- બિપીન ગોતા પાસે ભાજપનું મેન્ડેટ અને ધારાસભ્ય જયેશ રાદડિયા પાસે મતદારાએ: જંગ ભારે રોમાંચક: સમર્થકો અને મતદારો દિલ્હીમાં
- સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા સહિતના દિગ્ગજ નેતાઓના દિલ્હીમાં ધામા
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા અને રૂ. 60324 કરોડનું ટન ઓવર ધરાવતી ઈફકો ઈન્ડિયન ફામેર્સ ફર્ટિલાઈઝર કો.ઓપરેટીવ લીમીટેડના ગુજરાતનાં એક ડિરેકટરની ચૂંટણી માટે આજે રાજધાની નવી દિલ્હીમાં ભારે ઉત્તેજના પૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. ઈફકોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ ભાજપ જેવો માહોલ જોવા મળી રહ્યું છે. અમદાવાદના બિપીન ગોતા ઉર્ફે પટેલ પાસે ભાજપનું સતાવાર મેન્ડેટ છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પાસે મતદારોનું સમર્થન છે આજે મતદાન પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી હાથ ધરવામાં આવશે. મોડીરાત સુધીમાં પરિણામ આવી જશે.
ઈફકોના ગુજરાતના એક ડિરેકટરની ચૂંટણીમાં કુલ 182 મતદારો છે જે પૈકી 98 મતદારો તો માત્ર સૌરાષ્ટ્રના છે. આ 98 મતદારોમાંથી રાજકોટ જિલ્લાના 68 અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અમરેલી જિલ્લાના 27 મતદારો છે. છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઈફકોના ડિરેકટર પદે હતા. દરમિયાન આ વખતે ભાજપ દ્વારા પ્રદેશ સહકારીતા સેલના સંયોજક અને અમદાવાદના રહેવાસી એવા બિપીન ગોતા ઉર્ફે પટેલને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા. ભાજપના સતાવાર ઉમેદવાર સામે ભાજપના જ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ રાદડિયાએ ફોર્મ પરત ખેંચ્યું નહતુ. ઈફકોના એક ડિરેકટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર બિપીન ગોતા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને મોડાસાના પંકજભાઈ પટેલ મેદાનમાં છે. આજે સવારથી જ રાજધાની દિલ્હી ખાતે ઈફકોની વડી કચેરીએ મતદાન ચાલી રહ્યું છે. બિપીન ગોતા પાસે ભલે ભાજપનું મેન્ડેટ હોય પરંતુ ધારાસભ્ય જયેશ રાદડિયાનું પલડુ ભારે માનવામાં આવી રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારબાદ એકાદ બે કલાકના વિરામ બાદ મતગરતરી હાથ ધરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે જ તમામ મતદારોને મેન્ડેટ આપ્યું છે તેવા બિપીનભાઈ ગોતાની તરફેણમાં મતદાન કરવાના આદેશ આપવામાં આવ્યા છે. છતાં સૌરાષ્ટ્રના મતદારો જયેશભાઈ રાદડિયાને મત આપવાના મૂડમાં હતા. ભારે ઉત્તેજના પૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.
દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મતદારો દિલ્હી પહોચી ગયા છે. સાંસદ મોહનભાઈ કુંડારિયા,રાજકોટ ડેરીના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયા સહિતના દિગ્ગજ નેતાઓ પણ દિલ્હીમાં ઈફકોની કચેરી ખાતે ધામા નાંખીને બેઠા છે. આજે મોડીરાત્રિ સુધીમાં પરિણામ આવી જશે. ભાજપને એક શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે. આવામાં મેન્ડેટ વિરૂધ્ધ મતદાન કરનાર સામે પક્ષ દ્વારા આકરી કાર્યવાહિ કરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી. મોડાસાના પંક્જભાઈ પટેલે ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીનભાઈને ટેકો જાહેર કરી દાવો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈફકોના ચેરમેન પદે સૌરાષ્ટ્રના દિલીપભાઈ સંઘાણી જવાબદારી નિભાવી રહ્યા છે. આવામાં ગુજરાતનાં ડિરેકટરની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રના જયેશભાઈ રાદડિયાના બદલે અમદાવાદના બિપીન ગોતાને મેન્ડેટ આપ્યાનું ચર્ચાય રહ્યું છે. મેન્ડેટ ભલે બિપીનભાઈ પાસે રહ્યું પરંતુ ડિરેકટર તરીકે જયેશભાઈ રાદડિયા વિજેતા બને તેવો માહોલ હાલ દેખાય રહ્યો છે.
બિપીનભાઈને ટેકો જાહેર કરી દાવો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઈફકોના ચેરમેન પદે સૌરાષ્ટ્રના દિલીપભાઈ સંઘાણી જવાબદારી નિભાવી રહ્યા છે. આવામાં ગુજરાતનાં ડિરેકટરની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્રના જયેશભાઈ રાદડિયાના બદલે અમદાવાદના બિપીન ગોતાને મેન્ડેટ આપ્યાનું ચર્ચાય રહ્યું છે. મેન્ડેટ ભલે બિપીનભાઈ પાસે રહ્યું પરંતુ ડિરેકટર તરીકે જયેશભાઈ રાદડિયા વિજેતા બને તેવો માહોલ હાલ દેખાય રહ્યો છે.