ધ્રોલનું નામ ન લેવા પાછળથી માન્યતાનો સૌરાષ્ટ્રના પાણિપત, ભૂચર મોરી સાથેનો નાતો
હાલારમાં એવી માન્યતા છે કે ધ્રોલ શહેરનું નામ લેવાથી અપશુંકન થાય છે. આજે પણ ઘણા એવા લોકો છે જે ધ્રોલ શહેરનું નામ લેતા નથી. ખરેખર આ પાછળ જૂનો ઇતિહાસ ધરવાયેલ છે અને આ માન્યતાને સીધો સૌરાષ્ટ્રના પાણિપત અને સૌથી મોટા ગણાતા યુદ્ધ ભૂચર મોરી હારે નાતો છે. આ પાછળની માન્યતા વિશે ઇતિહાસના જાણકારો શું દાવો કરે છે. તેમના વિશે જાણીએ વિસ્તારથી!
ધ્રોલના ભુચર મોરીમાં ખેલાયેલ યુદ્ધના ઇતિહાસથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. નવાનગર રજડાવાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલો વચ્ચે આ યુદ્ધ ખેલાયું હતું. જેમાં હજારો યુવાનો કામ આવી ગયા હતા. તો સામે પક્ષે પણ અનેક લોકોના મોત થયા હતા. આથી આ લડાઇને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટી લડાઇ તરીકે માનવામાં આવે છે. મુસ્લિમના આશરા માટે ખેલાયેલા આ યુદ્ધમાં હજારો હિન્દુઓ કામ આવી ગયા હતા અને આશરા ધર્મ માટે આ યુદ્ધ ખેલાયું હતું કારણ કે ઇતિહાસમાં આશરા ધર્મનું સૌથી મોટું મહત્વ હતું.
ઇતિહાસકારો એવો દાવો કરી રહ્યા છે કે શ્રાવણ માસમાં ખેલાયેલું આ યુદ્ધ 3 મહિના ચાલ્યું હતુ. જેમાં નવાનગર સ્ટેટના કુમાર અજાજીનું કામ આવી ગયા હતા. લગ્નના ચાર ફેરા ફરી અને યુદ્ધમાં ઝાંપલાવનાર અઝાજી આ લડાઈમાં ઉતર્યા હતા જે આશરા ધર્મ માટે શહીદ થયા હતા. અઝાજીની લાંબી વિદાયથી જામસાહેબને આઘાત લાગ્યો હતો અને શ્રાવણ માસની સાતમના દિવસે કુંવર અઝાજી કામ આવી ગયા હોવાથી હજારો વર્ષ હાલારવાસીઓએ સાતમ ઉજવી ન હતી. દાવો એવો કરવામાં આવે છે કે, અઝાજીના આઘાતમાં જામસાહેબ જ્યારે સભામાં બેસતા ત્યારે જો કોઈ ધ્રોલનું નામ લેતા તો જામસાહેબને તેમના કુંવરની યાદ આવી જતી હતી અને તેઓ જમતા ન હતા. આમ જામસાહેબ ન જમતા તો રાણી પણ ન જમતા અને બાદમાં સભાના કોઈ માણસો જમતા ન હતા. જેથી એવી માન્યતા પ્રચલિત બની કે ધ્રોલ નું નામ લેવાથી જમવાનું મળતું નથી. અને અપશુંકન થાય છે. પરંતુ સાચી માન્યતા આવી હોવાનો ઇતિહાસકારો દાવો કરી રહ્યા છે.