- શહેરના ૧૦ પાર્લર પરના આઈસક્રિમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ
- પાલિકા ના ફુડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાનો રિપોર્ટ સામે આવ્યો
- ૨૯ પૈકી ૧૦ નમૂના ફેલ સાબિત થયા
સુરત ન્યૂઝ : સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેળ જોવા મળી છે. સુરત શહેરના 10 પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવાયેલા નમૂનાનો રિપોર્ટમાં આ ખુલાસો થયો છે, પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમનાં નમૂના લીધા હતાં. જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. 29 પૈકી 10 નમૂના ફેઈલ સાબિત થયા હતાં. મિલ્ક ફેટની માત્રા 10 ટકાથી ઓછી હોવાની સાથે ટોટલ સોલીડની માત્રા પણ 36 ટકાથી ઓછી મળી હતી.
ભાવેશ ઉપાધ્યાય