- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ
- ધોરણ 12 સામાન્ય વિજ્ઞાનનું 91.93 ટકા પરિણામ
ગુજરાત ન્યૂઝ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું મોરબી જિલ્લામાં વધારે પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ છોટાઉદેપુરનું બોડેલીમાં છે. જ્યારે સામાન્ય વિજ્ઞાનનું સૌથી ઓછુ પરિણામ ખાવડામાં આવ્યુ છે. સામાન્ય વિજ્ઞાનનું 91.93 ટકા પરિણામ આવ્યુ છે. આ વર્ષે વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકશે.
વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર 2023માં ધાંગધ્રા 95.85 ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે 2324 છાલા 99.61 ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં 84.81 ટકા એ છેલ્લે રહ્યો છે.
આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળા
કોમર્સમાં 1609 જ્યારે સાયન્સમાં 127 : આજે સવારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ ખૂબ જ સારૂં આવ્યું છે. ખાસ તો 12-કોમર્સમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 1609 જ્યારે સાયન્સમાં 127 શાળાઓ નોંધાઇ છે. ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સામાન્ય પ્રવાહમાં 311 શાળાઓએ જ 100 ટકા પરિણામ મેળવ્યું હતું. તે વધીને આ વર્ષે 1609એ પહોંચી છે. બીજી બાજુ વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષે 27 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું હતું. જો કે, આ વર્ષે તેની સંખ્યા વધીને 127 થઇ છે.
10%થી ઓછું પરિણામ ધરાવતી શાળા
કોમર્સમાં 19 જ્યારે સાયન્સમાં 27 : શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ચાલુ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 19 છે. ગત વર્ષે 44 હતી. જે ઘટીને આ વર્ષે 19 પર આવી છે. બીજી બાજુ સાયન્સમાં ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 27 છે. જે ગત વર્ષે 76 હતી. એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 10 વર્ષનું ધોરણ-12નું પરિણામ ખૂબ જ સારૂં આવ્યું છે.
ધોરણ-10નું પરિણામ શનિવારે જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.11 મેના રોજ એટલે કે શનિવારે ધોરણ-10નું પરિણામ સવારે 8:00 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ સારા આવ્યા બાદ ધોરણ-10નું પરિણામ પણ સારૂં આવે તેવી વિદ્યાર્થીઓ-વાલીઓને અપેક્ષા છે.
સામાન્ય પ્રવાહમાં 5,522 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 42,799 વિદ્યાર્થીઓને એ-2, 82,544 વિદ્યાર્થીઓનું
બી-1 અને 98,881 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ: વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ, 8,983 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ, 18,514 વિદ્યાર્થીઓને બી-1 ગ્રેડ અને 22,215 વિદ્યાર્થીઓને બી-2 ગ્રેડ