રસદાર તરબૂચ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે ફાયદાકારક તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની કમી થતી નથી
ઉનાળાના કાળઝાળ ગરમીથી બચવા માટે અને ઠંડક મેળવવા લોકો અનેક પ્રયાસો કરતાં હોય છે. ત્યારે આ ધમધોખતા ઉનાળામાં રસદાર તરબૂચ ખાવાના તો ફાયદા છે પરંતુ સાથે તરબૂચને ચહેરા પર લગાડવાના પણ અનેક ફાયદા છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે સાથે ત્વચાની સુંદરતા પણ વધારે છે.
રસદાન ઉનાળાનું ફળ તરબૂચ સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે ખુબ ફાયદાકરણ છે. તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તેથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થકી નથી અને ઉનાળામાં રોજ તરબૂચ ખાવાથી ત્વચાની ચમક વધે છે. તરબૂચમાં રહેલું વિટામીન સી ત્વચાની ચમક વધારે છે. તરબૂચ ખાવાથી ત્વચાની ઘણી સમસ્યાઓની પણ રાહત મળે છે.
ત્વચાને હાઇડ્રેટ રાખશે
તરબૂચ ત્વચા માટે ઉત્તમ મોઈશ્ચરાઈઝર છે. જો તમારી ત્વચા ડ્રાય છે તો તમારા માટે રોજ તરબૂચનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. જેન ખાવાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને સ્કિનનો ગ્લો વધે છે.
કરચલીઓ અટકાવશે
જો ઉંમર પહેલાં તમારી ત્વચા પર ઝીણી રેખાઓ અને કરચલીઓ દેખાવા લાગી હોય તો તરબૂચ ખાવાનું શરૂ કરો. તરબૂચમાં રહેલા વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટ ગુણો ત્વચાને યુવાની ગ્લો આપે છે. રોજ તરબૂચ ખાવાથી ફાઈન લાઈન્સ અને કરચલીઓ ઓછી થવા લાગે છે.
ડ્રાય સ્કિન સુધરશે
તરબૂચમાં રહેલું મેગ્નેશિયમ ત્વચાને ડ્રાય થવાથી બચાવે છે. મેગ્નેશિયમ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે, જે ત્વચાની શુષ્કતા ઘટાડે છે.
વજન ઘટશે
તરબૂચમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે. તરબૂચ ખાવાથી લાંબા સમય સુધી પૂર્ણતાનો અહેસાસ થાય છે. તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ ખાવાથી ભૂખ ઝડપથી ઓછી થાય છે, જેનાથી વજન ઓછું થાય છે. જો તમે પણ વજન ઓછું કરવા માગો છો તો રોજ તરબૂચનું સેવન કરો.
રોગપ્રતિકારક શક્તિ વધારો
તરબૂચમાં હાજર વિટામિન સી, વિટામિન એ અને ફાઈબર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે. તરબૂચનું સેવન ઇન્ફેક્શનથી બચાવે છે અને પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખે છે.
હાર્ટને હેલ્ધી રાખશે
તરબૂચ હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે. તરબૂચમાં રહેલું એમિનો એસિડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, ખરાબ કોલેસ્ટ્રોલના નિર્માણને અટકાવે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
કબજિયાતમાં રાહત
જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તરબૂચ ખાવાનું શરૂ કરો. તરબૂચ ખાવાથી કબજિયાતની
સમપ્યા દૂર થાય છે તે એનિમિયા થાક અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે …
આ ફળોને તરબૂચમાં મિક્સ કરો
કેળા, સફરજન, પપૈયા, તરબૂચ જેવા ફળોને એકસાથે મિક્સ કરીને ફેસ પેક બનાવો. આ ફેસ પેક દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે. પપૈયામાં રહેલા એન્ઝાઇમ ડેડ સ્કિનને દૂર કરે છે અને નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે. કેળા ત્વચાને કડક બનાવવાનું કામ કરે છે. સફરજન અને નારંગીમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તરબૂચ ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ પેકને 30 મિનિટ સુધી રાખો, પછી ધોઈ લો.
આ રીતે તરબૂચનો ફેસ પેક લગાવો
” ઉનાળો આવતાની સાથે જ તરબૂચની સિઝન પણ આવી જાય છે. તરબૂચ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાની ચમક વધારે છે. તરબૂચના રસમાં ચણાનો લોટ મિક્સ કરો. આ પેકને ચહેરા પર 15 મિનિટ સુધી રાખો. ચહેરા પર પાણી છાંટીને હળવા હાથે મસાજ કરો અને પેક ધોઈ લો.
” તરબૂચના રસમાં રૂ પલાળી રાખો અને તેને ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તેના નિયમિત ઉપયોગથી ચહેરો સ્વસ્થ દેખાશે.
” આંખોનો સોજો અને થાક દૂર કરવા માટે તરબૂચના બે ટુકડા કાપીને આંખો પર લગાવો. 15 મિનિટ પછી કાઢી લો. તમે તાત્કાલિક રાહત અનુભવશો.