તમામ થીયેટરમાં રજૂ થનારી ગુજરાતી ફિલ્મ સમંદરમાં આપણાં અમરેલી જિલ્લાના બાબરા શહેરનું ગર્વ કહી શકાય એવા યશકુમાર જાની જે જિતેન્દ્રભાઈ જાનીના સુપુત્ર છે તેમણે લોક લાડીલા કલાકાર એવા મયૂર ચૌહાણ સાથે એક મહત્વની ભૂમિકા ભજવતાં જોવા મળશે. યશકુમાર જાની માત્ર એક કલાકાર જ નથી પરંતુ એક સોફ્ટવેર એન્જિનિયર પણ છે જે હાલમાં જોબ પણ કરે છે. આ ઉપરાંત યશકુમાર જાનીએ કોરોનાની એડવર્ટાઈઝમેન્ટમાં, અંધારિયાની મધરાતે વિડિયો સોંગમાં, આત્મિયા યુવા મહોત્સવના નાટકમાં સંતની ભૂમિકા ભજવતા અને થોડાં સમય પહેલાં જૂનાગઢમાં રજૂ થયેલ આણલદે નાટકમાં પણ ઢોલરાનું મુખ્ય પાત્ર ભજવતા જોવાં મળેલાં હતા. જેથી તેમની લોક ચાહનામાં ઘણો વધારો થયો હતો. આ સમંદર ફિલ્મ વિશેની જો વાત કરવામાં આવે તો એ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ છે જેમાં તેમણે રઘુનું પાત્ર ભજવતાં નિહાળી શકશો. યશકુમાર જાનીનું મૂળ વતન કોડીનાર ( ગીર સોમનાથ ) છે. તેમણે તેમના પરિવારનું નામ ગર્વથી ઊંચું કરી દીધું છે કારણકે તેં એક સામાન્ય પરિવારમાંથી આવે છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે દૂર દૂર સુધી કોઈ છેડો નથી છતાં ગુજરાતી ફિલ્મ જગતમાં સફળતાનાં શિખરો તરફ પહોંચી રહ્યા છે.