું છે. જેમાં રાજકોટની શ્રેયાંસ સ્કુલનું ઝળહળતું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અને શ્રેયાંશ સ્કુલના પરિશ્રમનું ફળ આજે મળ્યું છે.
શ્રેયાંશ શાળાનું સતત પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ: પ્રિન્સિપાલ કેયુર ડોડિયા
‘અબતક’ સાથેની વાતચિતમાં શ્રેયાંશ સ્કુલના પ્રિન્સીપાલ કેયુર ડોડીયાએ જણાવ્યું હતું કે અમારી સ્કુલનું સંતોષકારક અને માતા-પિતાની અપેક્ષા ફળીભૂત થાય એવું પરિણામ આવ્યું છે. અમારી શાળામાં મધ્યમ પરિવારના 4 બાળકો અભ્યાસ કરે છે. 4 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. શ્રેયાંશ શાળાનું પાંચ વર્ષથી શ્રેષ્ઠ પરિણામ આવતું રહ્યું છે. કે.જી.થી લઇ 12 સુધી તમામ વિદ્યાર્થીઓએ સચોટ માર્ગદર્શન અને પુનરાવર્તન અતિ આવશ્યક છે.
એક સમયના ડરની આજે સમાપ્તિ: વિદ્યાર્થી અપેક્ષાબા
‘અબતક’ સાથેની વાતચિતમાં શ્રેયાંશ સ્કુલની વિદ્યાર્થી ગોહીલ અપેક્ષાબાએ ધો.10માં 99.07 પીઆર મેળવ્યા છે. શાળાના શિક્ષકો અને માતા-પિતાના માર્ગદર્શનથી સારૂં પરિણામ પ્રાપ્ત કર્યું છે.
શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવતું ટ્યુશનથી લઇને તમામ સુવિધા શાળામાં મળી રહેતી. એક સમયે ડર હતી પરંતુ મહેનત થકી સર્વ સાકાર બને છે અને હવે આગળ ડોક્ટર બનવાનું ધ્યેય સેવ્યું છે.