લોકસભાની ચૂંટણીમાં શહેરના વોર્ડ નં.11માં સૌથી વધુ 62.95 ટકા અને વોર્ડ નં.18માં સૌથી ઓછું 54.20 ટકા મતદાન: કોર્પોરેશનની વર્ષ-2021માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના વોર્ડ નં.15માં 58.18 ટકા મતદાન થયું હતું: લોકસભામાં આ વોર્ડમાં થયું 56.94 ટકા મતદાન

લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં ગત મંગળવારે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન યોજાયું હતું. 2019ની સરખામણીએ રાજકોટ બેઠક પર મતદાનમાં ઘટાડો નોંધાયો છે. સૌથી મોટી અને આશ્ર્ચર્ય પમાણતી વાતએ છે કે કોર્પોરેશનની 2021માં યોજાયેલી સામાન્ય ચૂંટણીની સરખામણીએ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના 18 પૈકી 17 વોર્ડમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં.15માં મતદાનની ટકાવારી ઘટી છે. લોકસભામાં વોર્ડ નં.11માં સૌથી વધુ 62.95 ટકા મતદાન થયું છે. જ્યારે વોર્ડ નં.18માં સૌથી ઓછું 54.20 ટકા જેટલું મતદાન થયું હોવાનું નોંધાયું છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.1માં 45.16%, વોર્ડ નં.2માં 48.54%, વોર્ડ નં.3માં 50.57%, વોર્ડ નં.4માં 56.49%, વોર્ડ નં.5માં 54.17%, વોર્ડ નં.6માં 53.79%, વોર્ડ નં.7માં 48.75%, વોર્ડ નં.8માં 49.98%, વોર્ડ નં.9માં 48.46%, વોર્ડ નં.10માં 50.04%, વોર્ડ નં.11માં 49.46%, વોર્ડ નં.12માં 51.98%, વોર્ડ નં.13માં 50.98%, વોર્ડ નં.14માં 48.28%, વોર્ડ નં.15માં 58.18%, વોર્ડ નં.16માં 48.27%, વોર્ડ નં.17માં 51.05% અને વોર્ડ નં.18માં 50.65% જેવું મતદાન થયું હતું.

લોકસભાની ચૂંટણીમાં શહેરના 17 વોર્ડમાં કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીએ મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો છે. જ્યારે એકમાત્ર કોંગ્રેસના વોર્ડ એવા વોર્ડ નં.15માં આશ્ર્ચર્યજનક રીતે મતદાનની ટકાવારી ઘટી છે. લોકસભાની ચૂંટણીમાં વોર્ડ નં.1માં 55.89%, વોર્ડ નં.2માં 55.01%, વોર્ડ નં.3માં 55.74%, વોર્ડ નં.4માં 59.36%, વોર્ડ નં.5માં 59.67%, વોર્ડ નં.6માં 57.09%, વોર્ડ નં.7માં 55.30%, વોર્ડ નં.8માં 60.77%, વોર્ડ નં.9માં 60.68%, વોર્ડ નં.10માં 61.26%, વોર્ડ નં.11માં 62.95%, વોર્ડ નં.12માં 57.92%, વોર્ડ નં.13માં 57.04%, વોર્ડ નં.14માં 58.12%, વોર્ડ નં.15માં 56.94%, વોર્ડ નં.16માં 55.15%, વોર્ડ નં.17માં 57.58% અને વોર્ડ નં.18માં 54.20% મતદાન થયું છે. કુલ 18 વોર્ડમાં મતદાનની સરેરાશ ટકાવારી 57.90% જેવી રહેવા પામી છે.

4,93,154 રાજકોટવાસીઓ મતદાન

માટે ઘરની બહાર નિકળ્યા જ નહિં

શહેરના 18 વોર્ડમાં કુલ 11,71,367 મતદારો છે. જે પૈકી લોકસભાની ચૂંટણીમાાં 6,78,213 મતદારોએ જ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 4,93,154 મતદારો મતદાન કરવા માટે ઘરની બહાર નીકળ્યા જ ન હતા. 2019ની સરખામણીએ રાજકોટમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. જો કે, કોર્પોરેશનની વર્ષ-2021માં યોજાયેલી ચૂંટણીની સરખામણીએ 18 પૈકી 17 વોર્ડમાં મતદાનની ટકાવારી વધી છે. વેકેશન, ઉનાળો અને હીટવેવના કારણે મતદાનની ટકાવારી ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કોર્પોરેશનની ચૂંટણીમાં 18 વોર્ડમાં ભાજપને 1,44,028ની લીડ મળી હતી

રાજકોટ મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં 10,93,991 મતદારોને મતાધિકારનો હક્ક મળ્યો હતો. જે પૈકી 5,54,148 મતદારોએ મત આપ્યા હતા. જેમાંથી ભાજપને 2,86,583, કોંગ્રેસને 1,42,555, આમ આદમી પાર્ટીને 97,871, એનસીપીને 14,431, બીએસપીને 14,510, અપક્ષને 10,700 મત મળ્યા હતા. જ્યારે 5969 મત નોટામાં પડ્યા હતા. નજીકના હરીફ એવા કોંગ્રેસને મળેલા 1,42,555 મતોને બાદ કરવામાં આવે તો શાસક પક્ષ ભાજપને 1,44,028ની લીડની પ્રાપ્ત થઇ હતી.

મતદાનની ટકાવારીમાં 7.25%નો વધારો

કોર્પોરેશનની ગત ચૂંટણીમાં શહેરના 18 વોર્ડમાં સરેરાશ 50.65 ટકા જેવું મતદાન થયું હતું. જેની સરખામણીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 18 વોર્ડની ગણતરી કરવામાં આવે તો 51.90 ટકા જેવું મતદાન થયું છે. સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીની સરખામણીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી થોડી ઉંચી રહેતી હોય છે. કેમ કે આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્ાઓ અસર કરતા બનતા હોય છે. પરંતુ રાજકોટવાસીઓ એવું માનતા ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીએ લોકસભાની ચૂંટણીમાં 7.25 ટકા જેટલું વધુ મતદાન થયું છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.