ઉનાળાના મહિનાઓમાં ત્વચાની સ્થિતિ પણ ખરાબ થવા લાગે છે. સતત પરસેવો અને ધૂળને કારણે ત્વચા ઘણીવાર કાળી અને નિસ્તેજ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, વિવિધ પ્રોડક્ટ્સ પર પૈસા વેડફવાને બદલે, કાકડીમાંથી બનાવેલ ફેસ પેકને ઘરે જ એપ્લાઇ કરો.
બે થી ત્રણ વાર લગાવ્યા બાદ થી જ તમને તમારા ચહેરા પર ગ્લો દેખાવા લાગશે. તેથી જો તમે તમારા ચહેરાની નિસ્તેજતાથી પરેશાન છો તો આ ફેસ પેક ટ્રાઈ કરો.
ડેડ સ્કિન દૂર કરવા માટે
જો ચહેરા પર વધુ પડતી ડેડ સ્કિન હોય તો મુલતાની માટી સાથે કાકડી ફેસ પેકર ખૂબ જ અસરકારક છે. માત્ર બે ચમચી મુલતાની માટીને કાકડીના રસમાં મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. આ પેક સુકાઈ જાય કે તરત જ ચહેરો ધોઈ લો. આ પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો. મુલતાની માટી ત્વચામાંથી ડેડ સ્કિનને સરળતાથી દૂર કરશે. વધુમાં, કાકડી ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરશે અને તેને તાજી દેખાવામાં મદદ કરશે.
કાકડીનો ફેસ પેક લગાવો
જો તમને તમારી ત્વચા પર ગરમીના કારણે બળતરા થતી હોય અને તમારી ત્વચા ડ્રાય થઈ જાય તો કાકડીની પેસ્ટ બનાવીને તેમાં દહીં મિક્સ કરો. આ ફેસ પેકને માત્ર ચહેરા પર જ નહીં પરંતુ ગરદન પર પણ લગાવો. તે ત્વચાના છિદ્રોને કડક કરશે અને તેને હાઇડ્રેટ પણ કરશે. જેના કારણે બળતરા દૂર થશે અને ચહેરા પર ચમક આવશે.