• મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં ઝળહળતું પરિણામ મેળવ્યું છે : પ્રિન્સીપલ સેંજલિયા
  • એ 1 ગ્રેડમાં 47 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું , જ્યારે 24 વિદ્યાર્થીઓ વિષય ફર્સ્ટ તરીકે ઉત્તિર્ણ થયા

દર બોર્ડ એક્ઝામમાં મોદી સ્કૂલ નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ આવતું હોય છે જેની પાછળ શાળા દ્વારા કરવામાં આવેલી મહેનત અને વાલીઓ દ્વારા આપવામાં આવતો સાથ અને સહકાર વિદ્યાર્થીઓના વિકાસ માટે અત્યંત મદદરૂપ અને કારગત નિવડે છે. ત્યારે આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું હતું જેમાં સામાન્ય પ્રવાહમાં મોદી સ્કૂલના 47 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો હતો જ્યારે 24 વિદ્યાર્થીઓ વિષય ફર્સ્ટ તરીકે ઉતીર્ણ થયા હતા. આ હર્ષ ઉલ્લાસની ક્ષણને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માણવામાં આવી હતી. એટલું જ નહીં કોમર્સ વિભાગના પ્રિન્સિપલ સેંજલીયા સાહેબે પત્રકારો સાથે વાતચીત કરી આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના શિક્ષકો અને વાલીઓનોResult આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સાથ અને સહકાર વગર આ ઝળહળતું પરિણામ મેળવવું અશક્ય છે.

સ્કૂલ ફર્સ્ટ આવવાનો અનેરો આનંદ : હર્ષ મહેતા ખુશખુશાલ

વીજે મોદી સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા હર્ષ મહેતાએ રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે જે બોર્ડનું પરિણામ આવ્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે એટલું જ નહીં સ્કૂલ ફર્સ્ટ આવવાનો એક આનંદ પણ અનેરો છે. શાળાના અભ્યાસની સાથોસાથ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ અભ્યાસ જે કરવામાં આવ્યો તેનું પણ ફળ આ બોર્ડ એક્ઝામમાં જોવા મળ્યું છે જેની પાછળ માતા પિતા અને શાળાનો ખૂબ મોટો હાથ છે. માનસિક રીતે જો કોઈ વિદ્યાર્થી મજબૂત રહે તો બોર્ડ એક્ઝામ પણ ખૂબ સરળ લાગે છે અને ઉત્કૃષ્ટ પરિણામ પણ મળે છે.

મોદી સ્કૂલે એની ગેરેન્ટી પૂરી કરી : રાજેશ મહેતા

વી જે. મોદી સ્કૂલના સ્કૂલ ફર્સ્ટ વિદ્યાર્થી હર્ષ મહેતાના પિતા રાજેશભાઈ મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા જે રીતે ગેરંટી આપવામાં આવી છે એવી જ રીતે મોદી સ્કૂલે પણ આપેલી ગેરેન્ટી પૂરી કરી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હર્ષ હર હંમેશ ભણવા ટાઈમે ભણી લેતો અને મોજ મજા કરવા ટાઈમે મજા પણ કરતો પરંતુ તેનું જે ભણવા પ્રત્યેની રુચિ હતી તે ખૂબ સારી હતી અને પરિણામ સ્વરૂપે તે આટલું સારું પરિણામ મેળવી શક્યો છે. ભવિષ્યમાં તેને બનવું છે અને તે દિશામાં જ તે આગળ વધશે.

વી જે. મોદી સ્કૂલના સ્કૂલ ફર્સ્ટ વિદ્યાર્થી હર્ષ મહેતાના પિતા રાજેશભાઈ મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા જે રીતે ગેરંટી આપવામાં આવી છે એવી જ રીતે મોદી સ્કૂલે પણ આપેલી ગેરેન્ટી પૂરી કરી છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હર્ષ હર હંમેશ ભણવા ટાઈમે ભણી લેતો અને મોજ મજા કરવા ટાઈમે મજા પણ કરતો પરંતુ તેનું જે ભણવા પ્રત્યેની રુચિ હતી તે ખૂબ સારી હતી અને પરિણામ સ્વરૂપે તે આટલું સારું પરિણામ મેળવી શક્યો છે. ભવિષ્યમાં તેને બનવું છે અને તે દિશામાં જ તે આગળ વધશે.

મને મળેલા પરિણામ પાછળ શાળા અને પરિવારનો સિંહફાળો. : નિરાલી પારેખ

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિરાલી પારેખે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને જે પરિણામ મળ્યું છે તે ખરા અર્થમાં અકલ્પનીય છે એટલું જ નહીં તેને જણાવ્યું હતું કે જે પરિણામ મળ્યું છે તેની પાછળ શાળા અને પરિવારનો સિંહ ફાળો છે શાળા ખાતે જે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવતી તેના પરિણામ સ્વરૂપે સારું એવું પરિણામ આવી શક્યું છે. વિદ્યાર્થીનીના પિતા હિરેનભાઈ પારેખે જણાવ્યું હતું કે, તેના દ્વારા કરવામાં આવેલી જે મહેનત હતી તેના પર સ્વરૂપે જ આટલું સારું પ્રદર્શન નિરાલી કરી શકી છે. એટલું જ નહીં પરિવાર દ્વારા એક પણ પ્રકારનો ભારણ આપવામાં આવ્યું ન હોવાના કારણે જ તે મુક્ત મને અભ્યાસ કરી શકી અને સામાન્ય પ્રવાહમાં ખૂબ સારું પ્રદર્શન કરી પરિવાર અને શાળાનું ગૌરવ પણ વધાર્યું છે.આવી શક્યું છે. વિદ્યાર્થીનીના પિતા હિરેનભાઈ પારેખે જણાવ્યું હતું કે, તેના દ્વારા કરવામાં આવેલી જે મહેનત હતી તેના પર સ્વરૂપે જ આટલું સારું પ્રદર્શન નિરાલી કરી શકી છે. એટલું જ નહીં પરિવાર દ્વારા એક પણ પ્રકારનો ભારણ આપવામાં આવ્યું ન હોવાના કારણે જ તે મુક્ત મને અભ્યાસ કરી શકી અને સામાન્ય પ્રવાહમાં ખૂબ સારું પ્રદર્શન કરી પરિવાર અને શાળાનું ગૌરવ પણ વધાર્યું છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.